RBI Bans Prepayment Penalty: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લોનધારકોને મોટી રાહત આપવામાં આવી છે. રિઝર્વ બેંકે ફ્લોટિંગ રેટ લોન પર પ્રી પેમેન્ટ ચાર્જ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. લોનની સમય પહેલા ચૂકવણી કરવા પર અમુક બેંકો પ્રી પેમેન્ટ ચાર્જ વસૂલતી હતી, જે હવે નાબૂદ કરવામાં આવ્યો છે. આ નિયમ તમામ બેંકો અને NBFC સહિત તમામ રેગ્યુલેટેડ સંસ્થાઓને લાગુ થશે. આરબીઆઈના આ નિર્ણયી કરોડો લોનધારકોને ફાયદો થશે. નવા નિયમ ક્યારથી લાગુ થશે? શું હોમ લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન પર પ્રી પેમેન્ટ પર ચાર્જ નાબૂદ થયો કે નહીં? જાણો વિગતવાર
પ્રી પેમેન્ટ ચાર્જ ક્યારથી નાબૂદ થશે?
આરબીઆઈના આદેશ મુજબ બેંકો અને એનબીએફસી હવે લોન પર પ્રી પેમેન્ટ ચાર્જ 1 જાન્યુઆરી 2026થી વસૂલી શકશે નહીં.
કઇ લોન પર પ્રી પેમેન્ટ ચાર્જ નહીં વસૂલાય?
- હોમ લોન, પર્સનલ લોન અને અન્ય નોન બિઝનેસ લોન
- નાના ઉદ્યોગો, MSEને ફ્લોરિંગ રેટ પર આપેલી બિઝનેસ લોન
- લોનની સંપૂર્ણ રકમ કે આંશિક રકમના પ્રી પેમેન્ટ પર કોઇ ચાર્જ લાગશે નહીં
જો લોન લેવાનો હેતુ વેપાર ધંધો છે અને તેને વ્યક્તિગત કે MSE (સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ) દ્વારા લેવામાં આવી છે, તો પણ પ્રી પેમેન્ટ ઉપર બેંકો કોઇ ચાર્જ વસૂલશે નહીં. અલબત્ત, આ છુટછાટ અમુક ખાસ નાણાંકીય સંસ્થાઓના કિસ્સામાં લાગુ થશે નહીં.

જુની લોન પર પ્રી પેમેન્ટ ચાર્જ માફી મળશે?
આરબીઆઈના નોટિફિકેશન મુજબ આ નિર્દેશો 1 જાન્યુઆરી, 2026 ના રોજ અથવા તે પછી મંજૂર કરાયેલી અથવા રિન્યૂ કરાયેલી તમામ લોન પર લાગુ પડશે. ઉપરાંત જો વ્યક્તિગત કે જોઇન્ટમાં અથવા વ્યવસાય સિવાયના હેતુઓ માટે આપવામાં આવેલી બધી લોન માટે પ્રી-પેમેન્ટ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
કઇ સંસ્થાઓની લોન ને છુટછાટ મળશે નહીં?
- સ્મોલ ફાઇનાન્સ બેંક
- રીજનલ રૂરલ બેંક
- લોકલ એરિયા બેંક
- ટિયર 4 અર્બન કો ઓપરેટિવ બેંક
- NBFC–Upper Layer (NBFC-UL)
- ઓલ ઈન્ડિયા ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન
50 લાખ સુધીની લોન લેનારને પણ રાહત
જો કોઇ વ્યક્તિ કે MSEને આ નાણાંકીય સંસ્થાઓ પાસેથી 50 લાખ સુધીની લોન મળી છે, તો તેના પર પ્રી પેમેન્ટ ચાર્જ વસૂલી શકાશે નહીં. તેમા ટિયર 3 અર્બન કો ઓપરેટિવ બેંક, સ્ટે અને સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક અને NBFC–Middle Layer (NBFC-ML) સામેલ છે.
RBI એ નિર્ણય કેમ લીધો?
આરબીઆઈ એ જણાવ્યું કે, તેમના ધ્યાનમાં આવ્યું હતું કે, ઘણી રેગ્યુલેટેડ સંસ્થાઓ લોન પ્રી પેમેન્ટ ચાર્જ અંગે અલગ અલગ નીતિ અપનાવી રહી હતી. તેનાથી ગ્રાહકોમાં મૂંઝવણ પૈદા થઇ હતી. ઉપરાંત અમુક બેંક અને NBFC લોન એગ્રીમેન્ટમાં એવા પ્રતિબંધાત્મક નિયમો સામેલ કરતી હતી, જેનાથી ગ્રાહકો ઓછા વ્યાજદરના વિકલ્પોનો લાભ મેળવી શકતા ન હતા.
RBI એ સ્પષ્ટતા કરી છે કે, પ્રી પેમેન્ટ લોન ચૂકવવા માટે ગમે તે સ્ત્રોત માંથી ભંડોળ મેળવ્યું, તમામમાં આ રાહત મળી શકશે. ઉપરાંત કોઇ પણ પ્રકારના લોન ઇન પીરિયડ ફરજિયાત રહેશે નહીં.
ફિક્સ્ડ ટર્મ લોન અને ઓવરડ્રાફ્ટ પર શું અસર થશે?
આરબીઆઈના નવા નિયમ ુજબ, ફિક્સ્ડ ટર્મ લોનમાં જો પ્રી પેમેન્ટ ચાર્જ વસૂલવામાં આવે છે, તો તે માત્ર પ્રી પે કરેલી રકમ પર આધારિત હોવો જોઇએ. ઉપરાંત ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટના કિસ્સામાં આ નિયમ થોડોક અલગ છે. જો લોનધારક સમય પહેલા રિન્યુએબલ ન કરવાની આપે છે અને નિર્ધારિત તારીખ પર લોન બંધ કરી દે છે, તો કોઇ પ્રી પેમેન્ટ ચાર્જ લાગશે નહીં.