POCO c85 5g India Launch : Xiaomiની સબ-બ્રાન્ડ Pocoએ ભારતમાં તેનો લેટેસ્ટ પોકો સી સિરીઝ સ્માર્ટફોન (Poco C85 5G) લોન્ચ કર્યો છે. પોકો સી 85 5જી કંપનીનો નવો ફોન છે. જેમા 6.9 ઇંચની મોટી એચડી + ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 6000 સિરીઝ ચિપસેટ અને મોટી 6000 એમએએચ બેટરી જેવા ફીચર્સ છે. ટેક કંપનીનો દાવો છે કે ફોનમાં 106 કલાક સુધીનો મ્યુઝિક પ્લેબેક ટાઇમ મળશે. નવો પોકો સ્માર્ટફોન ખરીદવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. ચાલો અમે તમને નવા પોકો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સાથે સંબંધિત દરેક વિગતો જણાવીએ છીએ.
Poco C85 5G Price : પોકો સી85 5જી કિંમત
પોકો સી85 5જી ફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા છે. 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,499 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,499 રૂપિયા રાખવામાં આવી છે. લોન્ચ ઓફર હેઠળ, કંપની આ ત્રણેય વેરિઅન્ટને અનુક્રમે 10,999 રૂપિયા, 11,999 રૂપિયા અને 13,499 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવી રહી છે. આ હેન્ડસેટ પર એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હેઠળ 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
ફ્લિપકાર્ટ પર આ હેન્ડસેટનું વેચાણ 16 ડિસેમ્બરથી શરૂ થશે. પોકો C85 5G સ્માર્ટફોન મિસ્ટિક પર્પલ, સ્પ્રિંગ ગ્રીન અને પાવર બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
Poco C85 5G Specifications : પોકો સી85 5જી સ્પેસિફિકેશન
પોકો સી 85 5જી સ્માર્ટફોનમાં 6.9 ઇંચની ફ્લેટ એચડી + (720×1,600 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન પીક બ્રાઇટનેસ 810 નિટ્સ સુધી છે. ડિસ્પ્લે TÜV Rheinland Low Blue Light, Flicker-Free અને Circadian Friendly સર્ટિફિકેશન સાથે આવે છે.
પોકોનો આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝડ HyperOS 2.2 સાથે આવે છે. કંપનીએ ડિવાઇસમાં બે એન્ડ્રોઇડ અપગ્રેડ અને ચાર વર્ષના સિક્યોરિટી અપડેટ્સનું વચન આપ્યું છે. ફોને વોટર પ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP64 રેટિંગ મેળવ્યું છે.
પોકોના આ હેન્ડસેટમાં ઓક્ટા-કોર 6nm મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ અને માલી-જી57 એમસી2 જીપીયુ છે. પોકો સી 85 સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.
ફોટોગ્રાફી માટે, પોકો સી 85 5જી ફોનમાં એપરચર એફ / 1.8 સાથે 50 એમપી પ્રાઇમરી કેમેરા અને ક્યુવીજીએ કેમેરા સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, ઇ-કંપાસ અને એક્સિલેરોમીટર છે. ફોનમાં સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો | OMG! માત્ર 10000 માં 5G સ્માર્ટફોન; જુઓ રેડમી, સેમસંગ, Poco અને Lava ના બજેટ મોબાઇલ ફોન
પોકો સી 85 5જી ફોનને પાવર આપવા માટે, એક મોટી 6000mAh બેટરી આપવામાં આવી છે જે 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી 10W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે, ફોનમાં 5 જી, 4 જી એલટીઇ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.4, 3.5 એમએમ ઓડિયો જેક અને યુએસ ટાઇપ-સી પોર્ટ, જીપીએસ જેવા ફીચર્સ છે. આ ડિવાઇસનું માપ 173.16×81.07×7.9 એમએમ છે અને તેનું વજન 211 ગ્રામ છે.





