/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/RBI.jpg)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારતની મધ્યસ્થ બેંક છે. (Express Photo)
RBI Bars Kotak Mahindra Bank : આરબીઆઈ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) એ કોટક મહિન્દ્રા બેન્કને ઓનલાઇન અને મોબાઇલ બેન્કિંગ મારફતે નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત બેંકને હવે નવા ઓનલાઈન કસ્ટમર બનાવવા પ્રતિબંધ મૂક્યો છે.
ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેન્ક માટે આ મોટો ઝટકો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બુધવારે કોટક મહિન્દ્રા બેંકને નિર્દેશ આપ્યો છે કે તે તાત્કાલિક અસરથી નવા ક્રેડિટ કાર્ડ આપવાનું બંધ કરે. આ સાથે ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ દ્વારા નવા ગ્રાહકો ઉમેરવાનું કામ પણ તાત્કાલિક બંધ કરવા આદેશ કર્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Kotak-Mahindra-Bank.jpg)
RBI એ કોટક બેંક પર કેમ અંકુશો લાદયા
આરબીઆઈ દ્વારા કોટક બેંક પર કડક અંકુશો લાદવામાં આવ્યા છે. કોટક બેંકના આઈટી રિસ્ક મેનેજમેન્ટ, ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઓપરેશનની ખામી જણાતા આરબીઆઈ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આરબીઆઈ ને કોટક મહિન્દ્રા બેંકની આઈટી સિસ્ટમમાં ખામીઓ જોવા મળી હતી. મધ્યસ્થે બેંકે પણ આ મુદ્દે ખાનગી બેંક પાસેથી જવાબ માંગ્યો હતો અને આરબીઆઈને આ જવાબ સંતોષકારક લાગ્યો ન હતો. તમને જણાવી દઇયે કે, રિઝર્વ બેંક દ્વારા 2022 અને 2023 માં હાથ ધરવામાં આવેલી આઇટી તપાસ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.
આરબીઆઈ એ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ ની કલમ ૩૫ એ હેઠળ તેની શક્તિનો ઉપયોગ કર્યો છે અને કોટક મહિન્દ્રા બેંક સામે આ કાર્યવાહી કરી છે. જો કે જે ગ્રાહકો પહેલાથી જ બેંકની સાથે છે તેઓ પહેલાની જેમ તમામ સેવાઓનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો | હોમ લોનના વ્યાજદર સ્થિર, કેવી રીતે લોનના ઇએમઆઈની રકમ ઘટાડવી? જાણો અહીં
કોટક મહિન્દ્રા બેંકે અત્યાર સુધીમાં 49 લાખ ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે
કોટક મહિન્દ્રા બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર દેશભરમાં 49 લાખથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે.
કોટક બેંકના 28 લાખથી વધુ ડેબિટ કાર્ડ એક્ટિવ છે.
બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દેશભરમાં 1780 થી વધુ બેંક બ્રાન્ચ છે. અને 2023 સુધી કુલ 4.12 કરોડ કસ્ટમર હતા.
કોટક મહિન્દ્રા બેંકમાં 1 લાખથી વધુ કર્મચારીઓ છે.
ડિપોઝિટની વાત કરીએ તો કોટક બેંકમાં હાલ કુલ 3.61 લાખ કરોડ રૂપિયાની ડિપોઝિટ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us