/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/RBI-launching-Retail-Digital-rupee-e₹-R-on-1st-December-what-is-it-and-how-will-it-work-know-here-all-details.jpg)
જનતા માટે 1 ડિસેમ્બરે લોન્ચ થશે ડિજિટલ રૂપિયો : તેનાથી કેવી રીતે પેમેન્ટ થશે? કેટલું વ્યાજ મળશે? વાંચોભારતીય મધ્યસ્થ બેન્ક (RBI) એ મંગળવારે આગામી 1 ડિસેમ્બર, 2022ના રોજથી સામાન્ય લોકો માટે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એટલે કે ડિજિટલ રૂપી લોન્ચ કરશે. આ ડિજિટલ રૂપી એે ડિજિટલ ટોકનના સ્વરૂપમાં હશે જે લીગલ ટેન્ડર સમાન હશે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે કુલ 8 બેંકોની પસંદગી કરવામાં આવી છે, તેના પ્રથમ તબક્કામાં કુલ ચાર બેંક સામેલ થશે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક, IDFC ફર્સ્ટ બેંકનો સમાવેશ થાય છે.
ડિજિટલ રૂપી કેવી રીતે ઇશ્યૂ કરાશે?
ડિજિટલ રૂપી એવી જ રીતે ઇશ્યૂ કરવામાં આવશે જે રીતે કાગળની ચલણી નોટો જારી કરવામાં આવી હતી. તેનું વિતરણ બેંકો દ્વારા કરવામાં આવશે. રિઝર્વ બેંકે એવુ પણ કહ્યું કે, યુઝર્સ ડિજિટલ વૉલેટ મારફતે ડિજિટલ રૂપીમાં લેવડદેવડ કરી શકશે.
રિઝર્વ બેન્કે વધુમાં જણાવ્યુ કે, ડિજિટલ રૂપમાં આ લેવડદેવડ પર્સન-ટુ-પર્સન (P2P) અને પર્સન-ટુ મર્ચન્ટ (P2M) બંને હોઈ શકે છે. વ્યાવસાયિક સ્થળો પર મૂકાયેલા QR કોડનો ઉપયોગ કરીને વેપારીઓને ડિજિટલ રૂપી મારફતે પેમેન્ટ પણ કરી શકાશે.
ડિજિટલ રૂપી શું છે?
સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) અથવા ડિજિટલ રૂપી એ RBI દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. ડિજિટલ કરન્સી અથવા ડિજિટલ રૂપી એ કરન્સીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે જેનો ઉપયોગ સંપર્ક રહિત નાણાંકીય લેવડદેવડ માટે થઈ શકે છે. સંસદમાં વર્ષ 2022-23ના કેન્દ્રીય બજેટની રજૂઆત કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યુ હતુ કે, રિઝર્વ બેંક ટૂંક સમયમાં તેની પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/RBI-launching-Retail-Digital-rupee-e₹-R-on-1st-December-what-is-it-and-how-will-it-work-know-here-all-details-2.jpg)
ડિજિટલ વોલેટમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકાશે
રિઝર્વ બેન્કે જણાવ્યુ છે કે, ગ્રાહકો ડિજિટલ વોલેટ મારફતે ડિજિટલ રૂપીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ ડિજિટલ વોલેટ બેંકો દ્વારા ઓફર કરવામાં આવશે અને તેને મોબાઈલ ફોન અને અન્ય ઇલે. ડિવાઇસમાં રાખી શકાય છે.
ડિજિટલ રૂપીના પ્રોજેક્ટ માટે 8 બેંકોની પસંદગી
ડિજિટલ રૂપીના પાયલોટ પ્રોજેક્ટ માટે આઠ બેંકોની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ચાર બેંકો છે. તેમાં SBI, ICICI બેંક, યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકનો સમાવેશ થાય છે. જ્યારે ત્યારબાદ પાછળથી આ પાયલોટ પ્રોજેક્ટમાં બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક તેમાં જોડાશે.
પ્રોજેક્ટ ચાર શહેરોમાં શરૂ
ડિજિટલ રૂપીનો આ પાયલોટ પ્રોજેક્ટ શરૂઆતમાં ચાર શહેરોમાં શરૂ કરવામાં આવશે. તેની શરૂઆત મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વરથી થશે. ત્યારબાદ આ પાયલોટ પ્રોજેક્ટનું અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચીન, લખનૌ, પટના અને શિમલા સુધી વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને ધીમે ધીમે અન્ય બેંકોમાં પણ શરૂ કરવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/RBI-launching-Retail-Digital-rupee-e₹-R-on-1st-December-what-is-it-and-how-will-it-work-know-here-all-details-3.jpg)
ડિજિટલ રૂપી પર વ્યાજ મળશે?
જો તમે ઇચ્છો તો તેને પેપર નોટમાં પણ મેળવી શકો છો. રિઝર્વ બેંકે ડિજિટલ કરન્સીને બે શ્રેણીઓમાં વહેંચી છે, CBDC-W અને CBDC-R. CBDC-W એટલે હોલસેલ કરન્સી અને CBDC-R એટલે રિટેલ કરન્સી, જો કે તેના પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us