/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/5G-launch.jpg)
આ લિસ્ટમાં ગુજરાતના 3 શહેર ગાંધીનગર, અમદાવાદ અને જામનગરનો સમાવેશ થાય છે
નવી દિલ્હીઃ જેનો દેશવાસીઓ આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 5Gની ભેંટ આપી છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં શરુ થયેલા India Mobile Congress (IMC 2022)માં પીએમ મોદીએ દેશમાં 5G નેટવર્ક રોલ આઉટ થવાની જાણકારી આપી હતી. પીએમ મોદીએ ઈવેન્ટમાં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા જેવા ટેલિકોમ ઓપરેટર્સથી 5G નેટવર્ક રોલઆઉટ કરવા અંગેની જાણકારી લીધી હતી. પીએમ મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની છઠ્ઠી આવૃત્તીનું ઉદ્ધાટન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયો અને એરટેસે ઓક્ટોબથી દેશમાં 5G Roll out કરવાની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી. મોબાઈલ કમ્યુનિકેશન નેટવર્કમાં નેક્સ્ટ જનરેશન 5G નેટવર્ક સાથે, 4Gની તુલનામાં વધારે સ્પીડ મળશે. માનવામાં આવી રહ્યું છે કે રોલઆઉટની સાથે જ દેશમાં ક્લાઉડ ગેમિંગ, AR/VR ટેક્નોલોજી, IoT (Internet Of Things) વગેરેમાં પણ સ્પીડ આવશે.
1G થી 5G Services સુધીની સફર
- 1G સર્વિસ સૌથી પહેલા 1980માં લોન્ચ થઈ હતી. અને આ એનાલોગ રેડિયો સિગ્નલ પર કામ કરતી હતી અને માત્ર વોઈસ કોલને સપોર્ટ કરતી હતી.
- 1990ના દશકમાં 2G સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી. જે ડિજિટલ રેડિયો સિગ્નલ ઉપર કામ કરતી હતી અને 64Kbps બેન્ડવિથ સપોર્ટ કરતી હતી. આ સર્વિસ વોઈસ કોલ અને ડાટા સપોર્ટ કરતી હતી.
- 2000ના દશકમાં 1Mbps થી 2Mbps ની સ્પીડ સાથે 3G સર્વિસ લાવવામાં આવી હતી. જે ડિજિટલ વોઈલ, વીડિયો કોલ, વીડિયો કોન્ફરન્સિંગ સપોર્ટ કરે છે.
- વર્ષ 2009માં 100Mbps થી 1Gbps ની પીક સ્પીડ સાથે 4G સર્વિસ લોન્ચ કરી હતી. અત્યારે દેશમાં 4G સર્વિસનો જ ઉપોયગ કરવામાં આવી રહ્યું છે. આ 3D વર્ચ્યુઅલ રિયાલિટીને પણ સક્ષમ બનાવે છે.
- 5Gની વાત કરીએ તો આ 4Gની તુલનામાં 20 ગણું વધારે ફાસ્ટ હશે. આમાં મિડ બેન્ડ, લો બેન્ડ અને હાઈ બેન્ડનો સમાવેશ થાય છે.
- મોબાઈલ, ફોન, સ્માર્ટફોનથી વધારે સારો બનાવવા ઉપરાંત 5G સર્વિસ ઓગ્યુમેંટેડ રિયલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી જેવી ઈમર્સિવ સેવાઓને વધારે ફાયદો મળશે.
- ટેલિકોમ્યુનિકેશનને ધ્યાનમાં રાખીએ તો 5G સર્વિસ દેશમાં ખૂબ જ મોટો ફેરફાર લઈને આવશે.
કયા હશે 5Gના મોટા ફાયદા?
5G Services પછી દેશમાં ઝડપી સ્પીડવાળું ઈન્ટરનેટ મળશે. જે 4Gની તુલનાએ 20 ટકા તેજ હશે. વીડિયો ગેમ એક્સપીરિયન્સમાં મોટા ફેરફાર આવશે. આ ઉપરાંત બફરિંગ વગર જ વીડિયો સ્ટ્રીમિંગ અનુભવ મળશે. ઇન્ટરનેટ થકી કોલિંગ સરળ અને સારી થશે.
આ ઉપરાંત કૃષિ, શિક્ષા, સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં પણ 5G નેટવર્ક આવ્યા બાદ મોટા ફેરફાર આવશે. મેટ્રો ઓપરેશન સરળ થશે અને ડ્રાઈવરલેસ ટ્રેન ચલાવવી આસાન થશે. આ ઉપરાંત રોબોટિક, મશીન લર્નિંગ અને ioT (Internet of Things) જેવા ક્ષેત્રમાં મોટા ફાયદા થશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/5G-13-citys.jpg)
દેશમાં સૌથી પહેલા શરુ થશે આ 13 મોટા શહેરોમાં 5Gની સુવિધા
5G નેટવર્કને દેશના 13 મોટા શહેરોમાં સૌથી પહેલા રોલ આઉટ કરવામાં આવશે. આ લિસ્ટમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાત્તા, બેંગલુરુ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનૌ, પુણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગરનો સમાવેશ થાય છે.
શું 5G સેવા વધારે મોંઘી હશે?
5G સેવાના લોંચિંગ બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે 5G સેવાની કિંમત શું હશે. આશા છે કે અત્યારના 4G પ્લાનની કિંમતની તુલનાએ 5G પ્લાન વધારે મોંઘો હશે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં વોડાફોન આઈડિયાના મેનેજિંગ ડાયેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર રવિંદર ઠક્કરે કહ્યું હતું કે, કંપનીએ સ્પેક્ટ્રમ લેવા માટે ઘણા રૂપિયા ખર્ચ કર્યા છે. એટલા માટે 5G સેવા માટે વધારે પૈસા ચાર્જ કરવાની જરૂરત છે. VILએ સ્પેક્ટ્રમ હરાજીમાં 18,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
કોણ આપશે દેશમાં 5G Servicesની સેવા?
સરકારે દેશમાં પાછલા મહિનામાં દેશમાં 5G Spectrum ની હરાજીનું આયોજન કર્યું હતું. આ હરાજીમાં eliance Jio, Airtel, Vodafone Idea અને Adanai Group ની એક કંપનીએ ભાગ લીધો હતો. સૌથી પહેલા દેશમાં Reliance Jio અને Airtel એ દેશમાં 5G નેટવર્ક રોલઆઉટ કરવાની જાહેરાત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us