RBI Hike Gold Loan Limit Under Bullet Repayments For UCB : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા 6 ઓક્ટોબર, 2023ના રોજ જાહેર કરાયેલી ધિરાણનીતિ બેઠકમાં વ્યાજદર સતત ચોથી વખત સ્થિર રાખ્યા છે. જો કે ગોલ્ડ લોનનો મોટી આપતી ઘોષણા કરી છે. આરબીઆઈ એ કેટલીક બેંકો માટે ગોલ્ડ લોન આપવાની મર્યાદામાં વધારો કર્યો છે. જેનો સીધી ફાયદો ગોલ્ડ લોન લેનાર કસ્ટમરોને મળશે. નોંધનિય છે કે, મોટાભાગની બેંકો અને નોન બેંક ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) સોના સામે ધિરાણ એટલે કે ગોલ્ડ લોન આપે છે. કોરોના મહામારી બાદ ગોલ્ડ લોન લેવાનો ક્રેઝ વધી રહ્યો છે કારણે કે બેંક સરળતાથી સોના સામે ધિરાણ આપે છે.
રિઝર્વ બેંકે શહેરી સહકારી બેંકો માટે ગોલ્ડ લોનની લિમિટ વધી (RBI Hike Gold Loan Limit)
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 6 ઓક્ટોબરે જાહેર કરેલી ધિરાણનીતિમાં અર્બન કોઓપરેટિવ બેંક માટે ગોલ્ડ આપવાની લિમિટમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંક (RBI) શહેરી સહકારી બેંકો (UCBs)માં બુલેટ રિપેમેન્ટ સ્કીમ હેઠળ ગોલ્ડ લોનની હાલની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 4 લાખ રૂપિયા કરી છે.
આરબીઆઈ ગોલ્ડ લોન અંગે શહેરી સહકારી બેંકો માટે કેટલા માપદંડો નક્કી કર્યા છે. મધ્યસ્થ બેંકે કહ્યું કે, જે શહેરી સહકારી બેંકો જેમણે 31 માર્ચ, 2023 સુધીમાં પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ સંપર્ણ ટાર્ગેટ અને તમામ લક્ષ્યાંકો હાંસલ કરી લીધા છે, તેમને બુલેટ રિપેમેન્ટ હેઠળ ગોલ્ડ લોન લેનારાઓને આ વધેલી મર્યાદા સુધીમાં સોના સામે ધિરાણ આપવાની મંજૂરી અપાશે. તમને જણાવી દઈએ કે શુક્રવારે સતત ચોથી વખત RBIએ પોલિસી રેટ રેપોને 6.5 ટકા સ્થિર રાખ્યો છે. આનો અર્થ એ છે કે હોમ લોન, ઓટો લોન સહિત વિવિધ લોન પરના માસિક ઇએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં.
બુલેટ રિપેમેન્ટ શું છે? (What is Bullet Repayments Scheme?)
બુલેટ રિપેમેન્ટ એટલે લોન લેનારાએ લોનની મુદ્દતના અંતે સંપૂર્ણ મદ્દુલ અને વ્યાજની રકમ એક સાથે ચૂકવવાની હોય છે. બુલેટ રિપેમેન્ટમાં લોન ધારકે સમગ્ર ધિરાણ કાર્યકાળ દરમિયાન માસિક લોન હપ્તાની નિયમિત ચૂકવણી કરવાની ચિંતા રહેતી નથી. એક વાત ધ્યાનમાં રાખો કે સમગ્ર કાર્યકાળ માટે દર મહિને ગોલ્ડ લોનના વ્યાજદરની ગણતરી કરવામાં આવશે, પરંતુ કુલ મુદ્દલ અને વ્યાજની રકમ એક સાથે કાર્યકાળના અંતે ચૂકવવાની હોય છે.
આ પણ વાંચો | RBIએ વ્યાજદર યથાવત રાખ્યા; લોનધારક અને થાપણદારોને શું અસર થશે? ક્યારે લોન સસ્તી થશે?
બુલેટ રિપેમેન્ટ સ્કીમમાં ગોલ્ડ લોનના નિયમો (Gold Loan Rules Under Bullet Repayments Scheme)
- બુલેટ રિપેમેન્ટ સ્કીમ હેઠળ બેંકોએ વ્યાજ સહિત લોનની રકમ પર 75 ટકાનો લોન-ટુ-વેલ્યુ રેશિયો જાળવવાની જરૂર છે. એટલે કે બેંકો સોનાના કુલ મૂલ્યના 75 ટકા સુધી લોન આપી શકે છે.
- કેન્દ્રીય બેંકે 2017માં એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, વ્યાજની ગણતરી માસિક કરવામાં આવશે પણ લોન મંજૂર થયાની તારીખથી 12 મહિનાના અંતે જ મુદ્દલ સાથે વ્યાજની એક સાથે ચૂકવણી કરવાની હોય છે.
- બુલેટ રિપેમેન્ટ સ્કીમમાં લોનનો સમયગાળો લોન મંજૂરીની તારીખથી 12 મહિનાથી વધુ ન હોવો જોઈએ.
- રાજ્ય અને કેન્દ્રીય સહકારી બેંકો તેમની ધિરાણ નીતિના ભાગરૂપે સોના/સોનાના દાગીનાની સામે વિવિધ હેતુઓ માટે લોન આપી શકે છે.