Bank Holiday in April 2024 : માર્ચ સમાપ્ત થવાની તૈયારીમાં છે અને નવું નાણાકીય વર્ષ એપ્રિલથી શરૂ થશે. એપ્રિલ 2024માં બેંકોમાં ઘણી રજાઓ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોની વાર્ષિક યાદી અનુસાર એપ્રિલ 2024 માં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓમાં વીકેન્ડ એટલે કે બીજા અને ચોથા શનિવાર અને રવિવારનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઇયે કે, 1 એપ્રિલથી ભારતમાં નવા નાણાંકીય વર્ષની શરૂઆત થાય છે. એપ્રિલમાં કુલ 14 દિવસ સુધી બેંક શાખાઓ ખુલશે નહીં. આ મહિનામાં દેશભરમાં ગુડી પડવા, ઈદ-ઉલ-ફિતર, બિહુ, રામ નવમી, બૈશાખી સહિત ઘણા તહેવારો પણ ઉજવવામાં આવશે, જેના કારણે બેંકો બંધ રહેશે.
તમને જણાવી દઈએ કે દેશભરમાં કુલ રજાઓની સંખ્યા એક જેવી જ રહે છે, પરંતુ રાજ્ય અનુસાર અલગ અલગ દિવસે બેંકો બંધ રહે છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા તમે તમારા બેન્કિંગ કામકાજ પતાવી શકો છો. ઉપરાંત આ રજાઓ દરમિયાન એટીએમ સેવા પણ ચાલુ રહેશે. જો તમારું કોઇ મહત્વપૂર્ણ કામ છે જેની માટે તમારે બેંક માં જવું જરૂરી છે, તો રજાના દિવસે જવું નહીં.
આ પણ વાંચો | મોંઘી હોમ લોનથી પરેશાન છો? આ 4 ટીપ્સ ફોલો કરી ઉંચા વ્યાજ દરનો બોજ ઘટાડો
અમે તમને જણાવી રહ્યા છીએ કે 1 એપ્રિલથી 30 એપ્રિલ, 2024 દરમિયાન કઇ કઇ તારીખ બેંક બંધ રહેશે. જુઓ બેંક રજાની સંપૂર્ણ યાદી
1 એપ્રિલ : વાર્ષિક ક્લોઝિંગ એકાઉન્ટને કારણે બેંકો બંધ રહેશે5 એપ્રિલ : બાબુ જગજીવન રામનો જન્મદિવસ/જમાત-ઉલ-વિદા7 એપ્રિલ : પ્રથમ રવિવાર9 એપ્રિલ : ગુડી પડવા/ઉગાડી તહેવાર/તેલુગુ નવું વર્ષ/ચૈત્ર નવરાત્રી/સાજીબુ ચેરાઓબા10 એપ્રિલ : રમજાન ઇદ (ઇદ-ઉલ-ફિતર)13 એપ્રિલ : મહિનાનો બીજો શનિવાર /બોહાગ બિહુ/ચેરીઓબા/બૈસાખી/બીજુ ફેસ્ટિવલ14 એપ્રિલ : મહિનાનો બીજો રવિવાર15 એપ્રિલ : બોહાગ બિહુ/હિમાચલ દિવસ17 એપ્રિલ : રામ નવમી20 એપ્રિલ : ગરિયા પૂજાય21 એપ્રિલ : મહિનાનો ત્રીજો રવિવાર27 એપ્રિલ : મહિનાનો ચોથો શનિવાર28 એપ્રિલ : મહિનાનો ચોથો રવિવાર





