RBI MPC News: આરબીઆઈ ધિરાણનીતિથી લોનધારકો નિરાશ, સતત 11મી વખત રેપો રેટ સ્થિર, લોન સસ્તી નહીં થાય

RBI Monetary Policy News Update: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસીમાં સતત 11મી વખત રેપો રેટ સ્થિર રાખ્યો છે પરંતુ સીઆરઆર 0.50 ટકા ઘટાડી 4 ટકા કર્યો છે.

RBI Monetary Policy News Update: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસીમાં સતત 11મી વખત રેપો રેટ સ્થિર રાખ્યો છે પરંતુ સીઆરઆર 0.50 ટકા ઘટાડી 4 ટકા કર્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
RBI | RBI Governor Shaktikanta Das |

RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ. (Photo: RBI)

RBI Monetary Policy News Update: આરબીઆઈ દ્વારા મુખ્ય વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા 6 ડિસેમ્બર 2024ના રોજ દ્વીમાસિક ધિરાણનીતિની ઘોષણા કરતા જણાવ્યું કે, આરબીઆઈ મોનેટરી પોલિસી મિટિંગમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ સહિત મુખ્ય વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા છે. માત્ર કેશ રિઝર્વ રેશિયો 0.50 ટકા ઘટાડ્યો છે. આથી કદાચ ઇતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યારે આરબીઆઈ એ સત 11મી ધિરાણનીતિમાં મુખ્ય વ્યાજદરો સ્થિર રાખ્યા છે.

RBI Interest Rate : આરબીઆઈ મુખ્ય વ્યાજદર

આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટી દ્વારા સતત 11મી ધિરાણનીતિમાં રેપો રેટ, કેશ રિઝર્વ રેશિયો સહિત તમામ મુખ્ય વ્યાજદર સ્થિર રાખ્યા છે. હાલ રેપો રેટ 6.50 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. કેશ રિઝર્વ રેશિયો 0.50 ટકા ઘટાડીને 4 ટકા કર્યો છે.

RBI CRR Cut : કેશ રિઝર્વ રેશિયો ઘટાડ્યો

આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત રાખ્યા છે જ્યારે કેશ રિઝર્વ રેશિયો (CRR) ઘટાડ્યો છે. સીઆરઆર 0.50 ટકા ઘટાડી 4 ટકા કર્યો છે, જે અગાઉ 4.50 ટકા હતો. CRR ઘટવાથી માર્કેટમાં લિક્વિડિટી વધશે અને અર્થતંત્રને વેગ મળશે. આ સાથે MPCએ પોતાનું વલણ 'તટસ્થ' જાળવવાનું નક્કી કર્યું છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, મોનેટરી પોલિસીની વ્યાપક અસર થાય છે, સમાજના દરેક ક્ષેત્ર માટે ભાવ સ્થિરતા મહત્વપૂર્ણ છે અને અમે આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છીએ. આરબીઆઈ તેની નાણાકીય નીતિના વલણને તટસ્થ રાખશે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે બુધવાર (4 ડિસેમ્બર 2024)થી શરૂ થયેલી મૌદ્રિક નીતિ સમિતિ (એમપીસી)ની 3 દિવસીય બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે એમપીસીએ પોલિસી રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2019 માટે વૃદ્ધિનું અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યું છે. બીજા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં મંદીનો સંકેત આપનારા સૂચકાંકો હવે સમાપ્ત થવાની સ્થિતિમાં છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત દબાણને કારણે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ફુગાવો ઊંચો રહેવાની ધારણા છે. રવિ ઉત્પાદનથી રાહત મળશે.

આરબીઆઈ ગવર્નરના જણાવ્યા અનુસાર, આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25 માટે રિટેલ ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.

રેપો રેટ શું છે?

રેપો એ વ્યાજ દર છે કે જેના પર વ્યાપારી બેંકો તેમની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્રીય બેંક પાસેથી નાણાં ઉધાર લે છે. આરબીઆઈ આ દરનો ઉપયોગ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કરે છે. રેપો રેટ સ્થિર રાખવાનો અર્થ એ છે કે હોમ લોન, ઓટો લોન સહિત વિવિધ લોનના માસિક ઇએમઆઈમાં ફેરફાર થવાની સંભાવના ઓછી છે.

Advertisment
બેંક આરબીઆઇ હોમ લોન બિઝનેસ