ATM Transactions Charge Hike From 1 May 2025: એટીએમ માંથી પૈસા ઉપાડવા પર 1 મે, 2025થી વધારે ચાર્જ ચૂકવવો પડશે. આરબીઆઈ દ્વારા એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જ વધારવા મંજૂરી આપી હતી. આથી હવે 1 મે, 2025થી નવા એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જ લાગુ પડશે. જેના કારણે એટીએમ માંથી પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવા જેવી સુવિધા માટે પણ વધારે ચાર્જ ચૂકવવો પડશે. એચડીએફસી બેંક, પીએનબી અને ઈન્ડ્સઇન્ડ બેંકે નવા એટીએમ ચાર્જ પણ જારી કર્યા છે.
મફત એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ : Free ATM Transactions Limit
આરબીઆઈ દ્વારા મેટ્રો સિટી અને બિન મેટ્રો સિટી માટે અલગ અલગ એટીએમ ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરવામાં આવી છે. જેમા એટીએમ માંથી પૈસા ઉપાડવા, બેલેન્સ ચેક કરવા અને મિની સ્ટેટમેન્ટ અને PIN બદલવા વગેરે જેવી સુવિધા સામેલ છે.
આરબીઆઈ એ સ્પષ્ટતા કરી દીધી છે કે, હવે મેટ્રો સિટીમાં દર મહિને 3 એટીએમ ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે. તો નોન મેટ્રો સિટીમાં 5 એટીએમ ટ્રાન્ઝેક્શન પર કોઇ ચાર્જ લાગશે નહીં. ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ સમાપ્ત થયા બાદ પ્રત્યેક એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઇયે કે, એટીએમ ઇન્ટરચેન્જ ફી તમારા બેંક એકાઉન્ટ સિવાયની અન્ય કોઇ બેંકના એટીએમ માંથી પૈસા ઉપાડવા કે બેલેન્સ ચેક કરવા પર વસૂલવામાં આવે છે.
એટીએમ કાર્ડધારક આટલું ધ્યાન રાખે
પોતાની બેંકના એટીએમ પર દર મહિને 5 મફત ATM ટ્રાન્ઝેક્શન કરી શકે છે.મેટ્રો સિટીમાં અન્ય બેંકના એટીએમ પર 3 મફત ટ્રાન્ઝેક્શન કરી શકશે.નોન મેટ્રો સિટીમાં અન્ય બેંકના એટીએમ પર 5 મફત ટ્રાન્ઝેક્શન થઇ શકશે.એટીએમ પર ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ સુધી કોઇ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.એટીએમ પર ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ સમાપ્ત થયા બાદ એટીએમ માંથી રોકડ ઉપાડશો તો પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા ચાર્જ વસૂલાશે.
HDFC Bank ATM Charge : એચડીએફસી બેંકના એટીએમ ચાર્જ
એચડીએફસી બેંકના એટીએમ માંથી રોકડ ઉપાડવાની ફ્રી લિમિટ સમાપ્ત થયા બાદ વધારાના પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા + ટેક્સ ચાર્જ વસૂલવામાં આવશે. જો કે બેલેન્સ ચેક, મિની સ્ટેટમેન્ટ અને પીન બદલવા જેવા બિન નાણાકીય વ્યવહારો પર કોઇ ચાર્જ લાગશે નહીં.
PNB ATM Charge : પીએનબી એટીએમ ચાર્જ
પંજાબ નેશનલ બેંકે કહ્યું કે, અન્ય બેંકોના એટીએમ પર ફ્રી લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકોએ 9 મે, 2025થી પ્રતિ નાણાકીય વ્યવહાર પર 23 રૂપિયા અને બિન નાણાકીય વ્યવહાર પર (જીએસટી સિવાય) 11 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
IndusInd Bank ATM Charge : ઈન્ડ્સઇન્ડ બેંક એટીએમ ચાર્જ
ઈન્ડ્સઇન્ડ બેંકે જાણકારી આપી છે કે, તેમના બચત, સેલેરી, એનઆર અને ચાલુ ખાતાધારકોએ 1 મે, 2205 થી ફ્રી લિમિટ બાદ અન્ય બેંકના એટીએમ માંથી રોકડ રકમ ઉપાડવા પર પ્રત્યેક ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.