Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

PPF Rules: પીપીએફ માટે નવા નિયમ જાહેર, 1 થી વધુ પીપીએફ એકાઉન્ટ ખોલાવનારને થશે નુકસાન

Public Provident Fund Rules: પીપીએફ એકાઉન્ટ પર 1 ઓક્ટોબરથી નવા નિયમ લાગુ થશે. સગીર વ્યક્તિ, એનઆરઆઈ અને 1 થી વધુ પીપીએફ એકાઉન્ટ ધરારનાર વ્યક્તિને નુકસાન થશે.

Written byAjay Saroya

Public Provident Fund Rules: પીપીએફ એકાઉન્ટ પર 1 ઓક્ટોબરથી નવા નિયમ લાગુ થશે. સગીર વ્યક્તિ, એનઆરઆઈ અને 1 થી વધુ પીપીએફ એકાઉન્ટ ધરારનાર વ્યક્તિને નુકસાન થશે.

author-image
Ajay Saroya
04 Sep 2024 11:14 IST
પર અપડેટ કર્યું 04 Sep 2024 11:14 IST

Follow Us

New Update
New Rule From October 2024: આધાર, ક્રેડિટ કાર્ડ, PPF થી લઇ શેર ટ્રેડિંગ સહિત, 1 ઓક્ટોબરથી નિયમમાં થશે મોટા ફેરફાર

PPF Rules: પીપીએફ એકાઉન્ટ માટે નવા નિયમ 1 ઓકટોબરથી લાગુ થશે. (Photo: Canva)

Public Provident Fund Rules: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પીપીએફના નવા નિયમ 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. સગીરના નામે ખોલવામાં આવેલા પીપીએફ એકાઉન્ટ, એક થી વધારે પીપીએફ એકાઉન્ટ અને એનઆરઇ સાથે જોડાયેલા પીપીએફ એકાઉન્ટ તેના દાયરામાં આવી જશે. સરકારે પાછલા મહિને પીપીએફ ખાતાના નિયમમાં ફેરફારનો પરિપત્ર જાહેર કર્યો હતો. પીપીએફ એકાઉન્ટના નવા નિયમ તમને કેવી રીતે અસર કરશે ચાલો જાણીયે

Advertisment

સગીર 18 વર્ષનો થતા પીપીએફ વ્યાજદર લાગુ થશે

સરકારે જણાવ્યું કે, સગીર વ્યક્તિના નામથી ખોલવામાં આવેલા પીપીએફ એકાઉન્ટમાં જમા પૈસા પર ત્યાં સુધી પોસ્ટ ઓફિસની બચત યોજના જેટલું વ્યાજદર મળશે જ્યાં સુધી સગીર 18 વર્ષનો ન થાય. ત્યારબાદ આ ખાતા પર પીપીએફ એકાઉન્ટ મુજબ વ્યાજદર મળશે. આ પીપીએફ એકાઉન્ટના મેચ્યોરિટી પીરિયડની ગણતરી સગીર ખાતાધારકના પુખ્ત થવાની તારીખથી થશે. ઘણા લોકો પોતાના નાના બાળકોના નામ પર પીપીએફ એકાઉન્ટ ખોલાવે છે.

NRI વ્યક્તિના પીપીએફ એકાઉન્ટ પર કોઇ વ્યાજ નહીં (PPF Interest Rate Rules For NRI)

સરકારે એનઆરઆઈ વ્યક્તિના પીપીએફ એકાઉન્ટ માટે નવા નિયમ જાહર કર્યા છે. હાલ એનઆરઆઈના એવા પીપીએફ એકાઉન્ટ જેમાં રહેઠાંણની વિગત જરૂરી નથી, તેમા પોસ્ટ ઓફિસના બચત ખાતા જેટલું વ્યાજ મળે છે. હવે આ વ્યાજ 30 સપ્ટેમ્બર 2024 સુધી મળશે. ત્યારબાદ આવા પીપીએફ એકાઉન્ટ પર વ્યાજદર ઘટીને શૂન્ય થઇ જશે. આથી એનઆરઆઈ ને 1 ઓક્ટોબરથી નવા નિયમ લાગુ થવાની પહેલા પોતાના પીપીએફ એકાઉન્ટ વિશે સમગ્ર જાણકારી મેળવી લેવી જોઇએ.

Advertisment

આ પણ વાંચો | તમે UPI પેમેન્ટ કરશો અને પૈસા કપાશે બીજા વ્યક્તિના બેંક એકાઉન્ટ માંથી, જાણો શું છે યુપીઆઈ સર્કલ ફીચર

માત્ર પ્રાયમરી એકાઉન્ટ પર પીપીએફ વ્યાજદર લાગુ થશે (PPF Interest Rate Rules)

જો એક વ્યક્તિએ એક થી વધુ પીપીએફ એકાઉન્ટ ખોલાવ્યા છે, તો તેના પ્રાયમરી એકાઉન્ટમાં પીપીએફના વ્યાજદર લાગુ થશે. આ વ્યાજદર વાર્ષિક રોકાણ મર્યાદાની મહત્તમ રકમ પર મળશે. વાર્ષિક રોકાણની મહત્તમ મર્યાદા કરતા વધુ રકમ પર વ્યાજ મળશે. આ વધારાની રકમ શૂન્ય વ્યાજદર સાથે રોકાણકારને પરત આપવામાં આવશે. બીજા પીપીએફ એકાઉન્ટના બેલેન્સને પ્રાયમરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Investment બિઝનેસ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!