RBI Monetary Policy Meeting Update: આરબીઆઈ ધિરાણનીતિ જાહેર થઇ છે. આરબીઆઈ દ્વારા વ્યાજદર ઘટાડી લોનધારકોને મોટી રાહત આપવામાં આવી છે. આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસીની જાહેરાત કરતા કહ્યું કે, વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવે છે.
RBI એ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ધિરાણનીતિની ઘોષણા કરતા રહ્યું કે, રેપો રેટ વ્યાજદર 6.50 ટકાથી 0.25 ટકાથી ઘટીને 6.26 ટકા કર્યા છે. આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીના તમામ સભ્યોની સર્વસંમતિથી રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.
આરબીઆઈ ધિરાણનીતિના મુખ્ય મુદ્દા
- RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા પ્રથમ મોનેટરી પોલિસી
- ભારતના અર્થતંત્રની સ્થિતિ એકંદરે સાનુકુળ છે
- દેશની અર્થતંત્રને મજબૂત કરવા માટે પગલાં લેતા લઇશું
- વૈશ્વિક અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ પડકારજનક
- AIનો ઉપયોગ કરી કાર્યક્ષમતા વધારાનો પ્રયાસ
- મોંઘવારી દર આરબીઆઈના સરેરાશ લક્ષ્યાંક અનુસાર
- યુએસ રેટ કટ બાદ ડોલર મજબૂત થયો
- રેપો રેટ 0.25 ટકા ઘટાડી 6.25 ટકા કરવામાં આવે છે
આરબીઆઈ પોલીસી જાહેર થઇ છે. રિઝર્વ બેંકના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની આ પ્રથમ મોનેટરી પોલીસી છે. ગવર્નર સંજય મલ્હોત્રા સવારે 10 વાગે મોનેટરી પોલીસીની જાહેરાત કરી હતી. તમને જણાવી દઇયે કે, આરબીઆઈની ત્રદિવસયી મોનેટરી પોલિસી 5 ફેબ્રુઆરીના રોજ શરૂ થઇ હતી. ધિરાણનીતિ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની આજે સંજય મલ્હોત્રા કરી છે.
નોંધનિય છે કે, આરબીઆઈ એ સતત 11 વખત વ્યાજદર સ્થિર રાખ્યા છે. તાજેતરમાં આર્થિક સર્વે 2025માં દેશનો વિકાસદર મંદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વેપાર અને વપરાશ વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાજદરમાં ઘટાડાની માંગ તીવ્ર બની છે.
તાજેતરમાં અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે અનપેક્ષિત રીતે વ્યાજદરમાં ઘટાડો કરતા સૌને આશ્ચર્ય થયું હતું. યુએસ ઇકોનોમીને વેગ આપવા માટે ફેડ રિઝર્વ બેંક બે વખત વ્યાજદર ઘટાડ્યા છે. અમેરિકાની મધ્યસ્થ બેંક દ્વારા રેટ કટ બાદ ભારતમાં પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વ્યાજદર ઘટાડે તેવી આશા રાખવામાં આવી રહી છે.





