RBIના નવા ચેક ક્લિયરિંગ નિયમ, હવે 4 કલાકમાં ચેક ક્લિયર થશે, જાણો ક્યારથી લાગુ થશે

RBI Cheque Clearing Rules: આરબીઆઈના નવા ચેક ક્લિયરિંગ નિયમથી ગણતરીના કલાકોમાં ચેક ક્લિયર થઇ તમારા ખાતામાં પૈસા જઇ જશે. હાલ ચેક ક્લિયર થવામાં 2 થી 3 દિવસનો સમય લાગે છે.

Written by Ajay Saroya
August 19, 2025 10:24 IST
RBIના નવા ચેક ક્લિયરિંગ નિયમ, હવે 4 કલાકમાં ચેક ક્લિયર થશે, જાણો ક્યારથી લાગુ થશે
RBI Cheque Clearing Rules : આરબીઆઈ દ્વારા ચેક ક્લિયરિંગના નવા નિયમ લાગુ કર્યા છે. (Photo: Freepik)

RBI Cheque Clearing Rules : આરબીઆઈ દ્વારા ચેક ક્લિયરિંગના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ચેક ટ્રંક્શન સિસ્ટમ (CTS) હેઠળ ઝડપી ચેક ક્લિયરન્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે. CTS હેઠળ ચેકની ફિઝિકલ આપ લે કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ સમગ્ર પ્રક્રિયા ઇમેજ અને ઇલેક્ટ્રોનિક સિગ્નલ આધારીત રહેશે. અત્યાર સુધી ચેક ક્લિયર થવામાં 2 થી 3 દિવસ લાગે છે. જો કે હવે નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ લાગુ થતા 3 થી 4 કલાકમાં ચેક ક્લિયર થશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ચેક ક્લિયરિંગ વધ ઝડપી અને રિયલ ટાઇમ સેટલમેન્ટની ખાતરી કરવાનો છે.

ચેક ક્લિયરિંગના નવા નિયમ ક્યારથી લાગુ થશે

ચેક ક્લિયરિંગના નવા નિયમ 4 ઓક્ટોબર, 2025થી લાગુ થશે. હવે 4 ઓક્ટોબરથી બેંક 10 થી 4 વાગ્યા સુધી ચેકના ફોટા કે મેગ્નેટિક ફંક કેરેક્ટર રિકોગ્નિશન (MICR) ડેટા ક્લિયરિંગ હાઉસને મોકલશે. ચેક ક્લિયરિંગ હાઉસ દિવસભર તેમને પેમેન્ટ કરનાર બેંક (ડ્રોઇ બેંક)ને મોકલશે. તેનાથી ચેકની ફિઝિકલ આપ લે બંધ થઇ જશે અને આ કામગીરી પાછળનો ખર્ચ પણ ઘટશે. હાલ CTS બેચ પ્રોસેસિંગ મોડમાં કામ કરે છે.

3 થી 4 કલાકમાં ચેક ક્લિયર થશે

હાલ ચેક ક્લિયર થવામાં 2 થી 3 દિવસ લાગે છે. જો કે નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ લાગુ થતા 3 થી 4 કલાકમાં ચેક ક્લિયર થશે. જ્યારે પેમેન્ટ કરનાર બેંક એટલે કે ડ્રોઇ બેંકને ચેકની ઇમેજ મળશે, ત્યારે તેણે તરત જ પ્રક્રિયા કરવી પડશે. કન્ફર્મેશન વિન્ડો સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. દરેક ચેક સાથે એક એક્સપાયરી ટાઇમ (expiry time) જોડાયેલો હશે. બેંકે રિયલ ટાઇમમાં પ્રોસેસ કરી ક્લિયરિંગ હાઉસને તરત સુચના આપવી પડશે.

નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમનો બે તબક્કામાં અમલ થશે. પ્રથમ તબક્કો 4 ઓક્ટોબર 2025 થી 2 જાન્યુઆરી 2025 હશે. જેમા તમામ બેંકોએ સાંજના 7 વાગ્યા સુધી તમામ ચેક વેરિફાઇ કરવાના રહેશે. જો નહીં થાય તો ચેક ઓટોમેટિક અપ્રુવ અને સેટલ થઇ જશે. બીજો તબક્કો 3 જાન્યુઆરી 2026થી લાગુ થશે. જેમા બેંક પાસે ચેક ક્લિયર કરવા માટે માત્ર 3 કલાક હશે. ઉદાહરણ તરીકે 10 થી 11 વાગ્યા સુધી આવેલા ચેકનું વેરિફિકેશન બપોરે 2 વાગ્યા સુધી કરવાનું રહેશે. જો 3 કલાકમાં વેરિફાઇ નહીં થાય તો ચેક અપ્રુવ થાય તો, તો ચેકને અપ્રુવ્ડ માની 2 વાગે સુધીમાં સેટલમેન્ટ કરવામાં આવશે.

ચેક સેટલમેન્ટ બાદ ચેક ક્લિયરિંગ હાઉસ બેંકને અપ્રુવલ કે રિજેક્શનની જાણકારી આપે છે. ત્યાર બાદ તમારી બેંક એક કલાકની અંતર તમારા બેંક એકાઉન્ટમાં રકમ જમા કરી દેશે.

આ પણ વાંચો | HDFC બેંકે રોકડ ઉપાડના નિયમો બદલ્યા, ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ 150 રૂપિયા ચાર્જ લાગશે

ગ્રાહકોને શું ફાયદો તશે

Bankbazaar.com ના સીઇઓ આદિલ શેટ્ટીના જણાવ્યા મુજબ, આ ચેક ટ્રંક્શન સિસ્ટમ ચેક ક્લિયરન્સને માત્ર થોડાંક જ કલાકોમાં પૂર્ણ કરશે. ડિજિટલ પેમેન્ટ જેમ કે, યુપીઆઈ, એનઇએફટી અને આરટીજીએસના વધાતા ટ્રેન્ડ વચ્ચે હજી પણ ચેક વડે લેવડદેવડ કરવામાં આવે છે. ઝડપી ક્લિયરિંગથી ગ્રાહકોના બેંક ખાતામાં ઝડપથી ચેકના પૈસા જમા થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ