Ratan Tata Passed Away : રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Ratan Tata Death : રતન નવલ ટાટાને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અનુપમ યોગદાન માટે બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. તેમને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા

Ratan Tata Death : રતન નવલ ટાટાને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અનુપમ યોગદાન માટે બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. તેમને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ratan Naval Tata Passed Away, Ratan Tata Death, Ratan Tata, રતન ટાટા નિધન, રતન ટાટા

Ratan Naval Tata Passed Away :જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને ટાટા ગ્રુપના વડા રતન ટાટાનું નિધન

Ratan Tata Died at 86 : જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને ટાટા ગ્રુપના વડા રતન ટાટાનું નિધન થયું છે. સામાજિક કાર્યો અને ચેરિટી માટે જાણીતા રતન નવલ ટાટાએ 86 વર્ષની વયે મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાએ તેમના જીવનમાં ઘણી મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે અને કદાચ તેમને થોડા શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. તેઓ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ ન હતા, પરંતુ એક શાનદાર લીડર, દાનવીર અને લાખો લોકો માટે આશાનું પ્રતીક પણ હતા.

Advertisment

રતન નવલ ટાટાને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અનુપમ યોગદાન માટે બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. તેમને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ટાટા ગ્રુપને નવી ઉંચાઈઓ પર લઈ જનાર રતન ટાટા ટ્વિટર પર સૌથી વધુ ફોલો થનારા ઉદ્યોગપતિ પણ હતા.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે શ્રી રતન ટાટા જી એક દીર્ઘદૃષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ વ્યક્તિ હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સતત સ્થિર નેતૃત્વ પ્રદાન કર્યું હતું. તેમનું યોગદાન બોર્ડરૂમથી પણ ઘણું આગળ વધી ગયું હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સુધારવાની અવિરત પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકો વચ્ચે પોતાનું સ્થાન બનાવ્યું.

આ પણ વાંચો - ટાટા નેક્સન સીએનજી vs ટાટા પંચ સીએનજી : કિંમત, ફિચર્સ અને એન્જિનના મામલામાં કોણ છે શાનદાર, જાણો

Advertisment

રક્ષા મંત્રી રાજનાથ સિંહે રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે શ્રી રતન ટાટાના નિધનથી દુઃખી છે. તેઓ ભારતીય ઉદ્યોગજગતના એક એવા દિગ્ગજ વ્યક્તિ હતા જેને આપણા અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના મહત્વપૂર્ણ પ્રદાન માટે જાણીતા છે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

રતન ટાટાનો જન્મ 1937માં પારસી પરિવારમાં થયો હતો

રતન ટાટાનો જન્મ 1937માં જાણીતા પારસી ટાટા પરિવારમાં થયો હતો. તેમના પિતા નવલ ટાટા અને માતા સુની ટાટા હતા. નાની ઉંમરમાં જ તેમણે પોતાના પારિવારિક વ્યવસાયની કમાન સંભાળી લીધી હતી. તેમણે પ્રખ્યાત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરની ડિગ્રી સાથે સ્નાતક થયા હતા.

રતન ટાટા 1962માં ટાટા ગ્રુપમાં જોડાયા હતા અને ધીમે ધીમે તેમણે તેમની કુશળતા અને જૂથમાં જુદા જુદા અનુભવોને કારણે પ્રગતિ હાંસલ કરી હતી. 1991માં તેમને ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ટાટા ગ્રુપ રતન ટાટા બિઝનેસ