રતન ટાટાનો જમણો હાથ કોણ છે? ઈન્ટર્નશીપથી કરી શરૂઆત, હાલ 100 કરોડથી વધુ પગાર

ટાટા સન્સની અંદાજિત કિંમત 11 લાખ કરોડ રૂપિયા છે. આજે અમે તમને એન ચંદ્રશેખરનની કારકિર્દી અને શિક્ષણ વિશે વિગતવાર જણાવીશું

Written by Kiran Mehta
Updated : February 19, 2024 15:16 IST
રતન ટાટાનો જમણો હાથ કોણ છે? ઈન્ટર્નશીપથી કરી શરૂઆત, હાલ 100 કરોડથી વધુ પગાર
રતન ટાટા જમણો હાથ એન ચંદ્રશોખરન પગાર કેટલો?

રતન ટાટાનો જમણો હાથ એન ચંદ્રશેખરન : રતન ટાટા, વ્યાપારની દુનિયામાં જાણીતા વ્યક્તિત્વ છે, દેશના સૌથી મોટા બિઝનેસ જૂથોમાંના એક ટાટા ગ્રુપના વડા છે. પરંતુ એક વ્યક્તિ જે સતત તેની સફળતા પાછળ ઉભો રહ્યો છે તે છે એન ચંદ્રશેખરન. એન ચંદ્રશેખરન, જેમને રતન ટાટાનો જમણો હાથ કહેવામાં આવે છે, તેઓ હાલમાં ટાટા સન્સના ચેરમેન છે અને ટાટા ગ્રુપનો બિઝનેસ સંભાળી રહ્યા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ટાટા સન્સની અંદાજિત કિંમત 11 લાખ કરોડ રૂપિયા છે. આજે અમે તમને એન ચંદ્રશેકરનની કારકિર્દી અને શિક્ષણ વિશે વિગતવાર જણાવીશું…

એન ચંદ્રશેખરનની કારકિર્દી જર્ની : ટીસીએસમાં ઇન્ટર્નશિપથી શરૂઆત

એન ચંદ્રશેખરનને પ્રેમથી નટરાજન કહેવામાં આવે છે. ટાટા સન્સના ચેરમેન પદ સુધી પહોંચવાની તેમની સફરમાં સૌથી મોટી ભૂમિકા તેમની મહેનત અને મગજની છે. 1987 માં, તેમણે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) માં ઇન્ટર્ન તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી. અને આ પછી તેઓ એક પછી એક સફળતાની સીડી ચઢતા રહ્યા.

ચંદ્રશેખરનને બે દાયકાની મહેનત અને સફળતા બાદ, 2007 માં તેમને TCS ના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા. 2009 થી 2017 સુધી, તેમણે વૈશ્વિક IT સોલ્યુશન્સ અને કન્સલ્ટિંગ ફર્મ, Tata Consultancy Services (TCS) ના CEO અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. 2009 માં, 46 વર્ષની ઉંમરે, તેઓ ટાટાની તમામ કંપનીઓમાં સૌથી યુવા સીઈઓ હતા.

ટાટા-સાયરસ મિસ્ત્રી વિવાદ બાદ તેમને 2017 માં ટાટા ગ્રુપના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. રતન ટાટાને તેમનામાં વિશ્વાસ છે અને અત્યાર સુધી તેમણે ટાટાને 128 બિલિયન ડોલરની કંપની બનાવી છે.

એન ચંદ્રશેખરન તમિલનાડુના તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એપ્લાઇડ સાયન્સમાં સ્નાતક થયા છે. આ સિવાય તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, તિરુચિરાપલ્લીમાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં માસ્ટર ડિગ્રી લીધી છે. તેમની સફર 1987 માં TCS સાથે શરૂ થઈ હતી.

એર ઈન્ડિયાનું અધિગ્રહણ

એન ચંદ્રશેખરનના નેતૃત્વમાં ટાટા સન્સનું મૂલ્ય 11 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેમના નેતૃત્વમાં જ ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. બિઝનેસની દુનિયામાં ટાટા ગ્રૂપના ભાવિને ઘડવાની દિશામાં આ એક મોટું પગલું છે.

ચંદ્રશેખરનનો પગાર

એન ચંદ્રશેખરનનું સ્ટેટસ તેમના વાર્ષિક પેકેજમાં પણ દેખાય છે. વર્ષ 2021-22 માં તેમનો વાર્ષિક પગાર રૂ. 109 કરોડ પ્રતિ વર્ષ સુધી પહોંચ્યો, જેનાથી તેઓ દેશમાં સૌથી વધુ વેતન મેળવનાર બિઝનેસ એક્ઝિક્યુટિવ બન્યા. તમને જણાવી દઈએ કે, વર્ષ 2019 માં તેમનો વાર્ષિક પગાર 65 કરોડ રૂપિયા હતો. પરંતુ કંપનીમાં તેમના અનુપમ યોગદાનને કારણે, ટાટાએ તેમનું વાર્ષિક પેકેજ વધારીને રૂ. 100 કરોડથી વધુ કર્યું.

આ પણ વાંચો – Paytm : પેટીએમ પેમેન્ટ બેંકમાં જમા થાપણનું શું થશે, વોલેટ, ફાસ્ટેગ અને યુપીઆઈ ચાલુ રહેશે? અહીં મેળવો તમારા તમામ પ્રશ્નોના જવાબ

ચંદ્રશેખરનનો પરિવાર

બિઝનેસ સિવાય તેમના પારિવારિક જીવન વિશે વાત કરીએ તો, 60 વર્ષીય એન ચંદ્રશેખરન મુંબઈમાં રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની લલિતા ચંદ્રશેખરન અને પુત્ર પ્રણવ ચંદ્રશેખરન છે. વર્ષ 2022 માં તેમણે મુંબઈના પોશ વિસ્તાર પેડર રોડ પર 6000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું ડુપ્લેક્સ ઘર ખરીદ્યું હતું, જેની કિંમત 98 કરોડ રૂપિયા હતી. તે જ વર્ષે, તેમને ફરીથી આગામી 5 વર્ષ (20 ફેબ્રુઆરી 2027) માટે ટાટા સન્સના ચેરમેન પદની લગામ સોંપવામાં આવી. ચંદ્રશેખરન એક ઉત્સુક ફોટોગ્રાફર અને મેરેથોન દોડવીર પણ છે. આ સિવાય તેમણે ‘બ્રિજિટલ નેશન’ નામનું પુસ્તક પણ લખ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ