PM Mod: પીએમ મોદીનું એક જ સ્કીમમાં 2.96 કરોડનું રોકાણ, જાણો આ બચત યોજનામાં રોકાણ કરવાના ફાયદા

PM Modi Net Worth And Investment: રોકાણ અને બચત દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય છે. પીએમ મોદીએ તેની કુલ સંપત્તિનું 95 ટકા રોકાણ બેંક એફડીમાં કર્યું છે. ફિક્સ્ડ ડિપોઝિટ પરંપરાગત બચતના વિકલ્પ માનવામાં છે.

PM Modi Net Worth And Investment: રોકાણ અને બચત દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય છે. પીએમ મોદીએ તેની કુલ સંપત્તિનું 95 ટકા રોકાણ બેંક એફડીમાં કર્યું છે. ફિક્સ્ડ ડિપોઝિટ પરંપરાગત બચતના વિકલ્પ માનવામાં છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
pm narendra modi assets | pm modi net worth | pm modi sbi fd | pm modi fd investment | bank fixed deposits rate | fixed deposits investment benefits

PM Modi Net Worth: પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચ સમક્ષ એફિડેવિટમાં કુલ 3 કરોડ 2 લાખ 6 હજાર 889 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. (Photo - Social Media/ Freepik)

PM Modi Net Worth And Investment: રોકાણ અને બચત કરવી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. યોગ્ય યોજનામાં કરેલું રોકાણ અને અને બચત નાણાકીય મુશ્કેલીમાં મદદરૂપ બને છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બચત અને રોકાણ કરવામાં માહેર છે. તાજેતરમાં નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન તેમણે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટમાં તેમની પાસે કુલ 3.02 કરોડની સંપત્તિ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે અહીં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, તેમની કુલ સંપત્તિના 95 ટકા રોકાણ એફડીમાં કરેલું છે.

Advertisment

પીએમ નરેન્દ્ર મોદી પાસે 2.86 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ્સ

પીએમ મોદી એ 14 મે, 2024ના રોજ ચૂંટણી પંચે સમક્ષ રજૂ કરેલા સોગંદનામાંમાં 3.02 કરોડન સંપત્તિ જાહેર કરી છે. તેમણે એસબીઆઈ ફિક્સ્ડ ડિપોઝિટમાં 2.86 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે, જે કુલ સંપત્તિના 95 ટકા બરાબર છે. ઉપરાંત નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સમાં 9.13 લાખ રૂપિયા જમા છે. પીએમ મોદીએ શેર, બોન્ડ કે મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કર્યુ નથી. 31 માર્ચ, 2024 સુધીમાં તેમની પાસે 52920 રૂપિયા રોકડ હતી.

શા માટે ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણો ઉત્તમ વિકલ્પ છે?

ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણ માટે વિશ્વસનીય વિકલ્પ માનવામાં આવે છે, ખાસ કરીને સિનિયર સિટીઝન માટે. પીએમ મોદીએ તેમની લગભગ 95 ટકા સંપત્તિનું ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કર્યું છે. એફડી સ્થિર રોકાણ અને સુરક્ષાની ખાતરી આપે છે.

savings | saving Scheme | ppf | nps | ssy | Public Provident Fund | Sukanya Samriddhi Yojana | National Pension System | tax free saving scheme | small savings scheme interest rate
નાની બચત યોજનામાં રોકાણ કરવાથી ટેક્સ બચાવવામાં મદદ મળે છે. (Photo - freepik)
Advertisment

બેંક એફડીમાં રોકાણ કરવાના ફાયદા

ફિક્સ્ડ ડિપોઝિટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સતત આવક પુરી પાડે છે અને બજારની વધઘટ સામે રક્ષણ આપે છે. આ વિશેષતા વર્ષોથી રોકાણકારોને આકર્ષે છે કારણ કે, મોટા ભાગના લોકો ખાસ કરીને નિવૃત્તિના વર્ષો દરમિયાન વિશ્વસનીય વળતર અને નાણાકીય સ્થિરતા ઇચ્છે છે.

ફિક્સ્ડ ડિપોઝિટનો લાભ

એફડીમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો સ્થિર અને નિશ્ચિત આવક છે. ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણના સમગ્ર સમયગાળા દરમિયાન ચોક્કસ વળતર આપે છે. નિશ્ચિત વળતરને કારણે રોકાણકારો તેમના વિવિધ નાણાકીય લક્ષ્યો માટે યોજના બનાવી શકે છે, કારણે મેચ્યોરિટી પર કેટલી રકમ પ્રાપ્ત થશે તેના આધારે ગણતરી કરવામાં સક્ષમ બને છે.

ઉપરાંત, લવચીક કાર્યકાળના વિકલ્પો રોકાણકારોને તેમની જરૂરિયાતો અનુસાર રોકાણ કરવાની સ્વતંત્રતા આપે છે. એફડી એકાઉન્ટ ખોલવા અને મેનેજ કરવા એ સરળ અને ઝંઝટ-મુક્ત છે. બેંકો FD સ્કીમને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખોલવાની મંજૂરી આપે છે. રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા માટે ફિક્સ્ડ ડિપોઝિટની પણ શોધ કરે છે, જે રોકાણના એકંદર જોખમને ઘટાડે છે.

Investment | Smart Investment Tips | Smart Investment Options | Personal Finance Tips | Investment Planning Tips | stock Market Investment
દરેક વ્યક્તિએ કોણ પણ રોકાણ કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઇએ. (Photo - Freepik)

એફડી સામે લોન લેવાની સુવિધા

રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ સામે લોનની સુવિધા પણ મળે છે. એફડી ઘણીવાર વરિષ્ઠ નાગરિકો માટે ઉંચા વ્યાજદર હિત વિશેષ લાભો ઓફર કરે છે. એકંદરે, તેમની મૂડીમાં સ્થિરતા અને વૃદ્ધિ ઇચ્છતા રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ એક વિશ્વસનીય રોકાણ નો વિકલ્પ છે.

આ પણ વાંચો | મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એક જ પણ રિટર્નમાં તફાવત, જાણો રેગ્યુલર અને ડાયરેક્ટ પ્લાન વચ્ચેનો તફાવત

શા માટે એફડી ખાસ કરીને સિનિયર સિટીઝન માટે ફાયદાકારક છે?

વરિષ્ઠ નાગરિક માટે એફડીના વ્યાજદર સામાન્ય ગ્રાહકોે ઓફર કરવામાં આવતા વ્યાજદર કરતા ઉંચા હોય છે. આનાથી વૃદ્ધ વ્યક્તિઓ વધુ જોખમ લીધા વુગર ઉંચા વ્યાજદર સાથે તેમના ભંડોળમાં વધારો કરવા આકર્ષે છે. ઊંચા વ્યાજ દર ફુગાવાને હરાવીને તેમની બચતમાં વૃદ્ધિની ખાતરી આપે છે. આ આખરે તેમની નિવૃત્તિ પછીની ખરીદ શક્તિને જાળવવામાં મદદ કરે છે.

બેંક બિઝનેસ Investment PM Narendra Modi