RBI Hike UPI Transaction Limit For Tax Payment: આરબીઆઈ દ્વારા મોનેટરી પોલિસી જાહેર કરવામાં આવી છે. રિઝર્વ બેંકે સતત નવમી વખત વ્યાજદર સ્થિર રાખ્યા છે જો કે લોકો માટે અમુક ઉપયોગી નિર્ણય લીધા છે. આરબીઆઈ એ ટેક્સ પેમેન્ટ માટે પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયા કરી છે. રિઝર્વ બેંકના આ નિર્ણયથી કરદાતાને મોટો ફાયદો થશે. મેડિકલ ઈન્શ્યોરન્સ, શાળાની ફી, આઈપીઓ સહિત વિવિધ હેતુ માટે આરબીઆઈ દ્વારા યુપીઆઈ પેમેન્ટ માટે અલગ અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાણો ક્યાં નાણાકીય હેતુ માટે યુપીઆઈ પેમેન્ટ લિમિટ કેટલી છે.
ટેક્સ પેમેન્ટ માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ વધી

આરબીઆઈ દ્વારા 8 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલી ધિરાણનીતિમાં ટેક્સ પેમેન્ટ માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાની ઘોષણા કરી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસીની ધોષણા કરતા કહ્યું કે, ટેક્સ પેમેન્ટ માટે પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી 5 લાખ રૂપિયા કરવામાં આવશે. હાલ ટેક્સ પેમેન્ટ માટે પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયા છે. એક્સપર્ટ્સનું કહેવુ છે કે, યુપીઆઈ થી પેમેન્ટ પર એડિશનલ ચાર્જ લાગશે નહીં. આથી પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપોયગ સસ્તો વિકલ્પ છે.
યુપીઆઈ પેમેન્ટ આકર્ષક બનાવવાનો પ્રયાસ
યુપીઆઈ થી વિપરિત ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ પર વધારાના ચાર્જ વસૂલવામાં આવે છે. મધ્યસ્થ બેંક સતત યુપીઆઈ પેમેન્ટને આકર્ષક બનાવવા પ્રયાસ કરી રહી છે. પાછલા વર્ષ ડિસેમ્બરમાં મધ્યસ્થ બેંકે અમુક ખસ પ્રકારના પેમેન્ટ માટે યુપીઆઈ લિમિટ વધારી હતી. જેમા હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે કરવામાં આવું યુપીઆઈ પેમેન્ટ સામેલ હતું.

આઈપીઓ માટે યુપીઆઈ પેમેન્ટ લિમિટ કેટલી છે?
આરબીઆઈ દ્વારા વિવિધ નાણાકીય હેતુ માટે યુપીઆઈ પેમેન્ટની લિમિટ નક્કી કરી છે. રિઝર્વ બેંકે તાજેતરમાં ટેક્સ પેમેન્ટ માટે પ્રતિ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયા કરી છે. તેવી જ રીતે કેપિટલ માર્કેટ્સ, ઈન્શ્યોરન્સ, ફોરન ઇનવોર્ડ રેમિટન્સ જેવી અમુક ખાસ નાણાકીય ચૂકવણી માટે યુપીઆઈ પેમેન્ટ લિમિટ 2 લાખ રૂપિયા છે. શાળા અને શૈક્ષણિક સંસ્થાઓને યુપીઆઈ પેમેન્ટ લિમિટ પ્રત ટ્રા્ઝેક્શન દીઠ 5 લાખ રૂપિયા નક્કી કરી છે. તો આઈપીઓ એપ્લિકેશન એટલે કે આઈપીઓમાં રોકાણ માટે યુપીઆઈ પેમેન્ટ લિમિટ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા નક્કી કરી છે.





