/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-57.jpg)
રિઝર્વ બેંકે નિરિક્ષણ કર્યા બાદ બેંકો અને ફિનટેક વચ્ચેની FLDG અરેંજમેન્ટને મંજૂરી આપી
(હિતેષ વ્યાસ) RBI loan default guarantee fintech industry : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડિજિટલ લેન્ડિંગ સેક્ટરમાં (ફિનટેક પ્લેયર તરીકે પ્રખ્યાત LSP ) લેન્ડિંગ સર્વિસ પ્રોવાઇડર અને બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ વચ્ચે એક સુરક્ષા વ્યવસ્થા ડિફોલ્ટ લોસ ગેરંટ (DLG)ને મંજૂરી આપી છે.
DLG ફર્સ્ટ લોસ ડિફોલ્ટ ગેરંટી (FLDG) તરીકે પણ ઓળખાય છે. ડિફોલ્ટના કિસ્સામાં બેંકોને વળતર આપવા માટે આરબીઆઈની મંજૂરીથી નાણાકીય ક્ષેત્રમાં ફિનટેક પ્રવૃત્તિને વેગ મળવાની અપેક્ષા છે.
FLDG વ્યવસ્થા શું છે?
FLDG એ એક એવી વ્યવસ્થા છે કે જેમાં ફાઇનાન્શિયલ ટેક્નોલોજી (ફિનટેક) પ્લેયર (LSP) જેવી થર્ડ પાર્ટી ધિરાણ લેનાર ડિફોલ્ટ થાય તો ધિરાણકર્તાઓ એટલે કે લોન આપનારને વળતર આપે છે. લેન્ડિંગ સર્વિસ પ્રોવાઇડર ચોક્કસ ક્રેડિટ એન્હાન્સમેન્ટ સર્વિસ પ્રદાન કરે છે જેમ કે તેના દ્વારા જનરેટ કરાયેલ લોનની પૂર્વ-નિર્ધારિત ટકાવારી સુધી પ્રથમ નુકસાનની ગેરંટી.
ફિનટેક્સના પરિપ્રેક્ષ્યમાં, FLDGની સુવિધા તેની લોન માંડવાળી સ્કીલની રજૂઆત તરીકે કામગીરી કરે છે. તો ધિરાણકર્તા તરફથી ક્રેડિટ બિઝનેસમાં પ્લેટફોર્મની સુરક્ષાની ખાતરી કરે છે.
તમામ વ્યવહારુ હેતુઓ માટે, કોઈપણ નિયમનકારી મૂડી જાળવી રાખ્યા વિના ક્રેડિટ જોખમ LSP દ્વારા વહન કરવામાં આવે છે. FLDG દ્વારા સમર્થિત લોન પોર્ટફોલિયો LSP ના બેલેન્સ શીટ પોર્ટફોલિયો જેવો જ છે જેમાં કોઇ પણ ધિરાણ પ્રક્રિયામાં ભાગ લીધા વગર નજીવી લોનને ધિરાણકર્તાના ચોપડામાં આવરી લેવામાં આવે છે.
RBIને શરૂઆતમાં શું આપત્તિ હતી?
રિઝર્વ બેંકે FLDG વ્યવસ્થા અંગે આપત્તિ વ્યક્ કરી હતી, કારણ કે તેનું એવું માનવુ હતુ કે આ મોડલ પ્રણાલીગત જોખમ ઊભું કરી શકે છે.
બેંકની કાર્યકારી જૂથ સમિતિએ 2021માં રજૂ કરેલા તેના અહેવાલમાં અવલોકન કર્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં, ફિનટેક બેંક/એનબીએફસી સાથે ભાગીદારીમાં અથવા એકલ ધોરણે બેલેન્સ-શીટ ધિરાણ હાથ ધરે છે, જ્યારે નિયમનથી બહાર રહેવાના મુખ્ય વ્યવસાય માપદંડોને સંતોષતા નથી.
આ બધુ જ રિઝર્વ બેંકના નીતિનિયમોની બહાર થઈ રહ્યું હતું. થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડરો પર ધિરાણકર્તાઓની વધતી જતી નિર્ભરતાને કારણે વધુ ઓપરેશનલ જોખમો ઉભા થયા છે, એવું પણ નોંઘ્યુ હતું.
રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2022માં ડિજિટલ લેન્ડિંગ અંગે માર્ગદર્શિકા જારી કરી હતી, પરંતુ તેણે FLDGના માળખા અંગે સ્પષ્ટતા આપી નથી. સ્પષ્ટ દિશાનિર્દેશોની ગેરહાજરીમાં, બેંકો જેવી નિયમનકારી સંસ્થાઓએ ફિનટેક ખેલાડીઓ સાથે આવી વ્યવસ્થામાં પ્રવેશવાનું બંધ કરી દીધું હતું, જેનાથી તેમના વ્યવસાય માટે જોખમ ઊભું થયું હતું. રિઝર્વ બેંકે FLDG વ્યવસ્થાને મંજૂરી આપવી જોઈએ તેવી માંગણી ફિનટેક ઈન્ડસ્ટ્રી તરફથી કરવામાં આવી રહી છે.
લેન્ડિંગ સર્વિસ પ્રોવાઇડર શું કામગીરી છે?
લેન્ડિંગ સર્વિસ પ્રોવાઇડ (LSP) એ નવા યુગના ખેલાડીઓ છે જેઓ નાણાં ઉછીના આપવાના વ્યવસાયમાં ટેક્નોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેઓ બેંક અથવા NBFCના એજન્ટ છે જેઓ ધિરાણકર્તાના એક અથવા વધુ કાર્યો (આંશિક અથવા સંપૂર્ણ રીતે) ગ્રાહક મેળવવા, અન્ડરરાઇટિંગ સપોર્ટ, ભાવ નિર્ધારણ, ડિસ્ટ્રીબ્યૂશન, સર્વિસિંગ, મોનિટરિંગ, રિઝર્વ બેંકની આઉટસોર્સિંગ માર્ગદર્શિકા અનુસાર ચોક્કસ લોનની વસૂલાત કરે છે.
FDLG મુદ્દે RBIએ શું કહ્યું?
RBI એ FLDGની તપાસ કર્યા બાદ બેંકો અને ફિનટેક વચ્ચે અથવા બે નિયમનકારી સંસ્થાઓ (REs) વચ્ચેની વ્યવસ્થાને મંજૂરી આપી. મધ્યસ્થલ બેંકે જણાવ્યું હતું કે RE માત્ર LSP અથવા અન્ય REs સાથે DLG વ્યવસ્થામાં પ્રવેશી શકે છે જેની સાથે તેણે આઉટસોર્સિંગ (LSP) એરેંજમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
કંપની એક્ટ, 2013 હેઠળ LSP પ્રદાન કરતી ડીએલજીને કંપની તરીકે સામેલ કરવી આવશ્યક છે.
RBI એ બેંકોને ડિજિટલ લેન્ડિંગમાં DLG સ્વીકારવાની મંજૂરી આપી છે જો ગેરંટી રોકડ થાપણના સ્વરૂપમાં હોય, અથવા REની તરફેણમાં પૂર્વાધિકાર સાથે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ અથવા REની તરફેણમાં બેંક ગેરંટી હોય. બેંકો અને NBFCs એ ખાતરી કરવી જોઈએ કે કોઈપણ આઉટસ્ટેન્ડિંગ પોર્ટફોલિયો પર DLG કવરની કુલ રકમ તે લોન પોર્ટફોલિયોની રકમના 5% કરતા વધુ ન હોય.
ફિનટેક ઉદ્યોગે કેવી પ્રતિક્રિયા આપી છે?
FLDG અરેંજમેન્ટને મંજૂરી આપવાના RBIના પગલાંને ઉદ્યોગજગતે આવકાર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે નવા પરિપત્રમાં તકો, પાત્રતા, માળખું, ફોર્મ, મર્યાદા, ખુલાસાની આવશ્યકતાઓ અને અપવાદોની વિગતો સ્પષ્ટપણે સ્પષ્ટ કરવામાં આવી છે, જે છટકબારીઓની શક્યતાઓને ઓછી કરી છે.
“અમે આને ડિજિટલ લેન્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે વધુ એક પગલા તરીકે માનીએ છીએ. સારી રીતે વ્યાખ્યાયિત માળખું તમામ ખેલાડીઓને અસરકારક અને પારદર્શક રીતે ભાગ લેવા અને DLG સુવિધાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની સુવિધા આપશે,” એવું ડિજિટલ લેન્ડર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા (DLAI) ના સીઈઓ જતિન્દર હાંડૂએ જણાવ્યું હતું.
આનાથી બેંકો અથવા NBFCs સાથેની ભાગીદારીમાં ડિજિટલ ધિરાણની જગ્યામાં નાના અને મધ્યમ ફિનટેકના પ્રવેશની સુવિધા મળશે, એમ તેમણે જણાવ્યું હતું.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us