Poco C71 Launched : પોકોએ વચન મુજબ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન પોકો સી71 ભારતમાં લોન્ચ કર્યો છે. પોકોનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન 7000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આવે છે અને તેમાં દમદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે સસ્તા પોકો સી71 સ્માર્ટફોનમાં મોંઘા આઇફોન 16 જેવી ડિઝાઇન મળે છે. પોકોના લેટેસ્ટ ફોનમાં 5200mAhની બેટરી, 12GB સુધીની ડાયનેમિક રેમ અને 32MP ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જાણો પોકોના આ હેન્ડસેટમાં શું છે ખાસ? કિંમત અને ફિચર્સ સંબંધિત તમામ માહિતી.
પોકો સી71 કિંમત, ઓફર્સ
પોકો સી71ના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,499 રૂપિયા અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7,499 રૂપિયા રાખવામાં આવી છે. એક્સક્લૂઝિવ એરટેલ ઓફર હેઠળ આ ફોનને 5,999માં ખરીદી શકાય છે. જ્યારે 10 એપ્રિલે બપોરે 12 વાગ્યે લાઈવ થવા પર એરટેલ યૂઝર્સને આ ખાસ ફાયદો મળશે . નવો ફોન ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
પોકો C71 ફિચર્સ
પોકો સી71 સ્માર્ટફોનમાં 6.88 ઇંચની એચડી + ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. અલ્ટ્રા-સ્મૂધ અને અલ્ટ્રા-સેફ સ્ક્રીન TÜV રેઈનલેન્ડ ટ્રિપલ સર્ટિફાઇડ આઇ પ્રોટેક્શન સાથે આવે છે. વેટ ટચ ડિસ્પ્લે સાથે યૂઝર્સ આ ફોનનો ઉપયોગ હળવા વરસાદ અથવા ભીના હાથથી પણ કરી શકે છે. આકર્ષક અને સ્ટાઇલિશ ડિઝાઇનવાળા આ હેન્ડસેટની મોટાઇ માત્ર 8.26 એમએમ છે. આ ફોન આઇફોન 16 જેવો લુક આપે છે. પોકોનો આ ફોન ગોલ્ડ, બ્લૂ અને બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો – 5000mAh ની મોટી બેટરી, 64MP કેમેરાવાળો ઇન્ડિયન સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત
ફોનને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પોકો સી71માં સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ જેવા કે બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ વગેરે ઉપલબ્ધ છે.
પોકો સી71 સ્માર્ટફોનમાં 12જીબી સુધીની ડાયનેમિક રેમ ફીચર આપવામાં આવી છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 15 છે. સીમલેસ મલ્ટિટાસ્કિંગ માટે પોકોનો સસ્તો ફોન 6 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સનું વચન આપે છે. ફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
5200mAhની વિશાળ બેટરી
પોકો સી 71ને પાવર આપવા માટે 5200mAhની વિશાળ બેટરી છે જે 15 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન IP52 સ્પ્લેશ અને ડસ્ટ રેઝિસ્ટન્સ ફીચર સાથે આવે છે.





