/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-33.jpg)
જેએમ ફાઈનાન્સિયલ કંપની અને આરબીઆઈનો લોગો (Photo - ieGujarati)
RBI Bars On JM Financial : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા પેટીએમ, આઈઆઈએફએલ ફાઈનાન્સ બાદ હવે વધુ એક ફાઈનાન્સ કંપની જેએમ ફાઈનાન્સિયલ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. આરબીઆઈ એ જેએમ ફાઈનાન્સિયલ પર શેર અને ડિબેન્ચર સામે લોન - ધિરાણ આપવા પ્રતિબંધ મૂક્યો છે.
જેએમ ફાઈનાન્સિયલ પર RBIએ મૂક્યો પ્રતિબંધ
જેએમ ફાઈનાન્સિયલ પર રિઝર્વ બેંકે આકરા અંકુશો લાદયા છે. મધ્યસ્થ બેંકનું કહેવુ છે કે, ફાઈનાન્સ કંપની આઈપીઓ સાથે લિંક શેર અને ડિબેન્ચરના સબ્સક્રિપ્શના બદલમાં લોન મંજૂર કરવા અને તેના પેમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. રિઝર્વ બેંકના મતે કંપની સામાન્ય કલેક્શન અને રિકવરી પ્રોસેસ મારફતે હાલના લોન એકાઉન્ટ સર્વિસ ચાલુ રાખી શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આઈપીઓ ફાઇનાન્સ અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD)ના આધારે આપવામાં આવેલા લોનમાં ગંભીર ખામીઓ ધ્યાને આવતા રિઝર્વ બેંકે કડક કાર્યવાહી કરી છે. મધ્યસ્થ બેંકનું કહેવુ છે કે, બજાર નિયામક સેબી દ્વારા ઉપલબ્ધ કરાયેલી માહિતીના આધારે કંપનીના લોન એકાઉન્ટની સમીક્ષા કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવીિ છે.
કંપનીના એકાઉન્ટની સમીક્ષામાં જાણવા મળ્યું છેકે, કંપનીએ લોન વાળા ભંડોલનો ઉપયોગ કરી વારંવાર અમુક કસ્ટમરને આઈપીઓ અને એનસીડીના બિડિંગમાં મદદ કરી છે. તેમજ ક્રેડિટ અંડરરાઇટિંગમાં ગેરરીતિ આચરી છે અને અત્યંત ઓછા માર્જિન પર ધિરાણ આપ્યું છે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર આઈપીઓ સબ્સક્રિપ્શન માટે એપ્લિકેશન, ડીમેટ એકાઉન્ટ અને બેંક ખાતા, કંપની તમામ બાબતોમાં પાવર ઓફ એટર્ની અને માસ્ટર એગ્રીમેન્ટ મારફતે કામગીરી કરી રહી હતી. પરંતુ આ એગ્રીમેન્ટમાં ગ્રાહકની ભાગદારી ન હતી. પરિણામ કંપની એક રીતે લોન આપનાર અને લોન લેનાર બંને રીતે કામગીરી કરી રહી હતી.
જેએમ ફાઈનાન્સિયલનો શેર નરમ
જેએમ ફાઈનાન્સિયલ લિમિટેડ શેર બજાર માં લિસ્ટેડ કંપની છે. આરબીઆઈના કડક અંકુશો લાદતા નિર્ણય પહેલા જ જેએમ ફાઈનાન્સિયલનો શેર ઘટાડે બંધ થયો હતો. જેએમ ફાઈનાન્સનો શેર બે ટકા ઘટીને 95.5 રૂપિયા બંધ થયો હતો. કંપનીની માર્કેટકેપ 9,128.59 કરોડ રૂપિયા હતી. રિઝર્વ બેંકના કડક પ્રતિબંધો બાદ જેએમ ફાઈનાન્સના શેર પ્રતિકુળ અસર જોવા મળી શકે છે.
IIFL ફાઈનાન્સ ના શેરમાં 20 ટકાનો કડાકો
આઈઆઈએફએલ ફાઈનાન્સના શેરમાં 20 ટકાનો કડાકો બોલાયો હતો અને તેનું કારણ છે રિઝર્વ બેંક ની કાર્યવાહી. આ કંપનીનો શેર20 ટકા ઘટી 478 રૂપિયા બંધ થયો હતો. બંધ બજારે કંપનીની માર્કેટકેપ 18,253.97 કરોડ રૂપિયા હતી. જ્યારે તેના આગલા દિવસે કંપનીની માર્કેટ વેલ્યૂએશન 22,816 કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં આઈઆઈએફએલ ફાઈનાન્સના શેરધારકોને 4563 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આરબીઆઈ એ આઈઆઈએફએલ ફાઈનાન્સને નવી ગોલ્ડ લોન આપવા મનાઇ ફરમાવી છે. જેની અસરે ફાઈનાન્સ કંપનીનો શેર તૂટ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us