Pradhan Mantri Suryoday Yojna 2024: પ્રધાનમંત્રી સર્વોદય યોજના દેશને વીજળી ક્ષેત્ર આત્મનિર્ભર બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. બજેચ 2024 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ યોજના હેઠળ લોકોના ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. તેનો લાભ તેમને મળશે.
પીએમ સર્વોદય યોજનાનો લાભ કોને મળશે?
નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ 2024 ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનાર પરિવારો વાર્ષિક 15,000 થી 18,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે. સંસંદમાં ઇન્ટરિમ બજેટ 2024 રજૂ કર્યા બાદ ઉર્જા મંત્રી આર કે, સિંહે કહ્યું કે, પ્રધાનમંત્રી સર્વોદય યોજના માટે એક કરોડ પરિવારોની ઓળખ કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકાર 2014થી ‘નેશનલ રૂફટોપ સ્કીમ’ ચલાવી રહી છે. ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની પણ ઘોષણા કરી હતી. જેમાં 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવશે. જો તમારા ઘરનું વીજળીનું બિલ દર મહિને રૂ. 2,500 થી રૂ. 3,000 સુધી આવે છે, તો તે ઘટીને રૂ. 8 પ્રતિ દિવસ એટલે કે રૂ. 240 પ્રતિ મહિને થઇ શકે છે.
સંસદમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યાના એક દિવસ બાદ ઉર્જા મંત્રીએ જણાવ્યુ હતુ કે, જે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મળ્યો છે. તેમના વિશે પણ અમે વિચાર કરીશું. મંત્રીએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત અમે એવા ઘરોની પણ ઓળખ કરીશું જે 300 યુનિટ સુધી વીજળી વાપરે છે. આ યોજના એવી રીતે બનાવવામાં આવી રહી છે કે આ લોકોને સોલાર સિસ્ટમ લગાવવા માટે કોઈ પૈસા ચૂકવવા નહીં પડે. આ યોજનાને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવા માટે સરકારે 8 કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપનીઓ (CPSUs)ની નિમણૂક કરી છે. આ જાહેર ક્ષેત્રની કંપનીઓ એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરશે.
સબસિડી વધારવામાં આવશે
કેન્દ્રીય મંત્રીને પૂછ્યું કે, આ સોલાર સિસ્ટમ માટે જાહેર ક્ષેત્રની કંપનીઓને કેવી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવશે. તેના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે, સરકાર રૂફટોપ સોલર માટે હાલની સબસિડી 40 ટકાથી વધારીને 60 ટકા કરશે. બાકીનું 40 ટકા ભંડોળ લોન દ્વારા કરવામાં આવશે. જાહેર ક્ષેત્રની કંપનીઓ આ માટેની લોન REC લિમિટેડ જેવી સંસ્થાઓ પાસેથી લઈ શકે છે. જો સરળ શબ્દોમાં કરીયે તો, પ્રધાનમંત્રી સર્વોદય યોજના હેઠળ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે મકાનમાલિકે કોઇ લોન કે ખર્ચ કરવાની જરૂર પડશે નહીં. માત્ર જાહેર ક્ષેત્રની કંપનીઓ જ લોન લેશે અને તે જ સિસ્ટમ ઇન્સ્ટોલ કરશે.
આ પણ વાંચો | Realme વેલેન્ટાઇન ડે સેલમાં સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ, 4000 સુધીની થશે બચત
મફત વીજળી અને કમાણી
મંત્રીએ જણાવ્યું કે, જે દિવસથી આ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. તે દિવસથી તે પરિવારની વીજળી ફ્રી થઈ જશે. તેમણે કહ્યું કે અમે જે સોલાર રૂફટોમ સિસ્ટમ લગાવીશું તે 300 યુનિટથી વધુ વીજળી ઉત્પન્ન કરશે. તેમજ વીજળી સાથે, જાહેર ક્ષેત્રની કંપનીઓ તેમની લોન ચૂકવવામાં સક્ષમ બનશે. આ લોન ચૂકવવામાં લગભગ 10 વર્ષનો સમય લાગશે. આ પછી રૂફ ટોપ સોલર સિસ્ટમ મકાનમાલિકની રહેશે.





