PM Kisan Yojana : પીએમ કિસાન યોજનાના અત્યાર સુધીમાં 16 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. દર વર્ષે ઘણા નવા ખેડૂતો આ યોજના માટે અરજી કરે છે, જેમને તેનો લાભ મળવા લાગે છે. જોકે કેટલાક ખેડૂતોની અરજીઓ નકારી કાઢવામાં આવે છે. તેમની અરજી રદ કરવામાં આવે છે તેના આ પાંચ કારણો હોઈ શકે છે.
પીએમ કિસાન યોજના રિજેક્ટ થવાના 5 કારણો
પીએમ કિસાન યોજનામાં અરજી નામંજૂર થવાનું પહેલું કારણ એ હોઈ શકે છે કે તમારી બેંકની વિગતો ખોટી છે, એકવાર ચેક કરો કે બેંક ખાતું સાચું છે કે નહીં.અરજી નકારવાનું બીજું કારણ એ હોઈ શકે છે કે આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક નથી.ખાતરી કરો કે આધાર લિંક થયેલ છે કે નહીં.
આ પણ વાંચો – ફક્ત 1799 રૂપિયામાં લોન્ચ થયો સ્માર્ટફોન જેવા ફિચર્સવાળો મોબાઇલ ફોન, Youtube અને UPI સપોર્ટ
કિસાન યોજનામાં અરજી નકારવાનું ત્રીજું કારણ એ હોઈ શકે છે કે તમે કિસાન યોજનાની શરતો હેઠળ પાત્ર નથી. એટલે કે તમે ITR ભરો છો અથવા તમારી પાસે કોઈ જમીન નથી. ચોથું કારણ અરજદારની ઉંમર હોઈ શકે છે, જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું જણાય તો તેની અરજી ફગાવી દેવામાં આવે છે.
પાંચમું કારણ એ હોઈ શકે છે કે પીએમ કિસાન ઇ-કેવાયસી કરાવી ના હોય. કેવાયસી વગર હવે કિસાન યોજનાનો લાભ મળતો નથી.





