RBI Stop Business Payments Via Visa Mastercard Cards : આરબીઆઈ દ્વારા પેટીએમ બાદ હવે વિસા માસ્ટર કાર્ડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. રિઝર્વ બેંકે વિઝા માસ્ટર કાર્ડ દ્વારા બિઝનેસ પેમેન્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે એક કાર્ડ નેટવર્કને બિઝનેસ કાર્ડ દ્વારા પેમેન્ટની અનધિકૃત વ્યવસ્થાને રોકવા માટે નિર્દેશ આપ્યો છે. જોકે મધ્યસ્થ બેંકે નેટવર્કનું નામ જાહેર કર્યું નથી.
આરબીઆઈએ એક રિલિઝમાં જણાવ્યું હતું કે, “રિઝર્વ બેંકના ધ્યાનમાં આવ્યું છે કે, કાર્ડ નેટવર્કમાં એવી વ્યવસ્થા છે કે જે બિઝનેસને અમુક મધ્યસ્થીઓ / ઇન્ટરમિડિયેટર્સ દ્વારા કાર્ડ પેમેન્ટ્સ કરવા માટે સક્ષમ બનાવે છે, જે કાર્ડ પેમેન્ટ્સ સ્વીકારતી નથી.”
બેંક નિયામકે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી માત્ર એક કાર્ડ નેટવર્કે આ સિસ્ટમને કાર્યરત કરી છે.
રિઝર્વ બેંકે કહ્યું કે, આ મામલે વિગતવાર તપાસ ચાલી રહી છે, તેથી કાર્ડ નેટવર્કને આગામી આદેશો સુધી આવી તમામ અરેંજમેન્ટ સ્થગિત રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
વિસા કાર્ડ અને માસ્ટર કાર્ડ થી બિઝનેસ પેમેન્ટ પર RBIનો પ્રતિબંધ
રિઝર્વ બેંકની આ સ્પષ્ટતા એ અહેવાલના એક દિવસ બાદ આવી છે જેમાં આરબીઆઈ એ કાર્ડ નેટવર્ક વિસા અને માસ્ટરકાર્ડ જેવા કાર્ડ નેટવર્કને કંપનીઓ અને નાની એન્ટિટીઓ દ્વારા કરાયેલા કાર્ડ આધારિત કોમર્શિયલ પેમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
બુધવારે, કાર્ડ નેટવર્ક પૈકીના એક વિઝા કાર્ડે fintechs ને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે: “અમને નિયમનકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમામ બિઝનેસ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર (BPSP) ટ્રાન્ઝેક્શન આગળની સૂચના સુધી સ્થગિત રાખવામાં આવે. તેથી, અમે વિનંતી કરીએ છીએ કે તમારા દ્વારા વિઝા સાથે નોંધાયેલા તમામ BPSP મર્ચન્ટ્સ અમારા દ્વારા આગામી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.
આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે વ્યવસ્થા મુજબ, ઇન્ટરમિડિયેટરી કોર્પોરેટ પાસેથી તેમના કોમર્શિયલ પેમેન્ટ માટે કાર્ડની ચૂકવણી સ્વીકારે છે અને પછી નોન-કાર્ડ સ્વીકારનારા પ્રાપ્તકર્તાઓને IMPS (ઇમિજેટ પેમેન્ટ સર્વિસ)/RTGS (રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ)/NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) દ્વારા પૈસા ટ્રાન્સફર કરે છે.
એવું જોવામાં આવ્યું હતું કે, આ વ્યવસ્થા પેમેન્ટ સર્વિસ લાયક છે. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (PSS) એક્ટ, 2007ની જોગવાઈઓ હેઠળ, આવી પેમેન્ટ સિસ્ટમને PSS એક્ટની કલમ 4 હેઠળ અધિકૃતતાની જરૂર છે, જે તાત્કાલિક કેસમાં પ્રાપ્ત થઈ નથી.
તે જણાવ્યું હતું કે, “તેથી, આ કામગીરી કાયદાકીય મંજૂરી વગર થતી હતી.”
આ પણ વાંચો | હવે ઘરે બેઠા કાર કે બાઇક માટે એચએસઆરપી નંબર પ્લેટ ઓર્ડર કરો, જાણો ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ રીત
રિઝર્વ બેંકે જણાવ્યું કે, એવી ચિંતા છે કે આવી વ્યવસ્થામાં મધ્યસ્થી એવા ખાતામાં મોટી રકમ જમા કરે છે જે PSS એક્ટ હેઠળ ઓથોરાઇઝ્ડ એકાઉન્ટ નથી. તેમજ આ કામગીરીમાં કેવાયસી સહિત વિવિધ સંલગ્ન નિયમોનું પાલન થતું નથી. અલબત્ત આરબીઆઈ એ સ્પષ્ટતા કરી છે કે, તેણે બિઝનેસ ક્રેડિટ કાર્ડના સામાન્ય ઉપયોગના સંદર્ભમાં કોઈ પ્રતિબંધ મૂક્યા નથી.