scorecardresearch
Live

PM Modi Mother Death Live : PM મોદીના માતા હીરાબાનું નિધન, અહીં વાંચો પળેપળના સમાચાર

PM Modi Mother Heeraben Passed Away Live News Updates : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું યુએન મેહતા હોસ્પિટલમાં શુક્રવારે 30 ડિસેમ્બરે વહેલી સવારે 3.30 વાગ્યે અવસાન થયું છે. હીરાબા મોદીના નિધન અંગેના પળેપળના સમાચાર ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ પર વાંચો.

PM Modi Mother Death Live : PM મોદીના માતા હીરાબાનું નિધન, અહીં વાંચો પળેપળના સમાચાર
PM નરેન્દ્ર મોદી માતા હીરાબેનનું નિધન

PM Narendra Modi Mother Heeraben Death Live Updates : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની જૈફ વયે નિધન થયું છે. અમદાવાદમાં આવેલી યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હીરાબાનું શુક્રવારે 30 ડિસેમ્બરે વહેલી સવારે હોસ્પિટલના બિછાને નિધન થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગે એક ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા અંતિમ દર્શન કરવા માટે આવશે. ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ ઉપર હીરાબાના નિધન અંગેના પળેપળના અપડેટ્સ મળતા રહેશે.

Live Updates
20:16 (IST) 30 Dec 2022
વડનગર બજાર આવતીકાલથી રાબેતા મુજબ ખોલવા હીરાબાના પરિવારે અપીલ કરી

વડનગર બજાર આવતીકાલથી રાબેતા મુજબ ખોલવા હીરાબાના પરિવારે અપીલ કરી છે. વેપારી એસોસિએશન દ્વારા ત્રણ દિવસ બંધની જાહેરાત કરાઈ હતી. હીરાબાના પરિવારે વેપારીઓનો આભાર વ્યક્ત કરી આવતીકાલથી બજાર રાબેતા મુજબ ખોલવા અપીલ કરી છે. અપીલને પગલે આવતીકાલથી વડનગર બજાર રાબેતા મુજબ ખુલશે. બજારમાં વેપારી એસોસિએશન દ્વારા નોટિસ મુકવામાં આવી.

16:21 (IST) 30 Dec 2022

ltd. All Rights Reserved.