Ram Temple Ayodhya Connection Stock: અયોધ્યા 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની સાથે સાથે શેરબજારના રોકાણકારોમાં પણ ઉત્સાહનો માહોલ છે. મંદિરનું ઉદઘાટન થયા બાદ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો અયોઘ્યા દર્શન માટે આવશે. એક અંદાજ મુજબ અયોધ્યા રામ મંદિરમાં દરરોજ 3 લાખ ભક્તો દર્શન કરવા આવી શકે છે.
રામ મંદિરના નિર્માણ સાથે જ અયોધ્યામાં પ્રવાસ ક્ષેત્રને વેગ મળશે. એટલે કે હોટેલ અને ટ્રાવેલ સેક્ટરની કંપનીઓના શેર સારો દેખાવ કરે તેવી અપેક્ષા છે. હવે જ્યારે રામ મંદિરના ઉદઘાટનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે અને સાત દિવસ સુધી ચાલનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. અમે અમને એવા 6 શેર વિશે જણાવી રહ્યા છે જે હાલ લાઇમલાઇટમાં છે અને તેમાં રોકાણ કરવાથી તમને આકર્ષક રિટર્ન મળી શકે છે.
લાર્સન એન્ડ ટુબ્રો (LARSEN TOUBRO Share Price)
અયોધ્યા રામ મંદિરનું નિર્માણ ભારતની અગ્રણી કન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રો કરી રહી છે. કંપનીને નવેમ્બર 2020માં ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’નો પ્રોજેક્ટ મળ્યો હતો. એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનની દિગ્ગજ કંપની L&Tના શેર ત્યારથી નોંધપાત્ર વધ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ મલ્ટિબેગરની જેમ પ્રદર્શન કર્યું છે અને 233 ટકાથી વધુ વળતર આપ્યું છે.
એલએન્ડટીનો શેર ભાવ 17 નવેમ્બર, 2020ના રોજ 1080 રૂપિયા હતો. જે છેલ્લા 3 વર્ષમાં નોંધપાત્ર વધી અને 18 જાન્યુઆરી, 2024ના રોજ આ શેરની કિંમત 3605 રૂપિયાની વર્ષની ટોચે પહોંચી છે. કંપનીની માર્કેટકેપ 4.95 લાખ કરોડ રૂપિયા છે. ગત 31 જાન્યુઆરી 2023ના રોજ આ શેરની કિંમત 2073.85 રૂપિયા હતી, આમ એક વર્ષમાં આ કંપનીના શેરમાં 74 ટકા રિટર્ન મળ્યું છે.
એપોલો સિન્દૂરી હોટેલ્સ (Apollo Sindoori Hotels)
ચેન્નાઈની અપોલો સિંદૂરી હોટેલ્સના શેરમાં ગત મહિનાથી અત્યાર સુધીમાં 43.64 ટકાનો ઉછાળો આવ્યો છે. એનએસઇ પર 18 જાન્યુઆરી 2024ના રોજ અપોલો સિંદૂરી હોટેલ્સનો શેર 2320 રૂપિયા બંધ થયો હતો. હોસ્પિટાલિટી સર્વિસ મેનેજમેન્ટ અને સપોર્ટ સર્વિસ કંપની હાલમાં અયોધ્યાના ટેઢી બજારમાં મલ્ટી-લેવલ પાર્કિંગ સુવિધાનું નિર્માણ કરી રહી છે દર્શને આવનાર ભક્તોને વાહન પાર્કિંગમાં સુવિધા મળી રહે. 3000 સ્કેવર મીટરમાં ફેલાયેલા આ પાર્કિગના રૂફટોપ પર રેસ્ટોરન્ટ બનશે જેમાં એક સાથે 1000થી વધારે ભક્તો આનંદ માણી શકશે.
ઈન્ડિયન હોટેલ્સ (Indian Hotesl)
ઈન્ડિયન હોટેલ્સ કંપનીનો શેર પણ હાલ તેજીમાં છે. 73,000 કરોડ રૂપિયાથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે લાર્જ-કેપ સ્ટોક ઈન્ડિયન હોટેલ્સને ભારતમાં ટ્રાવેલ સેક્ટરની તેજીથી ફાયદો થયો છે. ગયા મહિનાથી આ સ્ટોકમાં 23 ટકાનો વધારો થયો છે. અયોધ્યામાં આ કંપનીની પ્રોપર્ટી 2027ની શરૂઆતથી કાર્યરત થવી જોઈએ. ઈન્ડિયન હોટેલ્સે અયોધ્યામાં વિવાંતા અને જીંગર બ્રાન્ડ્સ હેઠળ બે ગ્રીનફિલ્ડ હોટલ માટે કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
આઈઆરસીટીસી (IRCTC)
ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગમાં વર્ચસ્વ કારણે IRCTCનો સ્ટોક વધવાની ધારણા છે. રામ મંદિરના નિર્માણથી IRCTCને પણ ફાયદો થવાનો છે. આગામી કેટલાક મહિનામાં લાખો લોકો અયોધ્યાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ગયા મહિનાથી આ સ્ટોકમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે.
ઈન્ડિગો (Indigo)
અયોધ્યા-દિલ્હી વચ્ચે દિલ્હી ફ્લાઇટની શરૂઆત સાથે જ ઇન્ડિગો એરલાઇન્સે અયોધ્યા અને અમદાવાદ એરપોર્ટ વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ શરૂ કરી છે. ઈન્ડિગોના શેરમાં છેલ્લા એક મહિનામાં 2 ટકા અને છેલ્લા 6 મહિનામાં 14 ટકાથી વધુનો વધારો થયો છે.
પ્રવેગ (Praveg)
દેશભરના પ્રવાસન સ્થળો પર લક્ઝરી ટેન્ટ સિટી બનાવતી કંપની પ્રવેગનો શેર છેલ્લા ત્રણ દિવસમાં BSE પર 47 ટકા વધીને રૂ. 1300 સુધી ગયો છે. નવેમ્બર 2023માં, કંપનીએ અયોધ્યાના બ્રહ્મા કુંડમાં એક વૈભવી રિસોર્ટ સાથે અલ્ટ્રા-લક્ઝરી ટેન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. ટેન્ટ સિટીમાં કુલ 30 ટેન્ટ અને એક રેસ્ટોરન્ટ છે. પ્રવેગે લક્ષદ્વીપ માટે કોન્ટ્રાક્ટ જીતીને રોકાણકારોનું ધ્યાન પણ ખેંચ્યું છે.