ઇન્ડિયન રેલવે ટ્રેન મુસાફરોને એક ખુશ ખબર આપી છે. જો છેલ્લી ક્ષણે ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય તો મુસાફરોએ ચિંતા કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં રેલવે મુસાફરો માટે એક વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે. રેલવે વિભાગે ખોવાયેલી, ફાટી ગયેલી અથવા ફાટેલી ટિકિટના કિસ્સામાં ડુપ્લિકેટ ટિકિટ આપવાની સુવિધા શરૂ કરી રહી છે. આ માટે મુસાફરોએ રેલવેને ચોક્કસ રકમ ચૂકવવી પડશે.
સ્ટેશન પરથી ડુપ્લિકેટ ટિકિટ કેવી રીતે મળશે?
રેલવે વિભાગ ટ્રેનના પ્રવાસીઓ માટે ડુપ્લિકેટ ટિકિટની સુવિધા શરૂ કરશે. ટ્રેન પેસેન્જરે રેલવે સ્ટેશનો પર પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ અને તેમણે સમગ્ર ઘટના વિશે જાણ કરવી જોઈએ. આ મામલે મુસાફરો સ્ટેશન માસ્ટરનો પણ સંપર્ક કરી શકે છે.
જો ચાર્ટ તૈયાર કરતા પહેલા ટિકિટ ખોવાઈ જાય તો શું?
જો ટ્રેન રિઝર્વેશનનો ચાર્ટ તૈયાર થાય તેની પહેલાં કન્ફર્મ ટિકિટ ખોવાઈ જાય, ફાટી જાય કે ખરાબ થઈ જાય તો સ્ટેશન માસ્ટર પેસેન્જર દીઠ થોડોક ચાર્જ વસૂલીને ડુપ્લિકેટ ટિકિટ આપશે. ડુપ્લિકેટ ટિકિટની સુવિધાનો લાભ RAC ટિકિટ ધરાવતા મુસાફરો માટે પણ ઉઠાવી શકે છે.
જો ચાર્ટ તૈયાર થયા બાદ ટિકિટ ખોવાઈ જાય તો ?
જો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કર્યા પછી કોઈ મુસાફરની ટિકિટ ખોવાઈ જાય, તો તેણે અધિકારીઓનો સંપર્ક કરવો પડશે. ડુપ્લિકેટ ટિકિટ પર કુલ 50 ટકા દંડ વસૂલવામાં આવશે. જો કે આ સુવિધાનો લાભ RAC ટિકિટ ધારકોને મળશે નહી.
RAC ટિકિટ ધારકોને ડુપ્લિકેટ ટિકિટ કેવી રીતે મળશે?
આરએસી (RAC) એટલે કે ‘રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન’ ટિકિટ ધારકોને રિઝર્વેશન ચાર્ટ તૈયાર કર્યા પછી ડુપ્લિકેટ ટિકિટ આપવામાં આવશે. જો કે, તે કુલ ભાડાના 25 ટકાની વસૂલાત પર રિલીઝ કરવામાં આવશે. ડુપ્લિકેટ ટિકિટ ઇશ્યૂ કરવા માટે વસૂલવામાં આવતી ફીના સંદર્ભમાં રેલવે રિફંડ આપશે નહીં, સિવાય કે ડુપ્લિકેટ ટિકિટ ઇશ્યૂ કર્યા પછી ટિકિટ શોધી કાઢવામાં આવે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.