Poco M7 5G Launched: પોકોએ સોમવારે ભારતમાં પોતાનો લેટેસ્ટ એમ-સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા પોકો એમ 7 5જી સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 4 જેન 2 પ્રોસેસર, 5160mAhની મોટી બેટરી, 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. આ પહેલા કંપનીએ ડિસેમ્બર 2024માં આ જ સીરીઝના પોકો એમ7 પ્રો 5જી વેરિએન્ટ લોન્ચ કર્યો હતો. અમે તમને નવા પોકો એમ 7 5જીની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવી રહ્યા છીએ.
ભારતમાં પોકો એમ7 5G કિંમત
પોકો એમ 7 5જીના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. જ્યાકે 8 જીબી વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે સેલના પહેલા દિવસે એટલે કે 7 માર્ચે જ પોકો એમ7 5જી આ કિંમતે ખરીદી શકાશે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર આ ડિવાઈસનું વેચાણ 7 માર્ચ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ફોનને મિન્ટ ગ્રીન, ઓશન બ્લૂ અને સાટિન બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
પોકો એમ7 5G ફિચર્સ
પોકો એમ7 5જીમાં 6.88 ઇંચની એચડી+ (720 x 1,640 પિક્સલ) ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. સ્ક્રીન 600 નીટ્સ સુધી પીક બ્રાઇટનેસ લેવલ સાથે આવે છે. સ્ક્રીન ફ્લિકર ફ્રી અને સર્કાડિયન સર્ટિફિકેશન ઓફર કરે છે. આ ડિવાઇસમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 4 જેન 2 ચિપસેટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. પોકોનો આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત હાઇપરઓએસ સાથે આવે છે.
પોકો એમ 7 5જી માં 50 એમપી સોની આઇએમએક્સ 852 પ્રાઇમરી ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં સેકન્ડરી સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ પોકો સ્માર્ટફોનમાં રિયર અને ફ્રન્ટ કેમેરા 30એફપીએસ પર 1080 પિક્સલ વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો – બોસ નહીં, AI નક્કી કરશે તમારો પગાર વધશે કે નહીં? જાણો શું કહે છે રિપોર્ટ
પોકો એમ 7 5જીને પાવર આપવા માટે 5160એમએએચની મોટી બેટરી છે જે 18W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન બોક્સમાં 33W કેપેસિટી ચાર્જર સાથે આવે છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ, ગ્લોનાસ અને 3.5 એમએમ ઓડિયો જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ સામેલ છે. સુરક્ષા માટે હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ માટે ફોનમાં IP52 રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફોનનું ડાયમેંશન ત 171.88×77.8×8.22mm છે અને તેનું વજન 205.39 ગ્રામ છે.





