RBI Monetary Policy 2025 News Highlight : રિઝર્વ બેંક ગવર્નર સંજય મલ્હોત્રાએ આરબીઆઈ મોનેટરી પોલિસીની ઘોષણા કરી છે, જેમા રેપો રેટ 0.25 ટકા ઘટાડી 5.25 ટકા કર્યો છે. રેપો રેટ ઘટવાથી નવી હોમ લોન સસ્તી થશે. ઉપરાંત જુની હોમ લોન સહિત વિવિધ લોનના EMI પણ ઘટશે. ત્રણ દિવસની આરબીઆઈ મોનેટરી પોલિસી મિટિંગ 3 ડિસેમ્બરે શરૂ થઇ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ઘોષણા આજે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા 10 વાગે કરશે.
તમને જણાવી દઇયે કે, 3 દિવસની રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠક 3 ડિસેમ્બર થી 5 ડિસેમ્બર દરમિયાન યોજાઇ હતી. RBIની આ દ્વિમાસિક ધિરાણનીતિ બેઠક હોય છે, જે દર બે મહિનામાં એક વખત યોજાય છે.
2025માં RBI એ 3 વખત રેપો રેટ ઘટાડો
આરબીઆઈ એ વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં રેપો રેટમાં 3 વખત ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકે સૌ પ્રથમ ફેબ્રુઆરી 2025માં રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો હતો, ત્યાર બાદ રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થયો હતો. એપ્રિલ 2025માં ફી રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો હતો. તો જૂન 2025માં પણ RBI એ રેપો રેટમાં 0.50 ટકાનો મોટો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.50 ટકા થયો હતો.
જો કે ત્યારબાદ રિઝર્વ બેંકે ઓગસ્ટ અને ઓક્ટોબરની મોનેટરી પોલિસીમાં રેપો રેટ ઘટાડવાનું ટાળ્યું હતું. હાલ રેપો રેટ 5.50 ટકા છે. આવી સ્થિતિમાં, એ જોવાનું રહેશે કે, શું આરબીઆઈ ડિસેમ્બર 2025 માં રેપો રેટમાં ફેરફાર કરે છે કે નહીં.





