Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર

PNB KYC Update: પીએનબીના ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર, નહીંત્તર એકાઉન્ટ ફ્રીઝ થઇ જશે, 18 ડિસેમ્બર છેલ્લી તારીખ

PNB Account KYC Update: પંજાબ નેશનલ બેંકે તેના ખાતાધારકોને કેવાયસી અપડેટ કરવા માટે મહત્વપૂર્ણ સૂચના આપી છે. (Photo - @PNB)

Written byAjay Saroya

PNB Account KYC Update: પંજાબ નેશનલ બેંકે તેના ખાતાધારકોને કેવાયસી અપડેટ કરવા માટે મહત્વપૂર્ણ સૂચના આપી છે. (Photo - @PNB)

author-image
Ajay Saroya
08 Dec 2023 20:59 IST
પર અપડેટ કર્યું 08 Dec 2023 20:59 IST

Follow Us

New Update
pnb | pnb branch | punjab national bank | pnb kyc online | PNB net banking | PNB Account

પંજાબ નેશનલ બેંક (Photo - @PNB)

PNB Account KYC Update Last Date: દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. જો તમારું પણ PNBમાં ખાતું છે, તો તમારે જલ્દી જ તમારું એકાઉન્ટનું કેવાયસી પૂર્ણ કરવું પડશે. PNBએ સત્તાવાર રીતે ગ્રાહકોને તેમના એકાઉન્ટને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરવા જણાવ્યું છે નહીત્તમર તમારું બેંક એકાઉન્ટ ફ્રી થઇ જશે.

Advertisment

તમને જણાવી દઈએ કે, પીએનબી એ આ પગલું કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યું છે.

પીએનબી કેવાયસી અપડેટ (PNB KYC Update)

પંજાબ નેશનલ બેંકે 7 ડિસેમ્બરે એક પ્રેસ રિલીઝ જારી કરી હતી. આ અખબારી યાદીમાં, બેંકે તેના ગ્રાહકોને શક્ય તેટલી વહેલી તકે તેમની કેવયાસી (નો યોર કસ્ટમર) વિગતો અપડેટ કરવા જણાવ્યું છે. જો કેવાયસી અપડેટ કરવામાં નહીં આવે તો તેમનું એકાઉન્ટ બંધ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે બેંકે કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 18 ડિસેમ્બર 2023 નક્કી કરી છે.

કેવાયસી અપડેટ કેવી રીતે કરાવવું? (How To KYC Updation)

પંજાબ નેશનલ બેંકે જણાવ્યું કે, RBIની માર્ગદર્શિકા મુજબ, તમામ ગ્રાહકો માટે KY અપડેટ કરવું ફરજિયાત છે. જો તમે 30મી સપ્ટેમ્બર 2023 સુધીમાં તમારા એકાઉન્ટનું KYC કર્યું નથી, તો તમારે 18મી ડિસેમ્બર 2023 સુધીમાં તમારી વિગતો અપડેટ કરવી જોઈએ. એકાઉન્ટ KYC પ્રક્રિયા PNB One/Internet Banking Service (IBS)/રજિસ્ટર્ડ ઈ-મેલ/પોસ્ટ દ્વારા પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત, જો બેંક ગ્રાહકો ઈચ્છે તો, તેઓ PNBની બ્રાન્ચમાં જઈને KYC અપડેટ પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકે છે. જો તમારું એકાઉન્ટ અપડેટ નહીં થાય તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે.

Advertisment

Important Announcement!

Please take a note!#Announcement#KYC#PNB#Digital#Bankingpic.twitter.com/g0C3sRGEGs

— Punjab National Bank (@pnbindia) December 5, 2023

આ પણ વાંચો | રિઝર્વ બેંકે UPI ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી; હવે OTP વગર પણ 1 લાખ સુધીનું ઓટો ડેબિટ થઇ શકશે

કેવાયસી અપડેટ માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઇશે? (Bank KYC Documents)

પંજાબ નેશનલ બેંકે કહ્યું છે કે ગ્રાહકોએ કેવાયસી માટે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ખાતાધારકનો લેટેસ્ટ ફોટો, પાન કાર્ડ અને મોબાઈલ નંબરની વિગતો આપવી પડશે.

બેંક આરબીઆઇ બિઝનેસ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!