Govt Loan Scheme : માત્ર 5 ટકાના વ્યાજે મળશે 3 લાખની લોન, 8 ટકા સબસિડી પણ મળશે: સરકારી લોન માટે જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની રીત જાણો

PM Vishwakarma Scheme Registration And Eligibility : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પ્રથમ 1 લાખ રૂપિયાની લોન મળશે, 18 મહિના માટે ચૂકવણી કર્યા પછી લાભાર્થી 2 લાખ રૂપિયાની વધારાની લોન માટે પાત્ર બનશે.

Written by Ajay Saroya
September 18, 2023 18:36 IST
Govt Loan Scheme : માત્ર 5 ટકાના વ્યાજે મળશે 3 લાખની લોન, 8 ટકા સબસિડી પણ મળશે: સરકારી લોન માટે જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની રીત જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર પીએમ વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી છે.

PM Vishwakarma Yojana Online Registration, Eligibility and Documents Detail : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસ પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. આ પીએમ વિશ્વકર્મા યોજના હસ્ત કારીગીરો માટે શરૂ કરાઇ છે. આ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર કારીગરોને આપવામાં આવતી લોન પર 8 ટકા સુધીની સબસિડી આપશે. આ યોજના હેઠળ કારગર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે, તે પણ માત્ર 5 ટકાના રાહત દરે. આ યોજનામાં સુથાર, સુવર્ણકાર, લુહાર, મિસ્ત્રી, પથ્થર શિલ્પકારો, વાળંદ અને નાવિક સાથે સંબંધિત 18 ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ અંતર્ગત સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે. શરૂઆતમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધી ચૂકવણી કર્યા પછી, લાભાર્થી 2 લાખ રૂપિયાની વધારાની લોન માટે પાત્ર બનશે. પીએમ વિશ્વકર્મા યોજનામા વ્યાજ દર માત્ર 5 ટકા જ રહેશે. પીએમ વિશ્વકર્મા લોન માટે કોણ અરજી કરી શકશે, શરતો, અરજી કરવાની રીત સહિત તમામ વિગતો જાણો

વિશ્વકર્મા યોજના માટે કેવી રીતે અરજી કરવી (How To Apply For PM Vishwakarma Yojana)

  • પીએમ વિશ્વકર્મા યોજના માટે ઓનલાઇન અરજી કરવા હેતુ સૌથી પહેલા સત્તાવાર વેબ પોર્ટલ પર જાઓ.
  • પીએમ વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ : (https://pmvishwakarma.gov.in/)
  • તમારા મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરો.
  • OTP વેરિફિકેશન મારફતે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ વેરીફાઈ કરો.
  • તમારું નામ, સરનામું અને વ્યવસાય સંબંધિત માહિતી સહિતની તમારી વિગતો સાથે PM વિશ્વકર્મા યોજના રજિસ્ટ્રેશનનું ફોર્મ ભરો અને તેને સબમિટ કરો.
  • પીએમ વિશ્વકર્મા ડિજિટલ આઇડી અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. જે બાદ સંબંધિત વિભાગ તમારી વિગતોની ચકાસણી કરશે.
  • જો બધી વિગતો સાચી હશે તો તમારી લોન મંજૂર કરવામાં આવશે.
  • પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની મદદથી કોલેટરલ ફ્રી એટલે જામીનગીરી વગર લોન આપવામાં આવશે.
  • હસ્ત કલાકારો અને કારીગરો પણ તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પીએમ વિશ્વકર્મા યોજના માટે નોંધણી અને અરજી કરી શકે છે.

પીએમ વિશ્વકર્મા યોજના માટે કસ્ટમર કેર હેલ્પલાઇન નંબર (PM Vishwakarma Yojana Customer Care Helpline Numbers)

પીએમ વિશ્વકર્મા યોજના માટે કસ્ટમર કેર હેલ્પલાઇન નંબર આ મુજબ છે.

  • 18002677777
  • 17923
  • 011-23061574

પીએમ વિશ્વકર્મા યોજના માટેની યોગ્યા (PM Vishwakarma Yojana Eligibility Criteria)

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોન માટે અરજી કરવા અમુક માપદંડો નક્કી કરાયા છે. અરજી કરનાર વ્યક્તિ ભારતીય નાગિરકો હોવો જોઇએ, અરજકર્તાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઇએ નહીં અને તેણે PMEGP (પીએમઇજીપી) અને PM SVANidhi અને મુદ્રા લોનનો અગાઉ લાભ ન મેળવ્યો હોય.

પીએમ વિશ્વકર્મા યોજના માટે કોણ અરજી કરી શકશે? (Who can Apply For PM Vishwakarma Scheme)

  • સુથાર
  • લુહાર
  • સુવર્ણકાર-સોની
  • મિસ્ત્રી
  • વાળંદ
  • માળી
  • ધોબી
  • દરજી
  • તાળાં બનાવનાર
  • હથિયાર બનાવનાર
  • શિલ્પકારો, પથ્થર કોતરનાર
  • પથ્થર તોડનારા
  • મોચી
  • બોટ/હોડી બનાવનાર
  • ટોપલી/સાદડી/સાવરણી બનાવનાર
  • ઢીંગલી અને રમકડા બનાવનાર
  • હથોડી અને ટૂલકીટ ઉત્પાદક
  • ફિશિંગ નેટ બનાવનાર

પીએમ વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજો (PM Vishwakarma Yojana Documents)

  • આધાર કાર્ડ
  • ઓળખપત્ર
  • સરનામા / રહેઠાંણનો પુરાવો
  • મોબાઇલ નંબર
  • જાતિનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

આ પણ વાંચો | હવે હોમ લોન ચૂકવ્યા બાદ 30 દિવસમાં મળશે રજિસ્ટ્રી પેપર્સ, RBIનો મોટો નિર્ણય

પીએમ વિશ્વકર્મા યોજનાના લાભ (PM Vishwakarma Yojana Benefits)

  • પીએમ વિશ્વકર્મા સમ્માન યોજનાનો ઉદ્દેશ્ય કુશળ કારીગરોને મૂલ્યવાન સહાય પૂરી પાડવાનો છે.
  • આ યોજનામાં તહેસીલ અથવા જિલ્લા મુખ્ય મથક પર સ્થિત નાના અને મધ્યમ ઉદ્યોગોના વિભાગ દ્વારા આયોજિત વ્યાપક તાલીમ કાર્યક્રમનો સમાવેશ થાય છે.
  • વિશ્વકર્મા શ્રમ સન્માન યોજનાના સફળ અરજદારને તાલીમ સત્ર મળશે, જે રોજગારની સંભાવનાઓ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.
  • આ યોજનામાં તાલીમ લઈ રહેલા કારીગરોને અર્ધ-કુશળ વેતનની સમકક્ષ નાણાકીય સહાયની જોગવાઈનો સમાવેશ થાય છે.
  • આ યોજનામાં દરેક લાભાર્થીને 500 રૂપિયાના દૈનિક ભથ્થા સાથે 5 દિવસ માટે સ્કીલ ટ્રેઇનિંગ આપવામાં આવશે. દરેક લાભાર્થીની ઓળખ ત્રણ-સ્તરીય રીતે કરવામાં આવશે.
  • આ ઉપરાંત 15,000 રૂપિયાની ગ્રાન્ટ ટૂલકીટ પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે, એક મહિનામાં 100 જેટલા ટ્રાન્ઝેક્શન કરવા પર પ્રતિ ટ્રાન્ઝેક્શન દીઠ 1 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ