RBI Credit Reporting Rules: ક્રેડિટ સ્કોર બેંક અને નાણાકીય સંસ્થાઓ લોન આપતી વખતે ચેક કરે છે. ક્રેડિટ સ્કોર વ્યક્તિની આર્થિક સદ્ધરતા અને ક્ષમતા માપવાનું એક માપદંડ છે. તમારો ક્રેડિટ સ્કોર જેટલો ઉંચો હશે જેટલી લોન મેળવવાની શક્યતા વધી જાય છે. તેનાથી વિપરીત ક્રેડિટ સ્કોર નીચો હશે તો બેંક લોન આપતા અચકાશે અથવા ઉંચા વ્યાજ પર લોન આપશે. શું ક્યારેય તમે વિચાર્યું છે તમારા ક્રેડિટ સ્કોર કેવી રીતે બને છે? તેના આંકડા અને જાણકારી ક્યાંથી મેળવે છે? ચાલો વિગતવાર જાણીયે
બેંક અને ફાઈનાન્સ કંપની લોન આપતા વ્યક્તિનો ક્રેડિટ રિપોર્ટ અને ક્રેડિટ સ્કોર ચેક કર કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બેંકને કેવી રીતે ખરબ પડે છે કે તમારી કેટલી લોન ચાલી રહી છે, તમે સમયસર લોન ઇએમઆઇ ભર્યો છે કે નહીં, તમે કોઇ લોન પેમેન્ટમાં ડિફોલ્ટ થયા છો કે નહીં. આનો જવાબ છે ભારતીય રિઝર્વ બેંકની ક્રેડિટ (RBI) રિપોર્ટિંગ સિસ્ટમ
RBI દેશની ક્રેડિટ રિપોર્ટિંગ સિસ્ટમને વધુ પારદર્શી અને સટીક બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તેની માટે ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટિંગ ડાયરેક્શન્સ 2025 જારી કર્યા છે. આ દિશા નિર્દેશો હેઠળ બેંક અને નાણાકીય સંસ્થાએ હવે દેવાદારોની માહિતી હવે દર મહિને બે વખત ક્રેડિટ બ્યૂરોને ફરજિયાત મોકલવી પડશે, 7 અને 22 તારીખ સુધીમાં. સતત માહિતી અપડેટથી સટીક જાણકારી પ્રાપ્ત થશે અને ધિરાણ સંબંધિત નિર્ણય લેવામાં સરળતા રહે છે.
નવા ક્રેડિટ રિપોર્ટિંગ સિસ્ટમની અસર
અત્યાર સુધી ક્રેડિટ ડેટા મહિનામાં માત્ર એક વખત અપડેટ થતા હતા, જેનાથી 30 થી 40 દિવસ સુધી લોન ડેટા જુના દેખાતા હતા. નવી સિસ્ટમાં રિપેમેન્ટ અને ડિફોલ્ટની જાણકારી રિયલ ટાઇમની આસપાસ મળશે, જેનાથી બેંકોને સારી રીતે જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ મળશે.
તમામ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CICs)ને હવ એક યુનિફોર્મ સ્કોર રેન્જ (300 – 900) અપનાવવી પડશે. તેનાથી લોનધારકની આર્થિક ક્ષમતા સમજવામાં સરળતા રહેશે. હવે દરેક લોનધારકનો ડેટા સરકારી આઈડી (PAN, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ વગેરે) સાથે લિંક હોય છે. તેનાથી એક જ રિપોર્ટમાં તમામ ચાલુ અને બંધ થયેલી લોન, ડિફોલ્ટ, કાયદાકીય કેસ અને ગેરંટરની જવાબદારીઓ સામેલ હોય છે.
CIC હવે લાઇસન્સ ન હોય તેવી સંસ્થાઓને પણ ક્રેડિટ ડેટા આપી શકશે, પણ એ શરતે કે લોનધારકની મંજૂર હોય. જો કે તેની માટે કડક નિયમો લાગુ કરવામાં આવશે.
ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સના મતે, નવી ગાઇડલાઇન્સથી બેંકોને પોતાની આઈટી સિસ્ટમ અને પ્રક્રિયામાં સુધારો કરવો પડશે. પરંતુ તેના લાંબા ગાળે ફાયદા થશે – જવાબદારપૂર્ણ લોન સિસ્ટમ, ઓછું ડિફોલ્ટ અને વધારે સટીક લોન મૂલ્યાંકન
ક્રેડિટ રિપોર્ટ શું છે અને કેવી રીતે તૈયાર થાય?
ક્રેડિટ રોપોર્ટમાં કોઇ વ્યક્તિ કે સંસ્થાના લોન અને ક્રેડિટ સંબંધિત સંપૂર્ણ જાણકારી હોય છે. ક્રેડિટ રિપોર્ટમાં વ્યક્તિ દ્વારા લેમાં આવેલી લોન, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, નિયમિત પરત ચૂકવણી, ડિફોલ્ટ, બાકી ધિરાણ અને ક્રેડિટ સ્કોર જેવી જાણકારીઓ સામેલ હોય છે.
બેંક અને નાણાકીય સંસ્થાઓ ક્રેડિટ બ્યૂરોને જાણકારી આપે છે, તેના આધાર પર આ ક્રેડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. તેનાથી બેંકોને લોન આપતા પહેલા વ્યક્તિની આર્થિક સદ્ધરતા અને ક્ષમતા માપવામાં મદદ મળે છે.