/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Poco-C75-Launched.jpeg)
Poco C75 Launched: પોકો સી75 સ્માર્ટફોન બ્લેક, ગોલ્ડ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે. (Photo: @POCOGlobal)
Poco C75 Launched: પોકો સી75 સ્માર્ટફોન લોન્ચ થયો છે. પોકોનો લેટેસ્ટ સ્માર્ટફોન Redmi 14Cનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતો. નવા પોકો સી 75માં મોટાભાગના સ્પેસિફિકેશન્સ રેડમી 14સી જેવા જ છે. પોકોનો આ ફોન 5160mAh બેટરી સાથે આવે છે અને એન્ડ્રોઇડ 14 બેઝ્ડ શાઓમીના HyperOS પર ચાલે છે. ચાલો પોકો સી75 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણીયે.
Poco C75 Price : પોકો C75 કિંમત
પોકો સી75 સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 109 ડોલર (લગભગ 9170 રૂપિયા) છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 129 ડોલર (લગભગ 10900 રૂપિયા) રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન બ્લેક, ગોલ્ડ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.
Poco C75 Specifications : પોકો સી75 સ્પેસિફિકેશન્સ
પોકો સી75 એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડ 14 બેઝ્ડ HyperOS પર ચાલે છે. પોકોના આ ફોનમાં 6.88 ઇંચની એચડી + (720×1,640 પિક્સલ) એલસીડી સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનની પીક બ્રાઈટનેસ 600 નિટ્સ છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલિયો જી81 અલ્ટ્રા ચિપસેટ છે. આ ડિવાઇસમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે.
પોકો સી75માં એપર્ચર એફ/ 1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં સહાયક લેન્સ પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં અપર્ચર એફ / 2.0 સાથે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
પોકો સ્માર્ટફોનને પાવર આપવા માટે 5160mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 18W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન સાથે કંપનીએ બોક્સમાં ચાર્જર આપ્યું નથી. આ ડિવાઇસનું ડાયમેન્શન 171.88×77.8×8.22 એમએમ છે અને તેનું વજન 204 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4જી એલટીઇ, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ, એનએફસી અને 3.5 એમએમ હેડફોન જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સેલેરોમીટર, ઇ-હોકાયંત્ર અને વર્ચ્યુઅલ પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us