/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/PM-modi-And-Elon-musk.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એલન મસ્કની મુલાકાત
PM modi meet Elon musk in USA : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં વડાપ્રદાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા પહોંચતાની સાથે જ ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. ન્યૂયોર્કની એક હોટલમાં મુલાકાત દરમયાન એલન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે હું ભારતના ભવિષ્યને લઇને ખુબ જ ઉત્સાહી છું. મસ્કે કહ્યુંકે વડાપ્રધાન મોદી પોતાના દેશને ખુબ જ પ્રેમ કરે છે અને ખુબ જ ચિંતા કરે છે. એજ કારણે પીએમ મોદી ભારતમાં રોકાણ કરવા માટે અમને પ્રેરિત કરે છે.
એલન મસ્ક ભારતના વખાણ કરવામાં થાક્યા નહીં
એલન મસ્કે કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છું. તેમણે કહ્યું કે મને લાગે છે કે ભારતમાં દુનિયાના કોઇ અન્ય દેશની તુલનાએ ભારતમાં વધારે સંભાવનાઓ છે. હું કહી શકું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત માટે યોગ્ય ચીજો કરવા માંગે છે. મસ્કે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટી નવી કંપનીઓને લઇને ઘણી ઉદારવાદી છે. મસ્કેઆ દરમિયાન પીએમ મોદીની સાથે 2015માં થયેલી પોતાની પહેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચોઃ- PM Modi US Visit : પીએમ મોદી યુસના અમેરિકા પ્રવાસે, યુએસ-ભારતની ભાગીદારી આર્થિક અને વ્યૂહાત્મક રીતે આટલી મહત્વની છે, જાણો વિગતવાર
ઉલ્લેખનીય છે કે અમેરિકા પહોંચતાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા અમેરિકી ખગોળશાસ્ત્રી, લેખક અને વિજ્ઞાન સંચારક નીલ ડી ગ્રાસે ટાયસન (Neil De Grasse Tyson) સાથે મુલાકાત કરી હતી. આ અવસર પર તેમણે કહ્યું કે હું એક એવા રાષ્ટ્રાધ્યક્ષ સાથે સમય વિતાવીને ખુશ છું જે વૈજ્ઞાનિક રૂપથી એટલા જ વિચારશીલ છે જેટલા કે વડપ્રધાન નરેન્દ્ર મોદી. મને ભવિષ્યના કાર્યક્રમો અંગે સાંભળીને ખુશી થઈ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું એકલો નથી કે જે કહે છે કે ભારત જે હાંસલ કરી શકે છે તેની કોઈ સીમા નથી. એટલા માટે ભારત માટે ખુબ જ ઉજવળ ભવિષ્ય જોવું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસનો કાર્યક્રમ
- 21 જૂન સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સંઘ હેડક્વાર્ટરના લોનમાં વિશ્વ યોગ દિવસ ઉજવશે
- 21 જૂનની સાંજે વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના પારિવારિક મહેમાન બનશે
- 22 જૂને વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન મોદી અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરશે
- 22 જૂન સાંજે વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને જિલ બાઇડનના સ્ટેટ ગેસ્ટ થશે, જ્યાં તેઓ સ્ટેટ ડિનરમાં સામેલ થશે.
- 23 જૂને સવારે વડાપ્રધાન મોદીના સમ્માનમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે લંચનું આયોજન કર્યું છે.
- 23 જૂન સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડી હાઉસ અને રિગન સેન્ટરમાં કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો ભાગ લેશે
- 24 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશ્ર જવા માટે રવાના થશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us