RBI રેપો રેટ સહિત તમામ વ્યાજદર સ્થિર રાખ્યા, લોનધારકોને રાહત નહીં

RBI MPC Meeting Live News Update: રિઝર્વ બેંક ગવર્નર સંજય મલ્હોત્રા એ ધિરાણનીતિમાં કોઇ ફેરફાર કર્યો નથી. રેપો રેટ સહિત તમામ મુખ્ય વ્યાજદરો યથાવત રાખ્યા છે. હોમ લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર ઘટશે નહીં.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
RBI MPC Repo Rate Cut | RBI MPC Meeting December 2025 in Gujarati | RBI MPC Meeting Today | RBI Governor sanjay malhotra | rbi news

RBI MPC Meeting Today : આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા ધિરાણનીતિ જાહેર કરી છે. (Photo: @RBI)

RBI MPC Meeting February 2026: આરબીઆઈ આજે દ્વિમાસિક ધિરાણનીતિ જાહેર થઇ છે. આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા એ વર્ષ 2026ની પ્રથમ ધિરાણનીતિની ઘોષણા કરતા જણાવ્યું કે, મોનેટરી પોલિસી મિટિંગમાં રેપો રેટ 5.25 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે લોનના વ્યાજદર ઘટશે નહીં.

Advertisment

RBI મોનેટરી પોલિસીના નિર્ણય આજે જાહેર થઇ

રિઝર્વ બેંક મોનેટરી પોલિસી મિટિંગમાં દર બે મહિને નીતિગત વ્યાજદરોની સમીક્ષા કરે છે. આ વખતે 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન આરબીઆઇ મોનેટરી પોલિસી કમિટીના સભ્યોની બેઠક યોજાઇ હતી. RBIની મોનેટરી પોલિસીમાં ગવર્નર સંજ મલ્હોત્રા સહિત કુલ 6 સભ્યો છે.

ડિસેમ્બર 2025માં RBI એ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો

ડિસેમ્બર 2026ની મોનેટરી પોલિસીમાં આરબીઆઈ એ રેપો રેટ 0.25 ટકા ઘટાડી 5.25 ટકા કર્યો હતો. રેપો રેટ ઘટવાથી હોમ લોન, કાર લોન સહિત વિવિધ નવી બેંક લોનના વ્યાજદર ઘટયા હતા. આ સાથે જ ચાલુ બેંક લોનના ઇએમઆઈમાં પણ ઘટાડો થયો હતો. 

2025માં RBI એ 4 વખત રેપો રેટ ઘટાડ્યા

આરબીઆઈ એ વર્ષ 2025 દરમિયાન રેપો રેટમાં કુલ 4 વખત ઘટાડો કર્યો હતો. રિઝર્વ બેંકે સૌ પ્રથમ ફેબ્રુઆરી 2025માં રેપો રેટ 6.50 ટકાથી 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો હતો. ત્યાર બાદ એપ્રિલ 2025માં ફરી રેપો રેટ 0.25 ટકા ઘટાડી 6 ટકા કરવામાં આવ્યો હતો. જૂન 2025માં રેપો રેટ 0.50 ટકા ઘટાડી 5.50 ટકા અને છેલ્લે ડિસેમ્બરમાં 0.25 ટકા ઘટાડી 5.25 ટકા કર્યો હતો. ઓગસ્ટ અને ઓક્ટોબરની મોનેટરી પોલિસીમાં આરબીઆઈ એ તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા.

Advertisment
  • Feb 06, 2026 10:24 IST

    RBI FY27 માટે જીડીપી ગ્રોથનો અંદાજ એપ્રિલમાં જાહેર કરશે

    આરબીઆઈ મોનેટરી પોલિસીની ઘોષણા કરતા ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે, આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે સમગ્ર વર્ષના જીડીપી ગ્રોથનો અંદાજ એપ્રિલની મોનેટરી પોલિસીમાં જાહેર કરશે. મધ્યસ્થ બેંક નવી જીડીપી સીરિઝ જાહેર કર્યા બાદ જીડીપી અંદાજ જાહેર કરશે. આરબીઆઈ એ પોતાના નિયમ ટર્મ ગ્રોથ અંદાજ સુધારીને Q1 માટે રિયલ જીડીપી ગ્રોથ 6.9 ટકા અને  Q2 માટે 7 ટકા સુધી વધાર્યો છે.

  • Feb 06, 2026 10:20 IST

    RBI MCP Meeting : MSF, SDF માં કોઇ ફેરફાર નહીં, મોંઘવારી દરનો અંદાજ બદલ્યો

    આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (એમએસએફ) રેટ 5.50 ટકા અને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસેલિટી (એસડીએફ) 5 ટકા યથાવત રાખ્યો છે. નાણાકીય વર્ષ 2027 માટે રિટેલ મોંઘવારી દરનો અંદાજ બદલ્યો છે. આગામી નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં મોંઘવારી દર 4 ટકા અને બીજા ક્વાર્ટરમાં 4.2 ટકા રહેવાનો અંદાજ છે.

  • Feb 06, 2026 10:07 IST

    RBI એ વ્યાજદર સ્થિર રાખ્યા, લોનધારકોને કોઇ રાહત નહીં

    આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા ફેબ્રુઆરી 2026ની દ્રિમાસિક ધિરાણનીતિની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે, મોનેટરી પોલિસી મિટિંગમાં રેપો રેટ 5.25 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.

  • Feb 06, 2026 09:25 IST

    2025માં RBI એ 4 વખત રેપો રેટ ઘટાડ્યા

    આરબીઆઈ એ વર્ષ 2025 દરમિયાન રેપો રેટમાં કુલ 4 વખત ઘટાડો કર્યો હતો. રિઝર્વ બેંકે સૌ પ્રથમ ફેબ્રુઆરી 2025માં રેપો રેટ 6.50 ટકાથી 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો હતો. ત્યાર બાદ એપ્રિલ 2025માં ફરી રેપો રેટ 0.25 ટકા ઘટાડી 6 ટકા કરવામાં આવ્યો હતો. જૂન 2025માં રેપો રેટ 0.50 ટકા ઘટાડી 5.50 ટકા અને છેલ્લે ડિસેમ્બરમાં 0.25 ટકા ઘટાડી 5.25 ટકા કર્યો હતો. ઓગસ્ટ અને ઓક્ટોબરની મોનેટરી પોલિસીમાં આરબીઆઈ એ તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા.

  • Feb 06, 2026 09:22 IST

    ડિસેમ્બર 2025માં RBI એ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો

    ડિસેમ્બર 2026ની મોનેટરી પોલિસીમાં આરબીઆઈ એ રેપો રેટ 0.25 ટકા ઘટાડી 5.25 ટકા કર્યો હતો. રેપો રેટ ઘટવાથી હોમ લોન, કાર લોન સહિત વિવિધ નવી બેંક લોનના વ્યાજદર ઘટયા હતા. આ સાથે જ ચાલુ બેંક લોનના ઇએમઆઈમાં પણ ઘટાડો થયો હતો. 

  • Feb 06, 2026 09:18 IST

    RBI મોનેટરી પોલિસીના નિર્ણય આજે જાહેર થશે

    રિઝર્વ બેંક મોનેટરી પોલિસી મિટિંગમાં દર બે મહિને નીતિગત વ્યાજદરોની સમીક્ષા કરે છે. આ વખતે 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન આરબીઆઇ મોનેટરી પોલિસી કમિટીના સભ્યોની બેઠક યોજાઇ હતી. RBIની મોનેટરી પોલિસીમાં ગવર્નર સંજ મલ્હોત્રા સહિત કુલ 6 સભ્યો છે.

  • Feb 06, 2026 09:15 IST

    રિઝર્વ બેંક આજે 10 વાગે ધિરાણનીતિ જાહેર થશે, શું હોમ લોન ઘટશે?

    આરબીઆઈ આજે દ્વિમાસિક ધિરાણનીતિ જાહેર કરશે. આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા બજેટ 2026-27 બાદ પ્રથમ ધિરાણનીતિ જાહેર કરવાના છે, જેમા વ્યાજદર ઘટાડશે કે નહીં તેના વિશે ઘણી મૂંઝવણ છે. 

બિઝનેસ હોમ લોન આરબીઆઇ બેંક