રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના નેતા છે. રાઘવ દેશના સૌથી યુવા સંસદસભ્ય છે અને પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. તેમણે 2012માં આમ આદમી પાર્ટી (AAP) સાથે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 11 નવેમ્બર 1988ના રોજ જન્મેલા રાઘવ ચઢ્ઢા તેમના દમદાર અને સ્પષ્ટવક્તા ભાષણ માટે જાણીતા છે. વર્ષ 2020માં પંજાબમાં આમ આદમી પાર્ટીની જંગી જીતમાં રાઘવની પણ મોટી ભૂમિકા હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાઘવ ચઢ્ઢા બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યો હતો.જે બાદ એવી અટકળો તેજ થઇ ગઇ છે કે તે બંને લગ્ન કરવાના છે. શું તમે જાણો છો રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા પાસે કેટલી સંપત્તિ છે? ચાલો જાણીયે…
રાઘવ ચઢ્ઢાના રાજકીય કરિયર પર એક નજર
રાઘવ ચઢ્ઢા અન્ના હજારેના ‘ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ આંદોલન દરમિયાન આપ પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. 2012માં, અરવિંદ કેજરીવાલે રાઘવને દિલ્હી લોકપાલ બિલનો મુસદ્દો તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ રાધવે પાછળ ફરીને ક્યારેય જોય નથી અને પોતાની રાજકીય કરિયરને સતત નવી ઉંચાઇ પર લઇ ગયા. રાધવે પોતાની જાતને આમ આદમી પાર્ટીના એક કદાવર નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા છે. ઉપરાંત તેઓ તેમની પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.
હાલ આટલી બધી ચર્ચાનું કારણ શું?
જેવું કે આપણે જાણીયે છીએ કે, તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની અટકળો તેજ થઇ ગઇ છે. કારણ કે તેઓ બંને ઘણી વખત એક સાથે સ્પોટ થયા હતા. એવી અટકળો સંભળાય છે કે, તેઓ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
રાઘવ ચઢ્ઢા પાસે કેટલી સંપત્તિ છે
ઘણા લોકોને ખબર નથી કે રાધવ ચઢ્ઢા રાજકીય નેતા હોવાની સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. તેણે દિલ્હી યુનિવર્સિટી (DU)માંથી B.Com ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી EMBA માં સર્ટિફિકેશન કોર્સ માટે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) પહોંચ્યા હતા. રાઘવ ચઢ્ઢાએ શ્યામા માલપાણી, ડેલોઈટ અને ગ્રાન્ટ થોર્ન્ટન જેવી કંપનીઓ સાથે કામ કર્યું છે. રાઘવ એક સામાન્ય માણસનું જીવન જીવે છે અને એક પ્રાથમિક અંદાજ મુજબ તેની કુલ સંપત્તિ 50 લાખ રૂપિયાની આસપાસ છે.
રાઘવ ચઢ્ઢા પાસે કેટલી મિલકત
લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવે 37 લાખ રૂપિયાની જમીન ખરીદી છે. તે ઉપરાંત રાજ્યસભાના સાંસદ પાસે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર અને 90 ગ્રામ સોનાના દાગીના પણ છે, જેની કિંમત લગભગ 4,95,000 રૂપિયા છે. MyNeta.info પર આપવામાં આવેલા આંકડા અનુસાર તેમની પાસે કુલ 36,99,471 રૂપિયાની જંગમ સંપત્તિ છે. ઉપરાંત આપ નેતા એ ડિબેન્ચર, બોન્ડ અને શેરમા 6 લાખ રૂપિયાનું મૂડીરોકામ પણ કર્યું છે.
રાધવ કરતા પરિણીતી ચોપરા વધારે અમીર છે?
તો પરિણીતી ચોપરાની વાત કરીયે તો તે રાધવ ચઢ્ઢા કરતા વધારે સંપત્તિવાન છે. રાધવ ચઢ્ઢાની જેટલી કુલ સંપત્તિ છે, તેટલી કમાણી તો પરિણીતા માત્ર એક જ મહિનામાં કમાઇ લે છે. Caknowledge.comની અનુસાર પરિણીતી ફિલ્મો અને એન્ડોર્સમેન્ટમાંથી લગભગ દર મહિને 40 લાખ રૂપિયાની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પરિણીતી ચોપરા પાસે લગભગ 60 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ચોપરા અને રાઘવ યુકેમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માં સાથે ભણ્યા હતા અને ત્યાંથી જ તેમની ફ્રેન્ડશીપ થઇ હતી.