ટેક્સ બચાવવા આ 5 પોસ્ટ બચત યોજનામાં ભૂલથી રોકાણ કરવું નહીં, સેક્શન 80સી હેઠળ કર લાભ નહીં મળે

Post Office Small Savings Scheme Investment Tips : ટેક્સ સેવિંગ માટે પોસ્ટ ઓફિસ બચત યોજનામાં રોકાણ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. અમુક નાની બચત યોજના સુરક્ષિત અને આકર્ષક વળતર આપે છે પરંતુ તેમાં કલર 80સી હેઠળ ટેક્સ બેનેફિટ મળતું નથી.

Post Office Small Savings Scheme Investment Tips : ટેક્સ સેવિંગ માટે પોસ્ટ ઓફિસ બચત યોજનામાં રોકાણ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. અમુક નાની બચત યોજના સુરક્ષિત અને આકર્ષક વળતર આપે છે પરંતુ તેમાં કલર 80સી હેઠળ ટેક્સ બેનેફિટ મળતું નથી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
saving scheme tips | tax saving options tips as | post office saving scheme | post saving scheme interest rate | section 80c | tax benefit saving scheme

પોસ્ટ ઓફિસની અમુક નાની બચત યોજનામાં કલમ 80સી હેઠળ ટેક્સ બેનેફિટ મળતું નથી. (Photo - ieGujarati)

Post Office Small Savings Scheme Investment Tips : ટેક્સ સિઝન ચાલી રહી છે અને ઘણા લોકો 31 માર્ચ પહેલા રોકાણ માટે ટેક્સ સેવિંગ્સ સ્કીમ્સ શોધી રહ્યા હશે. જ્યારે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ કર લાભની વાત આવે છે, ત્યારે ઘણા લોકોનું ધ્યાન નાની બચત યોજના તરફ જાય છે. આ માટે, પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓ પ્રથમ વિકલ્પ બની જાય છે.

Advertisment

અલબત્ત, એક વાતનું ધ્યાન રાખો કે. પોસ્ટ ઓફિસની અમુક લોકપ્રિય બચત યોજનાઓ છે જેમાં સુરક્ષિત છે અને આકર્ષક વળતર મળે છે, પરંતુ તેમાં રોકાણ કરવાથી કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ મળતો નથી . એટલે કે, પોસ્ટ ઓફિસમાં કરવામાં આવેલ તમામ રોકાણ કરમુક્ત નથી. અમે તમને આવી જ 5 સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ.

savings | saving Scheme | ppf | nps | ssy | Public Provident Fund | Sukanya Samriddhi Yojana | National Pension System | tax free saving scheme | small savings scheme interest rate
નાની બચત યોજનામાં રોકાણ કરવાથી ટેક્સ બચાવવામાં મદદ મળે છે. (Photo - freepik)

રિકરિંગ ડિપોઝિટ (RD)

વ્યાજદર : 6.7 ટકા વાર્ષિક
મહત્તમ રોકાણ : કોઇ મર્યાદા નથી
મિનિમમ રોકાણ : 100 રૂપિયા માસિક
મેચ્યોરિટી : 5 વર્ષ, જેને 5 વર્ષ માટે લંબાવી શકાય છે.
કર લાભ : નથી

Advertisment

રિકરિંગ ડિપોઝિટ સ્કિમમાં કરેલા રોકાણ થી મળનાર વ્યાજ આવક 40000 રૂપિયાથી વધારે છે તો 10 ટકા ટીડીએસ ચૂકવવો પડે છે. સિનિયર સિટીઝન માટે આ મર્યાદા 50000 રૂપિયા છે.

કિસાન વિકાસ પત્ર (KVP)

વ્યાજ દર : 7.5 ટકા વાર્ષિક
પરિપક્વતા : 115 મહિના
મહત્તમ થાપણ : કોઈ મર્યાદા નથી
લઘુત્તમ થાપણ : 1000
ટેક્સ બેનેફિટ : નથી

કિસાસ વિકાસપત્ર યોજના પૈસા બમણા કરવાની ખાતરી આપવામાં આવે છે. અહીં તમારું રોકાણ 115 મહિનામાં બમણું થઈ જાય છે.

માસિક આવક યોજના (MIS)

વ્યાજ દર : 7.4 ટકા વાર્ષિક
પરિપક્વતા : 5 વર્ષ, ત્યારબાદ તે સમયે 5 વર્ષ માટે નવું ખાતું ખોલી શકાય છે
મહત્તમ થાપણ : 9 લાખ રૂપિયા સિંગલ એકાઉન્ટ, 15 લાખ રૂપિયા જોઇન્ટ એકાઉન્ટ
કર લાભ : નથી

મંથલી ઈન્કમ સ્કીમ એવા લોકો માટે વધુ સારી છે કે જેઓ દર મહિને તેમના પૈસા એકસાથે જમા કરીને આવક ઈચ્છે છે. તેમાં જમા થયેલી રકમ પર વાર્ષિક વ્યાજને 12 ભાગમાં વહેંચવામાં આવે છે અને પછી 12મો હિસ્સો દર મહિને ખાતામાં જમા કરી શકાય છે. પાકતી મુદત પછી, બધા પૈસા પરત કરવામાં આવે છે અને પછી નવું ખાતું ખોલી શકાય છે.

Tax Saving Tips, Tax Saving Investment Options, Income Tax Act, Section 80C deduction
Tax Saving : કરદાતા આવકવેરા કાયદાની કલમ 80સી વડે કર બચત કરી શકે છે. (Photo - Freepik)

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, 2023

વ્યાજ દર : 7.5 ટકા વાર્ષિક
પરિપક્વતા : 2 વર્ષ
મહત્તમ થાપણ : કોઈ મર્યાદા નથી
ન્યૂનતમ થાપણ : 1000 રૂપિયા
કર લાભ : નથી

ટાઈમ ડિપોઝિટ (5 વર્ષના ટીડી સિવાય)

1 વર્ષની સ્કીમ પર વ્યાજ : 6.9 ટકા વાર્ષિક
2 વર્ષની સ્કીમ પર વ્યાજ : 7.0 ટકા વાર્ષિક
3 વર્ષની સ્કીમ પર વ્યાજ : 7.1 ટકા વાર્ષિક
મહત્તમ થાપણ : કોઈ મર્યાદા નથી
ન્યૂનતમ થાપણ : 1000 રૂપિયા

આ પણ વાંચો | છેલ્લી ઘડીએ ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરવું? ટેક્સ સેવિંગ અને વળતર માટે અહીં કરો રોકાણ

ર લાભ : 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમ પર કોઈ કર લાભ ઉપલબ્ધ નથી. જો કે, 5 વર્ષની સ્કીમ પર જે વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપે છે, તેમાં 80C હેઠળ ટેક્સ મુક્તિ ઉપલબ્ધ છે.

ટેક્સ બિઝનેસ Investment