/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Pravaig-Defy-electric-SUV-car-1.jpg)
પ્રવેજ ડેફી ઈલેક્ટ્રીક એસયુવી કાર
Pravaig Defy electric SUV: બેંગલુરુ સ્થિત EV સ્ટાર્ટ-અપ Pravaig એ તાજેતરમાં ભારતીય બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે. આ ઇલેક્ટ્રિક કારના ઉત્પાદનમાં હજુ થોડો સમય છે પરંતુ કંપનીએ તેની કિંમતો જાહેર કરી દીધી છે. નવી Pravaig Defy ઇલેક્ટ્રીક SUV ભારતમાં રૂ.39.50 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. અહીં અમે આ ઈલેક્ટ્રિક કાર સાથે સંબંધિત એવી 5 બાબતો વિશે જણાવ્યું છે, જેના વિશે તમારે જાણવું જોઈએ. આવો જાણીએ નવી Pravaig Defy ઈલેક્ટ્રિક SUVમાં શું ખાસ છે.
Pravaig Defy: ડિઝાઇન અને કલર ઓપ્શન
Pravaig Defy ઇલેક્ટ્રિક કાર જોવામાં અદભૂત છે. તે હાલમાં ભારતમાં વેચાણ પરની કોઈપણ અન્ય EV કરતાં સંપૂર્ણપણે અલગ છે. જો કે, આ કાર કેટલાક અંશે રેન્જ રોવર કાર અને Pravaig Extinction Mk1 કોન્સેપ્ટ સેડાન જેવી જ દેખાય છે. તેમાં LED લાઇટિંગ સહિત ઘણું બધું મળે છે. આ ઇલેક્ટ્રિક કારને 9 કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવી છે, જેમાં એન્ટિ ફ્લેશ વ્હાઇટ, બોર્ડેક્સ, ટર્મરિક યલો, સિયાચીન બ્લુ, લિથિયમ, મૂન ગ્રે, એબ્સોલ્યુટ ઝીરો, ગ્રીન અને એમ્પરર પર્પલનો સમાવેશ થાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Pravaig-Defy-electric-SUV-car-2.jpg)
Pravaig Defy: રેન્જ અને પરફોર્મેંસ
નવી Pravaig Defy ઇલેક્ટ્રીક SUV 90 kWh બેટરી પેક કરે છે અને ડબલ ઇલેક્ટ્રિક મોટર સેટ-અપ મેળવે છે. આ ઇલેક્ટ્રિક SUV 402 bhp અને 620 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ કાર 4.9 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 210 kmph છે. કંપનીના જણાવ્યા અનુસાર, Defy ઈલેક્ટ્રિક SUVને 30 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ઝડપી ચાર્જ કરી શકાય છે.
Pravaig Defy : ડાયમેન્શન અને કેપેસિટી
| સ્પેસિફિકેશન | Pravaig Defy |
| લંબાઈ | 4940 mm |
| પહોળાઈ | 1940 mm |
| ઊંચાઈ | 1650 mm |
| વ્હીલ બેસ | 3030 mm |
| બૂટ સ્પેસ | 600 litres |
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Pravaig-Defy-electric-SUV-car-5.jpg)
Pravaig Defy : પ્લેટફોર્મ અને ફીચર્સ
Pravaig Defy electric SUV કંપનીના ડેડિકેટેડ સ્કેટબોર્ડ પ્લેટફોર્મ પર આધારિત છે. આમાં, કેબિનની અંદર વધુ જગ્યા આપવા માટે બેટરીને SUVની મધ્યમાં મૂકવામાં આવી છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં 5G કનેક્ટિવિટી સાથે 15.6-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, OTA અપડેટ્સ સહિતની ઘણા સેફ્ટી ફિચર્સ છે.
આ પણ વાંચો - Maruti Alto 800 CNG: 62 હજાર ચૂકવી 31 કિમી માઇલેજ ધરાવતી આ હેચબેક મેળવી શકો છો, વાંચો સંપૂર્ણ પ્લાન
Pravaig Defy: કિંમત અને અન્ય વિગતો
નવી Pravaig Defy ઈલેક્ટ્રિક SUV ભારતમાં એક્સ-શોરૂમ રૂ. 39.50 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. ગ્રાહકો આ માટે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પ્રી-બુકિંગ કરી શકે છે. આ માટે 51,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવવી પડશે. તેની ડિલિવરી 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં શરૂ થવાની ધારણા છે. Pravaig Defyનો મુકાબલો BYD Atto 3, Volvo XC40 રિચાર્જ જેવી ગાડીઓ સાથે થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us