Raksha Bandhan Gift: રક્ષાબંધન પર બહેનને આપો ફાઇનાન્સિયલ ગીફટ, જીવનભર મળશે આર્થિક અને આરોગ્યની સુરક્ષા

Best Raksha Bandhan Gift For Sisters : રક્ષાબંધન પર તમારી બહેનને ફાઇનાન્સિયલ ગીફ્ટ આપીને તેમની જીવનભરની આર્થિક સુરક્ષિતની ખાતરી કરી શકો છો

Best Raksha Bandhan Gift For Sisters : રક્ષાબંધન પર તમારી બહેનને ફાઇનાન્સિયલ ગીફ્ટ આપીને તેમની જીવનભરની આર્થિક સુરક્ષિતની ખાતરી કરી શકો છો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Raksha Bandhan Gift | Raksha Bandhan | Best Raksha Bandhan Gift For Sisters | Best Financial Raksha Bandhan Gift for Sisters | woman financial tips

તમારી બહેનને રક્ષાબંધન પર ફાઇનાન્સિયલ ગીફ્ટ આપવા અંગે વિચારી શકો છો. (Photo - financialexpress.com)

Best Financial Raksha Bandhan Gift for Sisters : રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનનો તહેવાર છે. બહેનો આખા વર્ષ દરમિયાન આ દિવસની રાહ જોતી હોય છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના બદલામાં ભાઈ જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ દિવસે બહેનોને ભેટ આપવાનો પણ રિવાજ છે. રક્ષાબંધન પર, ભાઈઓ તેમની બહેનોને શક્ય તેટલી ભેટ આપે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધન પરંપરાગત રીતે શ્રાવણ મહિનાની પુનમ તિથિના રોજ ઉજવાય છે. જો કે ચાલુ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટ કે 31 ઓગસ્ટે ક્યારે ઉજવવો તે અંગે લોકો મૂંઝવણમાં છે. મૂંઝવણ એ હકીકતથી ઊભી થાય છે કે 30 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પુનમ તિથિ છે જો કે તે દિવસે ભદ્રાકાળ છે અને ભદ્રાકાળમાં રાખડી બાંધવાનું વર્જિત ગણાય છે. આથી રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ ઉજવાશે.

Advertisment

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સામાન્ય રીતે ભદ્રકાળ દરમિયાન શુભ કામકાજ કરવાની મનાઇ છે. રક્ષાબંધન દરમિયાન દિવસભર ભદ્રકાળ રહેશે. પંચાંગ અનુસાર શ્રાવણ માસની પુનમ તિથિ 30 ઓગસ્ટના રોજ સવારે 10:59 કલાકે શરૂ થશે, જે બીજા દિવસે સવારે 07:05 કલાકે 31 ઓગસ્ટ સુધી ચાલશે. અલબત્ત અમે તમને રક્ષાબંધન પર તમારી બહેનને આપવા યોગ્ય બેસ્ટ ફાઇનાન્સિયલ ગિફ્ટ વિશે જણાવીશું જે આર્થિક સુરક્ષા આપશે.

વીમા યોજના (Insurance Policy)

વીમા યોજના મારફતે ભવિષ્યમાં બની શકે તેવી કોઈપણ અનિચ્છનિય ઘટના માટે આજે તૈયારી કરી શકો છો. ઇન્સ્યોરન્સ પ્લાન એક એવું સુરક્ષા કવચ જે દરેક પરિવાર માટે જરૂરી છે. તમે તમારી બહેનને વીમાની ભેટ આપીને આર્થિક સુરક્ષા આપી શકો છો. આમા તમે આકસ્મિક વીમો અથવા લગ્ન અથવા શિક્ષણ જેવા અન્ય કોઈ હેતુ માટે પણ વીમો મેળવી શકો છો.

ડીમેટ એકાઉન્ટ ખોલાવો (Demat Account)

આ વખતે રક્ષાબંધન પર તમે તમારી બહેન માટે ડીમેટ એકાઉન્ટ ખોલવાનું વિચારી શકો છો. ઇક્વિટી ઇન્ડેક્સ ફંડ્સ જેવા પ્રમાણમાં સલામત પેસિવ માર્કેટમાં રોકાણ કરવા માટે તેને પ્રોત્સાહિત કરો.

Advertisment

ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit)

નવા વર્ષમાં તમે તમારી બહેન ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ભેટમાં આપી શકો છો. મુદ્દત થાપણ એ લાંબા ગાળે તમારી મૂડી વધારવા માટેનો એક સલામત વિકલ્પ છે. બેંકો એફડી પર લગભગ 5 ટકા વ્યાજ આપે છે. જો કે, જો એવું લાગે છે કે FDમાં વ્યાજ ઓછું મળી રહ્યું છે, તો તમે સ્મોલ ફાઇનાન્સ બેંકોની એફડી વિશે પણ વિચારી શકો છો. સ્મોલ ફાઇનાન્સ બેંકમાં લગભગ 7-8 ટકા વ્યાજ મળી રહ્યું છે.

પેપર ગોલ્ડ અથવા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ (Gold ETF)

રોકાણ માટે સોનું ખરીદવું એ સૌથી સુરક્ષિત વિકલ્પ મનાય છે અને મોટાભાગની સ્ત્રીઓને પ્રિય હોય છે. જો કે, ભૌતિક સોનાને બદલે આ રક્ષાબંધન પર ભેટ આપવા માટે, 'પેપર ગોલ્ડ' એટલે કે ગોલ્ડ ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) અથવા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો. ગોલ્ડ ઇટીએફને રાખવા માટે કોઈ જોખમ કે ખર્ચ થતો નથી. તેનાથી તમારી બહેનમાં રોકાણ કરવાની આદત પણ વધશે.

આ પણ વાંચો | સોનાના ભાવ દિવાળીમાં ક્યાં પહોંચશે, હાલના ભાવે ખરીદી કરવી કે કેમ? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન (Health Insurance Plan)

કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ આર્થિક સુરક્ષાની સાથે આરોગ્ય સુરક્ષાની સૌથી વધુ જરૂરિયાત જણાઇ હતી. તેથી આ વખતે રક્ષાબંધન પર, તમારી બહેન માટે સૌથી યોગ્ય હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરો અને તેમને તે ભેટમાં આપો. ઉપરાંત તમે થોડીક જ ક્ષણમાં મેડિકલ ઈન્શ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદી શકો છો. આમ કરીને તમે તમારી બહેનને આર્થિક સાથે સાથે આરોગ્યનું સુરક્ષા કવચ પણ આપી શકો છો.

(નોંધ: ઉપરોક્ત હકીકતો માત્ર જાણકારી માટે છે. રોકાણ કરવાની પહેલા તમારા નાણાકીય સલાહકાર પાસેથી સલાહ મેળવો.)

બેંક તહેવાર ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment