/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-27.jpg)
Share Trading : સામાન્ય રીતે જ્યારે કોઇ કંપનીના શેરમાં ઝડપી અને સતત મોટા ઉછાળા આવે છે ત્યારે સ્ટોક એક્સચેન્જ અને બજાર નિયામક સ્પષ્ટીકરણ માંગે છે.
Premier Polyfilm Share Down After BSE Sought Clarification : શેર બજારનો ટ્રેન્ડ વોલેટાઇલ છે તેમ છતાં એક કંપનીઓના શેરમાં સતત ઉછાળો નોંધાયો છે. ઘણી વખત કંપનીઓને પણ તેમના શેરમાં એકાએક તેજી કેમ આવી તેના વિશે પૂરતી જાણકારી હોતી નથી. તાજેતરમાં આવી જ એક કંપનીનો શેર સપ્તાહમાં 50 ટકા જેટલો ઉછળ્યો છે. આ સ્મોલકેપ કંપનીની તેજીથી શેરબજારના સત્તાવાળાઓ પણ સ્તબ્ધ છે અને કંપની પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યુ છે. કંપનીએ પણ બીએસઇના પત્રનો વળતો પ્રત્યુતર આપ્યો છે જેમાં કંપની સ્ટોક એક્સચેન્જને ઘણી મહત્વપૂર્ણ વાત જણાવી છે. આ સ્મોલકેપ ફર્મનું નામ છે પ્રીમિયર પોલીફિલ્મસ અને શેરના વેલ્યૂ અને વોલ્યુમમાં આવેલા મોટા ઉછાળાથી કંપની પણ આશ્ચર્યચકિત છે.
પ્રીમિયમ પોલીફિલ્મસનો શેર સપ્તાહમાં 50 ટકા ઉછળ્યો (Premier Polyfilm Share Price 50% jumps)
પ્રીમિયર પોલીફિલ્મ એ બીએસઇ ખાતે લિસ્ટેડ સ્મોલકેપ કંપની છે અને તેના શેરમાં સપ્તાહમાં આવેલી 50 ટકાની તેજી હાલ ચર્ચાનો વિષય બની છે. આ દરમિયાન શેરનું ટ્રેડિંગ વોલ્યૂમ 30 દિવસના સરેરાશ વોલ્યૂમના 33 ગણું જેટલુ થઇ ગયુ છે.
પ્રીમિયર પોલીફિલ્મનો શેર 4 ઓક્ટોબર, 2023ના રોજ 105 રૂપિયાના ભાવે બંધ થયો હતો અને ત્યારબાદ શેર સતત ઉછળીને 12 ઓક્ટોબર, 2023ના રોજ 160 રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઇ બનાવી અંતે 151 રૂપિયાના ભાવે બંધ થયો હતો. આ એક સપ્તાહની અંદર શેર 50 ટકા ઉછળ્યો છે. જે શેરબજારના સત્તાધિશોની નજર ચઢતા કંપનીને નોટિસ ફટકારી સ્પષ્ટિકરણ માંગવામાં આવ્યું છે.
જો કે બીએસઇના સ્પષ્ટીકરણના અહેવાલની કંપનીના શેર પર નકારાત્મક અસર થઇ અને 13 ઓક્ટોબરના રોજ શેર 2.3 ટકા તૂટીને 148 રૂપિયા બંધ થયો હતો. બંધ બજારે કંપનીની માર્કેટકેપ 310 કરોડ રૂપિયા રહી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/premier-polyfilm-stock.jpg)
પ્રીમિયર પોલીફિલ્મ પાસે બીએસઇએ સ્પષ્ટીકરણ માંગ્યું (BSE Sought Clarification From Premier Polyfilm)
પ્રીમિયર પોલીફિલ્મ કંપનીને તેના શેરમાં તેજી વિશે શેર બજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) એ સ્પષ્ટીકરણ માંગ્યુ છે. કંપનીએ પણ બીએસઇને સ્પષ્ટીકરણ કરતો એક પત્ર લખ્યો છે. બીએસઇને લખેલા એક પત્રમાં પ્રીમિયર પોલીફિલમ્સ કંપનીએ લખ્યુ છે કે, અમે શેરની કિંમત અને વોલ્યૂમમાં આવેલા અચાનક ઉછાળાની તપાસ વિશે આગ્રહ કરીયે છીએ. કંપનીએ બીએસઇને પોતાના સ્તરે આ મામલે તપાસ કરવા જણાવ્યુ છે.
કંપનીએ ઉમેર્યુ કે, તેઓ આ વિશે કોઇ પણ રીતે નિવેદન આપશે નહીં. સ્મોલ અને માઈક્રો કેપ શેરમાં ઘણી વખત કોઇ પણ કારણ વગર ઝડપી ઉછાળો જોવા મળે છે. આ કારણસર જ તાજેતરમાં સેબીએ આ સ્ટોક્સને પણ ASM કેટેગરીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ મામલો એટલા માટે અલગ છે, કારણ કે, ખુદ કંપનીએ પોતાના શેરમાં આવેલી તેજીની તપાસ કરવા આગ્રહ કર્યો છે.
બીએસઇની તપાસથી પ્રીમિયર પોલીફિલ્મના રોકાણકારોને ફાયદો થશે કે નુકસાન
પ્રીમિયમ પોલીફિલ્મસ કંપનીનું કહેવુ છે કે, આ મામલાની તપાસ રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને કરાશે. જો તપાસમાં કઇ ગરબડ જણાય, જેનાથી રોકાણકારો કે કંપનીના હિતોને નુકસાન થઇ શકે છે, તો તે માલુમ પડી જશે. આ કંપની પીવીસી ફ્લોરિંગ, શીટ્સ, ફ્લેક્સિબલ ફિલ્મ, કેલેન્ડર લેધર ક્લોથ વગેરેનું પ્રોડક્શન કરે છે.
આ પણ વાંચો | આ 4 શેરમાં 1 મહિના માટે રોકાણ, દિવાળી સુધરી જશે, રૂ. 1 લાખ પર 18 હજાર નફો, એટલે કે 18 ટકા રિટર્ન
પ્રીમિયમ પોલીફિલ્મના શેરના ટ્રેડિંગ વોલ્યૂમમાં જંગી વધારો (Premier Polyfilm Share Price)
બીએસઇના આંકડા અનુસાર પ્રીમિયર પોલીફિલ્મસ કંપનીના શેરમાં એક મહિનાનું સરેરાશ ટ્રેડિંગ વોલ્યૂમ 2451 કરોડ રૂપિયા છે, જે 9 ઓક્ટોબરે વધીને 81,285 કરોડ રૂપિયા થઇ ગયું. શેરની કિંમત 20 ટકા વધીને 138.85 રૂપિયા થઇ ગઇ. પછીના દિવસે વોલ્યૂમ ઘટીને 56227 કરોડનું થઇ ગયું. પરંતુ શેર વધુ 4 ટકા ઉછળ્યો હતો. 11 ઓક્ટોબરે આ શેર 4 ટકા ઘટીને બંધ થયો પરંતુ વોલ્યૂમ 9752 કરોડ રૂપિયા થયું. સામાન્ય રીતે જ્યારે કોઇ કંપનીના શેરમાં ઝડપી અને સતત મોટા ઉછાળા આવે છે ત્યારે શેરબજાર સ્પષ્ટીકરણ માંગે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us