Portable AC Cooler : ઉનાળાની કાળઝાળ ગરમીની મોસમ આવી ગઈ છે. સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, આ જ કારણ છે કે લોકોને માત્ર બહાર જ નહીં પરંતુ ઘર, દુકાનો અને ઓફિસોમાં પણ પરસેવો થઇ રહ્યો છે. જો તમે પણ ગરમીથી બચવા માટે કૂલર, પંખા અને એસી ખરીદવા માંગો છો પરંતુ બજેટ નથી તો ટેન્શનની વાત નથી. બજારમાં આવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જે પોષણક્ષમ ભાવમાં આવે છે.
આજે અમે તમને ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પર ઉપલબ્ધ એક એવા જ ડિવાઇસ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કૂલર ફેન એક એવું એર કન્ડીશનર છે જે કદમાં ખૂબ જ નાનું હોય છે અને તે વોટર કૂલર, મિની એસી, હ્યુમિડિફાયર તરીકે પણ કામ કરે છે. આવો તમને જણાવીએ મલ્ટી ફિચર્સવાળા આ મિની એસીની કિંમત અને ફિચર્સ વિશે.
કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કુલર ફેન કિંમત
પોર્ટેબલ એસી મીની કુલર ફેનની કિંમત ખૂબ જ પોષાય તેવી છે. તે એમેઝોન ઇન્ડિયા પર 1,499 રૂપિયામાં લિસ્ટેડ છે. અને જો તમે એક સાથે પૈસા આપવા નથી માંગતા તો માત્ર 136 રૂપિયાના ઈએમઆઈ પર 12 મહિના માટે ખરીદી શકો છો.
કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કુલર ફેનનો ઉપયોગ સરળ છે
કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કૂલ ફેનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તે રાત્રે તમારા શરીરને ઠંડુ રાખવા અને સારી ઉંઘ માટે કલાકો સુધી ઠંડા પાણીનો વરસાદ કરી શકે છે. તે ખૂબ જ લાઇટવેટ પંખો છે અને તે એકદમ અનુકૂળ છે.
આ પણ વાંચો – સુઝુકી વી-સ્ટ્રોમ 800DE ભારતમાં લોન્ચ, શરૂઆતી કિંમત 10.30 લાખ રૂપિયા
એમેઝોન પર આપવામાં આવેલી જાણકારી અનુસાર પરંપરાગત એર કંડીશનરની તુલનામાં આ ઉનાળામાં 90 ટકા સુધી વીજળીની બચત કરી શકે છે. આ એર કંડીશનરમાં પાણી ભરવામાં આવે છે અને તેમાં કોઇ હાનિકારક કેમિકલ્સ નથી. જો તમે ઇચ્છો તો તમારા પરિવાર અને મિત્રોને પણ ભેટ આપી શકો છો.
પોર્ટેબલ એસી મિની કૂલર ફેનને હાઇ, મીડિયમ અને લો સ્પીડ પર ચલાવી શકો છો
આ પોર્ટેબલ એરકન્ડિશનરમાં તમે કુદરતી પાણીથી ઠંડી હવા મેળવી શકો છો. આ મોડેલ સાથેની મિની એર કન્ડિશનિંગમાં પવનની ગતિ માટે 3 મોડ્સ છે. તમે કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કૂલર ફેનને હાઇ, મીડિયમ અને લો સ્પીડ પર ચલાવી શકો છો. આ કલરફુલ મિની એર કંડીશનરમાં સોફ્ટ એલઈડી લાઈટ્સ આપવામાં આવી છે.
સૌથી ખાસ વાત એ છે કે આ મિની એર કુલર અને પોર્ટેબલ એસીને ત્રણ પાવર સપ્લાય મેડલ મળે છે. તેમાં મળતા યુએસબી પોર્ટથી મોબાઇલ ડિવાઇસ ઉપરાંત લેપટોપને પણ ચાર્જ કરી શકાય છે.





