સતત વધી રહેલી મોંઘવારીથી રિઝર્વ બેન્ક ચિંતિત છે કારણ કે સંખ્યાબંધ પગલાંઓ લેવા છતાં ફુગાવો કાબુમાં આવી રહ્યો છે. આથી રિઝર્વ બેન્કે ઓચિંતા તેની મોનેટરિંગ પોલિસી કમિટી (MPC)ની બેઠકની તારીખ બદલીને તે ત્રણ દિવસ વહેલી યોજવાનું નક્કી કર્યુ છે.
રિઝર્વ બેન્કે આગામી સપ્તાહે 3 નવેમ્બરના રોજ ધિરાણનીતિની બેઠક યોજવાનો નિર્ણય લીધો છે જે તેની અગાઉથી નિર્ધારિત તારીખ કરતા ત્રણ દિવસ વહેલી છે. રિઝર્વ બેન્કે આ બેઠક એવા સમયે યોજવાનો નિર્ણય લીધો છે જ્યારે મોંઘવારી સતત નવ મહિનાથી 7 ટકાના લક્ષ્યાંકથી ઉપર રહી છે.
ઓક્ટોબર મહિનાનો રિટેલ ફુગાવો એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) 7.41 ટકા નોંધાયો છે જે છેલ્લા ત્રણ ક્વાર્ટરથી સતત 7 ટકાની લક્ષિત મર્યાદાથી ઉપર રહ્યો છે.
ઉલ્લખનિય છે કે, રિઝર્વ બેન્કની છેલ્લે મોનેટરી પોલિસી બેઠક 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ હતી, જેમાં રિઝર્વ બેન્કે રેપોરેટ 0.50 ટકા વધારીને 5.9 ટકા કર્યો હતો. તે સમયે રિઝર્વ બેન્કે આગામી ધિરાણનીતિની બેઠક 5થી 7 ડિસેમ્બરના રોજ યોજવાની ઘોષણા કરી હતી.