RBI Loan: લોન વ્યાજ દર અને EMI મામલે રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય, ફિક્સ્ડ રેટ વિકલ્પ આપવા આદેશ, જાણો 10 મુદ્દા

RBI guidelines for Loan EMI : રિઝર્વ બેંકે લોનધારકોને રાહત આપવા હેતુ લોનના વ્યાજદર અને ઇએમઆઇમાં ફેરફાર તેમજ પ્રીપેમેન્ટ પેનલ્ટી મામલે નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમોથી લોન ઇએમઆઇ મામલે હવે બેંકોની મનમાની નહીં ચાલે.

Written by Ajay Saroya
Updated : August 18, 2023 18:22 IST
RBI Loan: લોન વ્યાજ દર અને EMI મામલે રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય, ફિક્સ્ડ રેટ વિકલ્પ આપવા આદેશ, જાણો 10 મુદ્દા
રિઝર્વ બેંકે લોનના ઇએમઆઇમાં ફેરફાર વખતે કસ્ટમરને ફિક્સ્ડ રેટનો વિકલ્પ આપવા બેંકોને નિર્દેશ આપ્યો છે. (Express Photo)

RBI guidelines for Loan EMI and Fixed Interest Rate : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન ધારકોને મોટી રાહત આપતા લોનના વ્યાજદર અને લોન ઇએમઆઇ બાઉન્સ થવાના મામલે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આરબીઆઇની નવી ગાઇડલાઇન અનુસાર બેંકો અને નાણાંકીય સંસ્થાઓએ કસ્ટમરોને ફિક્સ્ડ રેટવાળી લોન ઉપલબ્ધ કરાવવી પડશે તેમજ વ્યાજદરમાં વૃદ્ધિથી લોનના માસિક ઇએમઆઇ પર થતી અસરની પણ જાણકારી આપવી પડશે. તેમજ લોનના માસિક હપ્તાની ચૂકવણીમાં ચૂક થવાના કિસ્સામાં પણ બેંકો દ્વારા વસૂલવામાં આવતા દંડ અંગે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. બેંક લોન ઇએમઆઇની નવી ગાઇડલાઇન અને નવા નિયમો ક્યારથી લાગુ પડશે જાણો વિગતવાર

વ્યાજ દર ફેરફારની માહિતી આપવી પડશે

RBI એ બેંકો, NBFCs અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિત તમામ ધિરાણકર્તા સંસ્થાઓને સૂચના આપી છે કે તેઓ ગ્રાહકોને તેમની લોન પરના વ્યાજદરમાં ફેરફાર સમયે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટવાળી લોન પરમાં કન્વર્ટ વિકલ્પ આપે. જો લોનના વ્યાજદર વધે તો ગ્રાહકની લોનની મુદત લંબાવવી કે EMI રકમ વધારવી તે નિર્ણય પણ ગ્રાહકોની સહમતિથી લેવામાં આવે. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકોને આ અંગેની સંપૂર્ણ માહિતી સમયસર આપવી તેની જવાબદારી બેંકો અને નાણાકીય સંસ્થાઓની છે. શુક્રવારે આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે તેનો આદેશ તમામ વર્તમાન અને નવા લોન ખાતાઓ પર લાગુ થશે.

લોન EMIમાં ફેરફારની જાણકારી આપવી પડશે

લોનને મંજૂરી આપતી વખતે બેંકો-હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ ધિરાણ લેનારાને જાણ કરવી પડશે કે બેન્ચમાર્ક વ્યાજદરમાં ફેરફાર પછી માસિક હપ્તા એટલે કે EMIના સમયગાળા અથવા EMIની રકમમાં ફેરફાર થઈ શકે છે. રિઝર્વ બેંકે જણાવ્યુ છે કે, લોન ઇએમઆઇની મુદ્દત અને રકમમાં થનાર ફેરફારની સમયસર જાણકારી લોન ધારકોને આપવાની જવાબદારી બેંકો અને ધિરાણકર્તા સંસ્થાઓની રહેશે.

ફિક્સ્ડ રેટનો વિકલ્પ આપવો પડશે

લોનના વ્યાજદરમાં ફેરફાર કરતી વખતે બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ લોનધારકોને બેંક બોર્ડ દ્વારા માન્ય નીતિના આધારે પોતાનની લોનને ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ લોનમાં કન્વર્ટ કરવાનો વિકલ્પ આપવો પડશે. તેમજ લોનના હપ્તાની ચુકવણી દરમિયાન લોનધારક કેટલી વાર ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ માંથી ફિક્સ્ડ રેટ અથવા ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટમાંથી ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ લોન પર સ્વિચ કરી શકે છે.

લોન પ્રીપેમેન્ટનો વિકલ્પ આપવો પડશે

બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ લોનધારકોને લોન ઇએમઆઇની રકમ વધારવાનો અથવા લોન ઇએમઆઇનો સમયગાળો વધારવાનો અથવા બંને વિકલ્પ પૂરો પાડવાનો રહેશે. તેમજ કસ્ટમરને લોનના સમયગાળા દરમિયાન સંપૂર્ણ અથવા આંશિક પ્રીપેમેન્ટનો વિકલ્પ આપવો પડશે. લોનની પ્રી-પેમેન્ટ પેનલ્ટી અથવા ફોરક્લોઝર ચાર્જ હાલના નિર્દેશોને આધીન રહેશે.

લોન કન્વર્ટ ચાર્જ જાહેર કરવા પડશે

ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટમાંથી ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટમાં કે તેનાથી વિપરીત લોન કન્વર્ટ કરવા પર લાગુ થનાર ચાર્જ ઉપરાંત અન્ય સર્વિસ ચાર્જ કે એડમિનિસ્ટ્રેશન ચાર્જનો ખુલાસો પારદર્શિતા દરમિયાન લોનની મંજૂરી બાદ જારી કરાયેલા લેટરમાં ખુલાસો કરવા પડશે. તેમજ જ્યારે પણ આ સર્વિચ ચાર્જની સમીક્ષા કરવામાં આવશે, ત્યારે તેની વિગતો જાહેર કરવી પડશે. બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ ખાતરી કરવી પડશે કે ફ્લોટિંગ રેટ લોનની મુદ્દત વધાર્યા બાદ તેના કારણે નેગેટિવ ઋણમુક્તિ ન થાય.

લોન EMI સ્ટેટમેન્ટ આપવા પડશે

આ નાણાકીય સંસ્થાઓએ દરેક ક્વાર્ટરના અંતે તેમના કસ્ટમરોને યોગ્ય માધ્યમો દ્વારા સ્ટેટમેન્ટ આપવાના રહેશે. જેમાં અત્યાર સુધી વસૂલ કરાયેલી મુદ્દલ રકમ – વ્યાજની માહિકી આપવાની રહેશે. તેમજ લોન ઇએમઆઇની રકમ, બાકી ઇએમઆઇ અને લોનના વાર્ષિક વ્યાજદરની સાથે સમગ્ર લોનના સમયગાળા માટે એન્યુઅલ પર્સેન્ટેજ રેટ ટકાવારી દર (એપીઆર)ની વિગતો આપવાની રહેશે. આ નાણાકીય સંસ્થાઓએ ધ્યાન રાખવું પડશે કે ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ સરળ શબ્દોમાં હોવું જોઈએ જેને લોનધારકો સરળતાથી સમજી શકે.

નવા નિયમોનો લાભ કોને મળશે?

રિઝર્વ બેંકે જણાવ્યુ છે કે, લોન ઇએમઆઇ સંબંધિત નવા નિયમોનો ફાયદો નવા કસ્ટમરો તેમજ હાલના ગ્રાહકોને 31 ડિસેમ્બર 2023 સુધીમાં ઉપલબ્ધ કરાવવાનો રહેશે. એવું મનાય છે કે, રિઝર્વ બેંકની આ ઘોષણા મોંઘી લોન ઈએમઆઈથી પરેશાન લોકોને રાહત આપશે.

નવા નિયમ ક્યારે લાગુ થશે?

રિઝર્વ બેંકે લોન એકાઉન્ટ પર પેનલ્ટી ફી અંગે વિગતવાર સૂચના જારી કરી છે. જેમાં RBIએ જણાવ્યું છે કે, બેંકો અને અન્ય ધિરાણકર્તાઓને 1 જાન્યુઆરી, 2024થી પેનલ્ટી ઇન્ટરેસ્ટ રેટ એટલે કે નાણાંકીય દંડ પર વ્યાજ વસૂલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

પેનલ્ટી પર વ્યાજ વસૂલી શકાશે નહીં

રિઝર્વ બેંકે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, લોન કરારની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ લોન લેનાર પાસેથી પેનલ્ટી ચાર્જ વસૂલવામાં આવી શકે છે. જો કે આ પેનલ્ટી પર વ્યાજ વસૂલી શકાશે નહીં. બેંક એડવાન્સ પર વસૂલવામાં આવતા વ્યાજ દરોમાં પેનલ્ટી પરનું વ્યાજ ઉમેરવામાં આવે છે. પેનલ્ટી પર વ્યાજ બેંક લોન પર વસૂલવામાં આવતા વ્યાજદરમાં ઉમેરે છે.

આ પણ વાંચો | UPI યુઝર્સ માટે ખુશખબર, હવે પીન વગર ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે – RBIનો મહત્વપૂર્ણ નિર્ણય ક્રેડિટ કાર્ડ પર લાગુ થશે નહીં

લોન ઇએમઆઇના નવા નિયમોની ઘોષણા કરતી વખતે રિઝર્વ બેંકે સ્ષષ્ટતા કરતા કહ્યુ કે, આ નવા નિયમો ક્રેડિટ કાર્ડ કે બિઝનેસ ક્રેડિટ કાર્ડ પર લાગુ થશે નહીં. રિઝર્વ બેંક દ્વારા લેવાયેલ આ નિર્ણયથી લોનધારકોને લોન હપ્તા અને વ્યાજદરમાં ફિક્સ્ડ રેટનો લાભ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ