RBI Notes: આરબીઆઈ 100 અને 200 રૂપિયાની નવી નોટ જારી કરશે, શું જુની નોટ બંધ થશે?

RBI Issue 100 And 200 Rupee Note: આરબીઆઈ 100 અને 200 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડશે. આ ઘોષણાથી મોટાભાગના લોકો મૂંઝવણમાં છે કે શું 100 અને 200 રૂપિયાની જુની રદ થઇ જશે?

RBI Issue 100 And 200 Rupee Note: આરબીઆઈ 100 અને 200 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડશે. આ ઘોષણાથી મોટાભાગના લોકો મૂંઝવણમાં છે કે શું 100 અને 200 રૂપિયાની જુની રદ થઇ જશે?

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
RBI | reserve bank of india |

RBI: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા. (Express Photo)

RBI Issue 100 And 200 Rupee Note: આરબીઆઈ દ્વારા 100 અને 200 રૂપિયાની નવી ચલણી નોટ જારી કરવાની ઘોષણા કરવામાં આવી છે. રિઝર્વ બેંકની આ ઘોષણાથી મોટાભાગના લોકો મૂંઝવણમાં છે કે શું 100 અને 200 રૂપિયાની જુની રદ થઇ જશે? તમને જણાવી દઇયે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2016માં એકાએક 500 અને 2000 રૂપિયાની ચલણી નોટ રદ કરી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

Advertisment

RB 100 અને 200 રૂપિયાની નવી બેંક નોટ જારી કરશે. હકીકતમાં આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની સહી વાળી નવી નોટો આવશે. આ નોટ મહાત્મા ગાંધી (New Series) સીરિઝ હેઠળ જારી કરવામાં આવશે.

શું જુની નોટ રદ થશે?

આરબીઆઈ એ સ્પષ્ટતા કરી છે કે, જુની 100 અને 200 રૂપિયાની ચલણી નોટો પહેલાની જેમ માન્ય રહેશે. નવી નોટની ડિઝાઇન હાલની ચલણી નોટ જેવી જ રહેશે. માત્ર આરબીઆઈના ગવર્નરની સહી બદલાશે.

તમને જણાવી દઇયે કે, આરબીઆઈ સમયાંતરે તત્કાલિન ગવર્નરની સહી વાળી નવી ચલણી નોટ જારી કરે છે. જેથી ફાઈનાન્સ સિસ્ટમમાં સાતત્યતા જળવાઇ રહે. નવી કરન્સી નોટ ટુંક સમયમાં ચલણમાં આવશે.

Advertisment

ભારતમાં કેટલી રોકડ રકમ સિસ્ટમમાં છે?

એક રિપોર્ટ મુજબ, 2000 રૂપિયાની નોટ બંધ થવા છતાં દેશમાં રોકડ રકમનો ઉપયોગ પહેલા કરતા ઘણું વધી ગયું છે. RBIના આંકડા મુજબ માર્ચ 2017માં કેશ સર્ક્યુલેશન 13.35 લાખ કરોડ હતુ, જે માર્ચ 2024માં વધીને રૂ. 35.15 લાખ કરોડે પહોંચી ગયું છે. ઉપરાંત યુપીઆઈ મારફતે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પણ રોકેટ ગતિએ વધ્યું છે. માર્ચ 2020માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 2.06 લાખ કરોડ હતુ, જે ફેબ્રુઆરી 2024 સુધી વધીને 18.07 લાખ કરોડે પહોંચી ગયું હતું. જ્યારે સમગ્ર વર્ષ 2024ની વાત કરીયે તો લગભગ 172 અબજ ડિજિટલ પેમેન્ટ થયા હતા.

આરબીઆઇ બિઝનેસ