RBI 2000 notes : ₹2000ના મૂલ્યની ₹1.80 લાખ કરોડની ચલણી નોટો બેંકમાં પરત આવી : RBI ગવર્નર શક્તિકાંત દાસ

RBI 2000 notes withdrawn : રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસીની ઘોષણા કરતા કહ્યુ કે, લોકો 2000ની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે ગભરાય નહીં પરંતુ છેલ્લી ઘડીની ભીડ ટાળવી જોઈએ.

RBI 2000 notes withdrawn : રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસીની ઘોષણા કરતા કહ્યુ કે, લોકો 2000ની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે ગભરાય નહીં પરંતુ છેલ્લી ઘડીની ભીડ ટાળવી જોઈએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
rbi governor shaktikanta das 2000 notes withdrawn

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, 2,000 રૂપિયાના મૂલ્યની લગભગ 85 ટકા નોટો બેંક ખાતામાં ડિપોઝીટ તરીકે જમા થઇ ગઇ છે અને તે અપેક્ષિત હતું. ((File ઇમેજ)

RBI shaktikanta das about 2000 notes withdrawn : રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે જણાવ્યું હતું કે,આરબીઆઈએ ગત મહિને સૌથી મોટા મૂલ્યની ચલણનોટો અર્થતંત્રમાંથી પાછી ખેંચવાની ઘોષણા કરી ત્યારબાદથી ચલણમાં રહેલી 2000 રૂપિયાના મૂલ્યની લગભગ 50 ટકા ચલણી નોટો પરત આવી ગઈ છે.

Advertisment

ગવર્નરે જણાવ્યું કે, અર્થંતંત્રમાં 31 માર્ચ, 2023 સુધીમાં 3.62 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી.

તેમણે ઉમેર્યુ કે, 2000 રૂપિયાની રદ કરવાની ઘોષણા કરાયા બાદ અત્યાર સુધીમાં બેન્કિંગ સિસ્ટમમાં 1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો પરત આવી છે. રિઝર્વ બેંકની જૂન મહિનાની મોનેટરી પોલિસી મિટિંગની ઘોષણા કરતી વખતે ગવર્નર શક્તિકાંતા દાસે આ માહિતી આપી છે.

2,000 રૂપિયાના મૂલ્યની લગભગ 85 ટકા નોટો બેંક ખાતામાં ડિપોઝીટ તરીકે જમા થઇ ગઇ છે અને તે અપેક્ષિત હતું, એવું તેમણે જણાવ્યું હતું.

Advertisment

નોંધનિય છે કે, 19 મેના રોજ રિઝર્વ બેંક (RBI) એ તેના કરન્સી મેનેજમેન્ટના ભાગરૂપે 2,000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો અર્થતંત્રમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જેના અનુસંધાને 23 મે, 2023થી 2000 રૂપિયાની નોટો બેંકમાં જમા કે એક્સચેન્જ કરવાની શરૂઆત થઇ છે અને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 2000ની નોટ બદલી શકાશે.

આ પણ વાંચોઃ  રિઝર્વ બેંકે રેપો રેટ કેમ યથાવત રાખ્યો, લોન ધારકો અને થાપણદારોને શું અસર થશે? જાણો

ગવર્નરે લોકોને પણ વિનંતી કરી હતી કે તેઓ 2,000ની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે ગભરાય નહીં પરંતુ છેલ્લી ઘડીની ભીડ ટાળવી જોઈએ.

તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે, રિઝર્વ બેંકે 500 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવા અથવા 1000 રૂપિયાની નોટો ફરીથી રજૂ કરવાનું વિચારી રહી નથી, અને લોકોને આવી બાબતો વિશે ન વિચારવા વિનંતી કરી.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

આરબીઆઇ ટ્રેન્ડિંગ ન્યૂઝ બેંક બિઝનેસ