Railway Train Ticket New Rules From 1 July 2025: રેલવે મંત્રાલય દ્વારા ટ્રેન મુસાફરી 1 જુલાઇથી મોંઘી કરવામાં આવી છે. ઉપરાંત ટ્રેન ટિકિટ બુકિંગના નિયમ બદલવામાં આવ્યા છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ભારતીય રેલવે વિભાગે આજથી એટલે કે 1 જુલાઈ 2025થી રેલવે ભાડામાં વધારો કર્યો છે. રેલવે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ પેસેન્જર ટ્રેનોના બેઝિક ભાડામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે અમુક ક્લાસના ટિકિટ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આવો જાણીએ કયા ક્લાસમાં કેટલું વધ્યું ભાડું?
ટ્રેન ભાડામાં કેટલો વધારો થયો?
શહેરી (ઉપનગરીય) સિંગલ જર્ની અને સિઝન ટિકિટઃ કોઈ ફેરફાર નહીં
સેકન્ડ ક્લાસ કોચ :
500 કિમી સુધી : ટ્રેન ટિકિટ ભાડાંમાં કોઈ વધારો નહીં501 થી 1500 કિમી : 5 રૂપિયા સુધીનો વધારો1501 થી 2500 કિમી : 10 રૂપિયા સુધીનો વધારો2501 – 3000 કિમી : 15 રૂપિયા સુધીનો વધારો
સ્લીપર કોચ ટિકિટ ભાડું
- ટ્રેનનું ટિકિટ ભાડું કિલોમીટર દીઠ અડધો પૈસા એટલે કે 0.50 પૈસા વધારવામાં આવ્યું છે.
- મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસના ભાડામાં પ્રતિ કિમી 1 પૈસાનો વધારો
- એસી ક્લાસ (3 ટાયર, 2 ટાયર, ફર્સ્ટ ક્લાસ એસી): પ્રતિ કિમી 2 પૈસાનો વધારો
વંદે ભારત, શતાબ્દી જેવી ટ્રેનોના ભાડાં પર શું અસર થશે?
વંદે ભારત, તેજસ, શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોના ભાડામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ એસી કોચના બેઝ ફેરમાં જ ફેરફાર થશે. અન્ય ચાર્જ યથાવત રહેશે.
1 જુલાઈથી સ્ટેશનો પર ટિકિટ બુકિંગ અને ફેરફાર
1 જુલાઈ એટલે કે આજથી તમામ રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ, યુટીએસ)માં નવા ભાડાનો અમલ કરવામાં આવ્યો છે. સ્ટેશનો પર ભાડાના કોષ્ટકોને અપડેટ કરવામાં આવશે. નવું ભાડું પહેલેથી જ બુક કરાવેલી ટિકિટ પર લાગુ નહીં પડે, પરંતુ TTE દ્વારા 1 જુલાઇએ અથવા તે પછી જારી કરવામાં આવેલી ટિકિટો પર સુધારેલું ભાડું વસુલવામાં આવશે.
તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ નિયમમાં મોટા ફેરફાર
અન્ય સમાચાર મુજબ, આજથી એટલે કે 1 જુલાઈથી ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં ફેરફાર થયો છે. આજથી, ફક્ત વેરિફાઇડ IRCTC યુઝર્સ જ તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરાવી શકે છે. જુલાઈ 2025 ના અંતથી ઓટીપી આધારિત વેરિફાઇડ ફરજિયાત રહેશે. વેરિફિકેશન આધાર અથવા અન્ય સરકારી આઈડીથી કરવામાં આવશે.