PM Awas Yojana | PM આવાસ યોજના 2024 : ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? કયા ડોક્યુમેન્ટ જોઈશે? સ્ટેપ બાય સ્ટેપ માહિતી

Pradhan Mantri Awas Yojana Online Application and Documents : પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 (PMAY 2024) હેઠળ તમારે મકાન લેવું હોય તો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો, કયા ડોક્યુંમેન્ટ જોઈશે તે પણ જોઈ લો.

Written by Kiran Mehta
Updated : June 13, 2024 17:24 IST
PM Awas Yojana | PM આવાસ યોજના 2024 : ઓનલાઇન અરજી  કેવી રીતે કરવી? કયા ડોક્યુમેન્ટ જોઈશે? સ્ટેપ બાય સ્ટેપ માહિતી
પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મ ભરવાની વિગત (ફોટો - એક્સપ્રેસ)

PM Awas Yojana Online Form 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના 2015માં મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. PMAY ની શરૂઆત સમાજના તમામ વર્ગોને પોસાય તેવા ભાવે મકાનો આપવા માટે કરવામાં આવી હતી. દેશમાં હાલમાં શહેરી અને ગ્રામીણ એમ બે પ્રકારની પીએમ આવાસ યોજના ચાલી રહી છે. હાલમાં જ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજનાને લગતી કેટલીક મોટી જાહેરાતો કરી હતી.

3 કરોડ ઘરોમાંથી 2 કરોડ ઘરો પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બનાવવામાં આવશે, જ્યારે એક કરોડ ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ 2024 ઓનલાઈન અને ઓફલાઈન ભરી શકાય છે. પીએમ આવાસ યોજના માટે અરજી PMAY (pmaymis.gov.in) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને કરી શકાય છે. જો તમે પણ PMAY હેઠળ ઘર ખરીદવા માંગો છો, તો આજે અમે તમને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અને નોંધણી કરવાની સંપૂર્ણ રીત જણાવીશું…

પ્રધાનમંત્રી આવાસ યોજના : pmaymis.gov.in પર કેવી રીતે અરજી કરવી

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવા માટે, નીચે આપેલા પગલાં અનુસરો

સ્ટેપ 1: પ્રથમ PMAY વેબસાઇટ pmayis.gov.in પર લોગિન કરો

સ્ટેપ 2: આ પછી નાગરિક મૂલ્યાંકન (Citizen Assessment) વિકલ્પ પસંદ કરો અને પછી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે અથવા અન્ય 3 વિકલ્પો હેઠળ લાભ પર ટેપ કરો.

સ્ટેપ 3: હવે આધાર કાર્ડની વિગતો દાખલ કરો અને ચેક પર ક્લિક કરો.

સ્ટેપ 4: આ પછી તમને બીજા પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તમારે બધી વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે.

સ્ટેપ 5: તમારે નામ, સંપર્ક નંબર, અન્ય વ્યક્તિગત વિગતો, બેંક ખાતાની વિગતો જેવી વિગતો ભરવાની રહેશે.

સ્ટેપ 6: બધી વિગતો ભર્યા પછી, નીચે સ્ક્રોલ કરો અને પછી Captch દાખલ કરો. આ પછી સેવ બટન પર ક્લિક કરો.

આ સ્ટેપ પૂર્ણ કર્યા પછી તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ થશે.

નોંધ: જો તમને લાગે કે તમે કોઈ ખોટી માહિતી ભરી છે તો તમે તમારી અરજી અને આધાર નંબરનો ઉપયોગ કરીને ફોર્મમાં સુધારો કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે અરજી ફોર્મ ભર્યા પછી પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.

પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો

પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજોની જરૂર રહેશે?

  • ઓળખનો પુરાવો – પાન કાર્ડ/આધાર કાર્ડ/મતદાર આઈડી કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સની અસલ અને ફોટોકોપી
  • જો અરજદાર લઘુમતી સમુદાયનો હોય તો તેના પુરાવા રજૂ કરવાના રહેશે.
  • રાષ્ટ્રીયતાનો પુરાવો સબમિટ કરવો જરૂરી છે. પાસપોર્ટ આપી શકાય છે.
  • આર્થિક રીતે નબળા વિભાગનું પ્રમાણપત્ર અથવા ઓછી આવક જૂથનું પ્રમાણપત્ર પ્રદાન કરવું જોઈએ
  • પગાર સ્લિપ
  • IT રિટર્ન વિગતો
  • મિલકત મૂલ્યાંકન પ્રમાણપત્ર
  • બેંક વિગતો અને ખાતાની વિગતો
  • અરજદાર પાસે કાયમી મકાન ન હોવાનો પુરાવો
  • અરજદાર યોજના હેઠળ મકાન બાંધી રહ્યો હોવાનો પુરાવો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ