Poco F7 5G Price in India: પોકોએ ભારત સહિત વૈશ્વિક બજારોમાં તેના F-Series ના નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Poco F7 5G માં Snapdragon 8s Gen 4 ચિપસેટ, 50MP પ્રાઇમરી Sony IMX882 સેન્સર, 20 મેગાપિક્સલ સેલ્ફી સેન્સર જેવા ફીચર્સ છે. Poco F7 5G ના ભારતીય વેરિઅન્ટમાં મોટી 7550mAh બેટરી છે અને ગ્લોબલ વેરિઅન્ટમાં મોટી 6500mAh બેટરી છે. નવીનતમ Poco સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો.
Poco F7 5G કિંમત
Poco F7 5G સ્માર્ટફોન 12 GB RAM અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે. 12 GB RAM અને 512 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 33,999 રૂપિયા છે. આ હેન્ડસેટ 1 જુલાઈથી ફ્લિપકાર્ટ પરથી દેશમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફોન સાયબર સિલ્વર એડિશન, ફ્રોસ્ટ વ્હાઇટ અને ફેન્ટમ બ્લેક કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Poco F7 5G સ્પેશિફિકેશન
Poco F7 5G માં 6.82 ઇંચ 1.5K (1,280×2,772 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 120 Hz છે. ડિસ્પ્લે 3200 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે. સ્ક્રીન HDR10+ ને સપોર્ટ કરે છે અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન આપે છે. હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 8s Gen 4 પ્રોસેસર, 12GB સુધીની RAM અને 512GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
આ Poco સ્માર્ટફોનને પાવર આપવા માટે, 7550mAh ની મોટી બેટરી આપવામાં આવી છે જે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 22.5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. હેન્ડસેટ IP66+IP68+IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ મેળવે છે.
Poco F7 5G સ્માર્ટફોન Android 15 આધારિત HyperOS 2.0 સાથે આવે છે. આ ડિવાઇસમાં 4 વર્ષ માટે OS અપગ્રેડ અને 6 વર્ષ માટે સુરક્ષા અપગ્રેડ મળવાનો દાવો કરવામાં આવે છે. Google Gemini અને Circle to Search જેવા AI ફીચર્સ ઉપરાંત, ફોનમાં AI Notes, AI ઇન્ટરપ્રીટર, AI ઇમેજ એન્હાન્સમેન્ટ, AI ઇમેજ એક્સપાન્શન પણ છે.
કેમેરાની વાત કરીએ તો Poco F7 5G સ્માર્ટફોનમાં 50-મેગાપિક્સલનો Sony IMX882 પ્રાઇમરી રીઅર સેન્સર, 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 20-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર સિસ્ટમ છે.
આ પણ વાંચોઃ- Oppo K13x 5G : 15000 થી ઓછી કિંમતે લોન્ચ થયો ઓપ્પોનો નવો સ્માર્ટફોન, જાણો શું છે ખાસ
ફોનમાં એલ્યુમિનિયમ મિડલ ફ્રેમ અને ગ્લાસ બેક પેનલ છે. કનેક્ટિવિટી માટે 5G, 4G, Wi-Fi 7, બ્લૂટૂથ 6.0, GPS, NFC અને USB ટાઇપ-C પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસનું વજન 222 ગ્રામ છે અને જાડાઈ 7.98mm છે.