Ratan Tata Nano Plant: રતન ટાટા ને નેનો કાર પ્લાન્ટ બંગાળ માંથી ગુજરાત કેમ ખસેડવો પડ્યો? નરેન્દ્ર મોદી એ મુશ્કેલીમાં આપ્યો હતો સાથ

Ratan Tata Death: રતન ટાટાનું મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. જેણે એક સમયે સામાન્ય માણસને માત્ર એક લાખ રૂપિયામાં કાર આપવાનું સપનું જોયું હતું.

Ratan Tata Death: રતન ટાટાનું મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. જેણે એક સમયે સામાન્ય માણસને માત્ર એક લાખ રૂપિયામાં કાર આપવાનું સપનું જોયું હતું.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ratan Tata Death | Ratan Tata Nano Car Launch | Tata Nano Car Price

Ratan Tata Nano Car Launch: રતન ટાટા દ્વારા માર્ચ 2009માં ટાટા નેનો કાર લોન્ચ કરવામાં આવી હતી. (Photo: @ratantata)

Ratan Tata Nano Car Plant Story: રતન ટાટા હવે આ દુનિયામાં નથી. રતન ટાટાનું 9 ઓક્ટોબર, 2024ની રાત્રે નિધન થયું છે. તેમના નિધનથી કોર્પોરેટ સેક્ટરથી લઇ દેશભરમાં સામાન્ય વ્યક્તિ પણ દુઃખી છે, કારણ કે તેમણે જ સામાન્ય માણસ માટે કાર બનાવવાનું સપનું જોયું હતું. પોતાના ડ્રિમ પ્રોજેક્ટ ટાટા નેનો કારનું સપનું સાકાર કરવા માટે રતન ટાટાને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

Advertisment

રતન ટાટાને ટાટા મોટર્સનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી ખસેડીને ગુજરાતમાં લાવવો પડ્યો હતો, કારણ કે આ પ્રોજેક્ટ માટે બંગાળ સરકારે તેમને આપેલી જમીનને લઈને ઘણો રાજકીય વિવાદ થયો હતો.

હકીકતમાં રતન ટાટાએ 18 મે, 2006ના રોજ જાહેરાત કરી હતી કે તેઓ એક લાખ રૂપિયામાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં નેનો કાર પ્લાન્ટ સ્થાપશે. તે સમયે બંગાળમાં ડાબેરી સરકાર હતી.

તત્કાલીન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચારજીએ આ પ્રોજેક્ટને રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો હતો, પરંતુ તે સમયે વિપક્ષમાં બેઠેલા ટીએમસીના વડા મમતા બેનર્જીએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.

Advertisment
Ratan Tata Death | Ratan Tata Nano Car Launch | Tata Nano Car Price
Ratan Tata Nano Car Launch: રતન ટાટા લાખેણી કાર એટલે કે ટાટા નેનો કાર લોન્ચ કાર્યક્રમમાં. (Photo: @ratantata)

રતન ટાટાના નેનો પ્રોજેક્ટ સામે બંગાળમાં વિરોધ

રતન ટાટાના નેનો પ્રોજેક્ટ માટે સિંગુરમાં એક હજાર કરોડ એકર જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ વિરોધ પક્ષના નેતા તરીકે મમતા બેનરજીએ આ પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો હતો અને કોલકાતામાં આમરણ ઉપવાસ પર બેસી ગયા હતા.

24 ઓગસ્ટ, 2008ના રોજ, બેનર્જીએ આ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવેલી 1000 એકર જમીનમાંથી 400 એકર જમીન પાછી આપવાની માગણી કરી હતી અને દુર્ગાપુર એક્સપ્રેસ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.

તેના પગલે 3 ઓક્ટોબર 2008ના રોજ રાજ્યના સૌથી મોટા તહેવાર દુર્ગા પૂજાના 2 દિવસ પહેલા રતન ટાટાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી કે તેઓ તેમની લાખેણી કાર પ્રોજેક્ટને સિંગુરથી બીજે ક્યાંક લઈ જશે. તેમણે આ નિષ્ફળતા માટે માત્ર મમતા બેનર્જી અને ટીએમસીના આંદોલનને જવાબદાર ગણાવ્યા હતા.

નરેન્દ્ર મોદી ટાટા નેનો પ્લાન્ટ ગુજરાત લઇ આવ્યા

એક તરફ જ્યાં રતન ટાટાને પશ્ચિમ બંગાળમાં આ પ્રોજેક્ટ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યાં બીજી તરફ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો અને ગુજરાત સરકારે પણ રતન ટાટા ને જમીન ફાળવી દીધી. આમ રતન ટાટાના ડ્રિમ નેનો કાર પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ બંગાળ માંથી ગુજરાતના સાણંદમાં સ્થપાયો.

તમને જણાવી દઇયેકે, બંગાળમાં પણ આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો અને 31 ઓગસ્ટ 2016ના રોજ કોર્ટના આદેશના કારણે ખેડૂતોને જમીન પરત આપવામાં આવી હતી. ટાટા ગ્રૂપે આ નુકસાન માટે પશ્ચિમ બંગાળના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી, કોમર્સ એન્ડ એન્ટરપ્રાઇઝની નોડલ એજન્સી ડબલ્યુબીઆઇડીસી સમક્ષ વળતરનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો | રતન ટાટા પાસે કાર કલેક્શનમાં ફેરારી કેલિફોર્નિયા થી લઇ નેનો કાર, જુઓ ફોટા

આ કેસમાં ટાટા જૂથનો વિજય થયો હતો. કોર્ટે પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક વિકાસ નિગમને ટાટા જૂથને વળતર પેટે 765.78 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ટાટા ગ્રુપ રતન ટાટા બિઝનેસ PM Narendra Modi