વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 16 ઓક્ટોબર, રવિવારના રોજ જમ્મુ -કાશ્મીર સહિત દેશભરમાં કુલ 75 ડિજિટલ બેન્કિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ડિજિટલ બેન્કિંગ યુનિટોનું ઉદઘાટન કરવાની સાથે સાથે રાષ્ટ્રને સંબોધન પણ કર્યુ હતુ.
દેશભરમાં ખુલનારા આ નવા 75 ડિજિટલ બેન્કિંગ યુનિટમાંથી બે યુનિટ જમ્મુ- કાશ્મિરમાં આવેલા છે.

ઉલ્લેખનિયછે કે, બજેટ પ્રવચનમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટો સ્થાપવાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાન ફાઇનાન્સિયલ ઇનફ્લુઝનને મજબૂત કરવા માટે 16 ઓક્ટોબરના રજો દેશભરની વિવિધ બેંકોના 75 ડિજિટલ બેંકિંગ યુનિટો રાષ્ટ્રને સમર્પિત કર્યા છે.
દેશના છેવાડાના વ્યક્તિ સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBU)નું ઉદઘાટન કર્યુ છે. ચાલુ નાણાંકીય વર્ષના બજેટ પ્રવચનમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ સ્થાપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર 75 ડિજિટલ બેંકિંગ યુનિટ ખોલવામાં આવશે. આ યુનિટો સ્થાપવા પાછળનો હેતુ દેશના દરેક ભાગમાં ડિજિટલ બેંકિંગને સુલભ બનાવવાનો છે.
J&Kમાં બે ડિજિટલ બેંકિંગ યુનિટ :-
દેશભરમાં સ્થપાયેલા નવા 75 ડિજિટલ બેંકિંગ યુનિટોમાંથી બે ડિજિટલ બેંકિંગ યુનિટો જમ્મુ-કાશ્મીરમાં આવેલા છે. તેમાંથી એક શ્રીનગરના લાલ ચોક ખાતે આવેલી SBI બ્રાન્ચ છે જ્યારે બીજી જમ્મુની ચન્નીરામ શાખા છે. આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે. 11 જાહેર ક્ષેત્રની બેંકો, 12 ખાનગી ક્ષેત્રની બેંકો અને એક નાની ફાઇનાન્સ બેંક આ મિશનમાં ભાગ લઈ રહી છે.
કઇ-કઇ સુવિધાઓ મળશે? :-
ડિજિટલ બેન્કિંગ યુનિય ખાતે લોકોને બેન્કિંગ સંબંધિત ઘણી બધી ડિજિટલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. બચત ખાતું ખોલવું, પાસબુક પ્રિન્ટ કરવી, ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવું, લોન માટેની અરજી કરવા, નાણાંની લેવડદેવડ, બિલ અને ટેક્સની ચુકવણી, ક્રેડિટ/ડેબિટ કાર્ડ વગેરે માટે અરજી કરવા માટે બેંકની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. હવે આ સુવિધા ઘરની નજીક આવેલા ડિજિટલ બેન્કિંગ યુનિટ પર જ ઉપલબ્ધ થવા જઈ રહી છે.
આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય :-
ડિજિટલ બેન્કિંગ યુનિટ સ્થાપવાનો મુખ્ય હેતુ લોકોને બેન્કિંગ સુવિધાઓ વિશે વધારે જાગૃત અને તાલીમબદ્ધ કરવાનો છે. DBU કસ્ટમરોને બેંકિંગ પ્રોડક્ટ્સ અને સર્વિસની સસ્તી, સાનુકૂળ ઍક્સેસ અને સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ઠ ડિજિટલ અનુભવ પ્રદાન કરવા સક્ષમ બનાવશે એવું PMOએ નિવેદનમાં જણાવાયું છે. આ સાથે તેઓ લોકોમાં ડિજિટલ નાણાકીય સાક્ષરતા ફેલાવશે અને સાયબર સુરક્ષા જાગરૂકતા અને સુરક્ષા પગલાં ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે.
કસ્ટમરોની પાસે મોબાઈલ અને ઈન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ કાર્ડ્સ, UPI QR કોડ્સ, BHIM આધાર અને પોઈન્ટ ઓફ સેલ માટે ડિજિટલ કિટ હશે.