Tata Group Business Empire: રતન ટાટા એ 86 વર્ષની વયે બુધવારે અંતિમ શ્વાસ લીધા. તેઓ ભારતના સૌથી મોટા કોર્પોરેટ જૂથ ટાટા ગ્રૂપના માલિક હતા. ટાટા ગ્રૂપ મીઠું બનાવવા થી લઇ એરલાઇન્સ સર્વિસ સુધી દરેક ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત છે. ટાટા ગ્રૂપ માત્ર નામ નહીં બ્રાન્ડ છે. ચા, મીઠું, પાણી, સોનું, કાર થી લઇ એરોપ્લેન સુધી દરેક વસ્તુ અને ક્ષેત્રમાં ટાટા ગ્રૂપ હાજરી ધરાવે છે. દેશમાં ભાગ્યે જ કોઇ એવું ઘર હશે જ્યાં ટાટાની કોઇ વસ્તુ ન વપરાતી હોય. ચાલો ટાટા ગ્રૂપના બિઝનેસ સામ્રાજ્ય વિશે જાણીયે
રતન ટાટા 100 થી વધુ કંપનીની કમાન સંભાળતા
ટાટા ગ્રૂપની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ ટાટા ગ્રૂપ દુનિયાના છ ખંડોમાં 100 થી વધુ કંપનીઓનું સંચાલન કરે છે. જેમા ટાટા ગ્રૂપની 26 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. ટાટા ગ્રૂપ કંપનીઓની માલિકી ટાટા સન્સ પાસે છે. ટાટા સન્સ ટાટા ગ્રૂપ કંપનીઓની મુખ્ય રોકાણકાર અને પ્રમોટર છે. 2023-24માં ટાટા કંપનીઓની આવક 165 બિલિયન ડોલરથી વધુ હતી. આ કંપનીઓ સામૂહિક રીતે 10 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે.
ટાટા ગ્રૂપનું બિઝનેસ સામ્રાજ્ય : Tata Group Business Empire
ટાટા ગ્રૂપ જમીન થી લઇ આકાશ સુધી દરેક બિઝનેસ સેક્ટરમાં કાર્યરત છે. ટાટા ગ્રૂપ મીઠું અને કોફી સેલ્સ થી લઇ એરલાઇન્સ કંપનીનું પણ સંચાલન કરે છે. અહીં ટાટા ગ્રૂપની વિવિધ કંપનીઓની જાણકારી આપવામાં આવી છે.

ટાટા ગ્રૂપ આઈટી કંપની
ટાટા ગ્રૂપની ટીસીએસ માત્ર ભારત જ નહીં વિશ્વની અગ્રણી આઈટી કંપની છે. ટીસીએસનું પુરું નામ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ છે. ઉપરાંત ટાટા એલેક્સી ડિઝાઇન અને ટેકનોલોજી, ટાટા ડિજિટલ અે ટાટા ટેકનોલોજી પણ ટાટા ગ્રૂપ દ્વારા સંચાલિ થાય છે.
ટાટા ગ્રૂપ મેટલ કંપની
ટાટા સ્ટીલ મેટલ સેક્ટરમાં અગ્રણી કંપની છે. ઉપરાંત ટાટા બ્લુ સ્કોપ સ્ટીલ, ટાટા મેટાલિક, ટાટા સ્પોન્જ અને Tinplate કંપનીની માલિકી પણ ટાટા ગ્રૂપ પાસે છે.
ટાટા ગ્રૂપ ઓટો કંપની
ટાટા મોટર્સ દેશ અને દુનિયામાં પ્રખ્યાત ઓટો કંપની છે. ઉપરાંત જગુઆર લેન્ડ રોવર, માર્કોપોલો, ટોટો ઓટોકોમ્પ સિસ્ટમ લિમિટે, Tata Daewoo પેસેન્જર કાર થી લઇ ટ્રેક બનાવે છે.

કન્ઝ્યુમર અને રિટલ સેક્ટર
ટાટા ગ્રૂપની કંપનીઓ કન્ઝ્યુમર અને રિટેલ સેક્ટરમાં ચા કોફી, તુવેર દાળ, મીઠું થી લઇ સોનાના દાગીના વેચવાનો બિઝનેસ કરે છે. ટાટા કેમિકલ, ટાટા ક્ઝ્યુમર પ્રોડક્ટસ, ટાયટન કંપની, વોલ્ટાસ, ઇન્ફિનિટી રિટેલ, ટ્રેન્ટ, ટાટા ટી, મેપ કોફી, ટેટલી, બિસ્લરી, ટાટા કોફી ગ્રાન્ડ, વિટેક્સ, ટાટા નમક, બિગ બાસ્કેટ, ક્રોમા બ્રાન્ડ, ઝુડિયો, તનિષ્ટ જ્વેલરી, ટાટા નમક, ટાટા ટી, ટાટા સંપન્ન બ્રાન્ડ મસાલા, સોનાટા, ફાસ્ટરેક, વેસ્ટસાઇડ, Tata NEU કંપની ટાટા ગ્રૂપ હેઠળ સંચાલિત થાય છે.
ટાટા ગ્રૂપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની
ટાટા પાવર, ટાટા પ્રોજેક્ટ, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ, ટાટા રિયલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટાટા હાઉસિંગ ટાટા ગ્રૂપની અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ છે.

ટાટા ગ્રૂપ ફાઈનાન્સિયલ સર્વિસ કંપની
ટાટા કેપિટલ, ટાટા એઆઈએ લાઈફ, ટાટા એઆઈજી, ટાટા એસેટ મેનેજમેન્ટ કંપની,
ટાટા ગ્રૂપ એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટર
ટાટા ગ્રૂપની ટાટા એડવાન્સ સિસ્ટમ કંપની એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં કાર્યરત છે. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એ ટાટા સન્સની પૂર્ણ માલિકીની પેટાકંપની છે. કંપની એરોસ્ટ્રક્ચર અે એરોએન્જિનિયર્સ, એરબોર્ન પ્લેટફોર્મ અને સિસ્ટમ, ડિફેન્સ અને સિક્યુરિટી અને લેન્ડ મોબિલિટીની કામગીરી કરે છે.
ટાટા ગ્રૂપ હોટેલ ટુરિઝમ અને એરલાઇન્સ કંપની
ટાટા ગ્રૂપ હોટેલ, ટુરિઝ અને એરલાઇન્સ બિઝનેસમાં પણ મોટાપાયે કામગીરી કરે છે. ઈન્ડિયન હોટેલ બ્રાન્ડ હેઠળ તાજ હોટેલ, જિંજર, વિવાન્તાનું સંચાલન કરે છે. ટાટા SIA એરલાઇન્સ જે વિસ્તારા નામ ફ્લાઇટ સર્વિસ પુરી પાડે છે. ઉપરાંત ટાટા ગ્રૂપ એર ઈન્ડિયા એરલાઈન્સનું સંચાલન કરે છે, જે થોડાક વર્ષ પહેલા ટાટા ગ્રૂપ ભારત સરકાર પાસેથી હસ્તગત કરી હતી.
આ પણ વાંચો | રતન ટાટા પાસે કેટલી સંપત્તિ હતી? ભારતની પ્રથમ સ્વદેશી કાર બનાવી, લાખેણી કાર લોન્ચ કરી
ટાટા ગ્રૂપ ટેલિકોમ અને મીડિયા બિઝનેસ
ટાટા કોમ્યુનિકેશન્સ, ટાટા પ્લે, ટાટા ટેલિસર્વિસિસ, તેજસ નેટવર્ક, ટાટા સ્કાય, ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડ
ટાટા ગ્રૂપ ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટ કંપની
ટાટા ઇન્ટરનેશનલ, ટાટા ઈન્ડસ્ટ્રીઝ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા હેલ્થ





