Ravi Kumar S: મુકેશ અંબાણી કરતાં 4 ગણો પગાર! જાણો રવિ કુમાર એસ કોણ છે અને શું કરે છે

Ravi Kumar S Salary: રવિ કુમાર એસનો હાલનો વાર્ષિક પગાર 2020માં મુકેશ અંબાણીને મળેલા પગાર કરતાં 4 ગણો વધુ છે.

Written by Ajay Saroya
January 16, 2024 18:37 IST
Ravi Kumar S: મુકેશ અંબાણી કરતાં 4 ગણો પગાર! જાણો રવિ કુમાર એસ કોણ છે અને શું કરે છે
Ravi Kumar S: રવિ કુમાર એસ. અગ્રણી આઇટી કંપની કોગ્નિઝન્ટના સીઇઓ છે. (Photo - @imravikumars)

Ravi Kumar S Salary Four Times Higher Of Mukesh Ambani: રવિ કુમાર એસ એ તાજેતરમાં આઈટી કંપની કોગ્નિઝન્ટના નવા સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ અગાઉ રવિ કુમાર ભારતની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસના પ્રમુખ હતા. તેમણે કોગ્નિઝન્ટમાં બ્રાયન હમ્ફ્રીઝનું સ્થાન લીધું છે. રવિ કુમાર તાજેતરમાં તેમના સેલેરી પેકેજને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો રવિ કુમારની નવી સેલરીની વાત કરીએ તો તે 2020માં મુકેશ અંબાણીની સેલેરી કરતા ચાર ગણી વધારે છે. ચાલો તમને Cognizant ના નવા CEO ની નેટવર્થ અને પગાર વિશે વિગતવાર જણાવીએ…

બે દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, રવિ કુમાર એસએ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાંથી શરૂઆત કરી. અહીં રવિએ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 2016માં તેઓ ઈન્ફોસિસમાં પ્રમુખ તરીકે જોડાયા હતા.

રવિ કુમાર એસનું કરિયર (Ravi Kumar S Career)

બે દાયકા કરતા લાંબા પોતાના કરિયરમાં રવિ કુમાર એસ.એ પોતાની કારકિર્દીની શરૂઆત ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટરથી કરી હતી. ત્યાં રવિ કુમારે એક ન્યુક્લિયર સાયન્ટિસ્ટ તરીકે કામગીરી કરી હતી. વર્ષ 2016માં તેઓ ઇન્ફોસિસના પ્રમુખ બન્યા હતા.

તેમણે ઈન્ફોસિસમાં ચેરમેન તરીકે પણ સેવા આપી છે. તાજેતરમાં તેમણે ઈન્ફોસિસ છોડી દીધી છે અને હવેકોગ્નિઝન્ટમાં જોડાયા છે. ઈન્ફોસિસ અગાઉ રવિ કુમાર એસ પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ, ઓરેકલ, સેપિયન્ટ અને કેમ્બ્રિજ ટેકનોલોજીમાં પાર્ટનર તરીકે કામ કરી ચૂક્યા છે.

ઉપરાંત રવિ કુમાર એસ. ન્યુયોર્ક એકેડમી ઓફ સાયન્સના ગવર્નર બોર્ડમાં પણ સામેલ છે. રવિ કુમાર એક યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, ટ્રાન્સયુનિયન, ડીજીમર્ક અને ધ ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમના બોર્ડ મેમ્બર પણ છે.

રવિ કુમાર એસ. કેટલું ભણેલા છે (Ravi Kumar S Education)

રવિ કુમાર એસ.એ શિવાજી યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. તેમણે ઝેવિયર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

આ પણ વાંચો | યસ બેંકનો શેર 4 વર્ષની ટોચે, 3 મહિનામાં 86 ટકા રિટર્ન; શું શેર ખરીદવો કે વેચવો? જાણો

રવિ કુમાર એસની સંપત્તિ અને પગાર (Ravi Kumar S Net Worth And Salary)

GQ મુજબ, રવિ કુમાર એસ.ને કોગ્નિઝેન્ટે વાર્ષિક 70 લાખ ડોલર સેલેરી ઓફર કરી છે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો 57 કરોડ રૂપિયા જેટલો પગાર મળશે. તેમને કોગ્નિઝેન્ટ જોડાવા પર 6 કરોડ રૂપિયા જેટલું બોનસ મળ્યુ હતુ. આ રવિ કુમાર એસ.ની વાર્ષિક સેલેરી ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના પગાર કરતા 4 ગણી છે. મુકેશ અંબાણીને વર્ષ 2020માં 15 કરોડ રૂપિયા વાર્ષિક પગાર મળ્યો હતો. એટલું નહીં રવિ કુમાર એસ.ને વન ટાઇમ હાયર એવોર્ડ સ્વરૂપે 50 લાખ ડોલર (લગભગ 41 કરોડ રૂપિયા)નો સ્ટોક રિટર્ન પણ મળ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ